SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી કર્નલ ઑકાર્ટ સ્થાપેલ થિયોસૉફિકલ સાસાયટી–એસ સ્થાત્રિપુટીના તેમજ મણિલાલ ગાવર્ધનરામ આન ંદશંકર, શ્રેયસાધાના આચાર્ય નૃસિંહાચાર્યજી, એમના પ્રધાન શિષ્યા ‘વિશ્વવંદ્ય' અને નર્મદાશંકર મહેતા તથા સૌરાષ્ટ્રના નથુરામ શર્માના ધ ક્ષેત્ર એ સમયે પ્રવતેલા ચેતના–જુવાળમાં ઠીક ઠીક ફાળા હતા. રાષ્ટ્રિય અસ્મિતાને ઉદય થતાં, અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસના અધ્યયનમાંથી સ્વાતંત્ર્યનું મૂલ્ય સમજાતાં અને અંગ્રેજી અમલનું ખરું સ્વરૂપ પરખાવા માંડતાં રાષ્ટ્રિય મહાસભા-ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ, જે પ્રથમ તેા પ્રાની ફરિયાદે અને જરૂરત રાજ્યકર્તાઓને કાને પહેાંચાડવા સ્થપાઈ હતી તે, રાજકીય સુધારા અને હા માગતી થઈ, એટલું જ નહિ, એમાં વિનીતાને પાછળ હડસેલી ઉદ્દામ વર્ગ આગળ આવતા થયાનું ચિત્ર ૧૯૦૫ ની બંગભંગ-પ્રતીકારક ચળવળે જન્માવેલી હવામાં ઈ. સ. ૧૯૦૮ ની સુરતની મહાસભા બેઠકમાં જોવા મળ્યું. ગાંધીજીને ૧૯૧૫ પછી ભારતમાં પેાતાની પ્રવૃત્તિ શરૂ કરતી વેળા આ સાંસ્કૃતિક હવાને આધાર તેમ લાભ મળ્યા; એમને એકડે એકથી શરૂ કરવાનું ન હતું. ૩૩૪ એમનુ કાર્ય આ દેશમાં શરૂ થયું તે વખતે ગુજરાતી ભાષા અને સાહિત્યની શી સ્થિતિ હતી ? ઉપર દર્શાવેલી નવ જાગૃતિના આરંભની સાથે જ સાહિત્યનૌકાના સુકાને મધ્યકાલી તાછેડી અર્વાચીનતા ભણી માં ફેરવ્યું હતુ.. સાહિત્ય ધરગ્યુ` મટી અહિક અને સ`સારલક્ષી બન્યું અને ઈશ્વરને સ્થાને માનવી એને કવનવિષય બન્યા એ પહેલા મેાટા ફેરફાર એમ થતાં કવિને આનદ-સ્પ ંદિત કરે તેવાં પ્રકૃતિ અને પ્રણય કવિતાના ગાનવિષય બન્યાં. રાષ્ટ્રિય અસ્મિતાના ઉદયે સ્વભૂમિનાં સૌં. અને ગૌરવના ગાનને વિષય પણ ઉમેરી આપ્યા. ખીજો ફેરફાર તે મધ્યકાલીન કવિતાનાં રાસા પ્રબંધ ફાગુ આખ્યાન પદ્યવારતા બારમાસી વગેરેનું સ્થાન અંગ્રેજી શૈલીનાં ઊર્મિકાવ્ય કરુણપ્રશસ્તિ મહાકાવ્ય સોનેટ ગઝલ વગેરે કાવ્યસ્વરૂપેાએ લીધુ. પુરાગામી સાહિત્યથી એને અલગ પાડતી હકીકત તે ગદ્યને સાહિત્યમાં પ્રતિષ્ઠા આપવાની એણે આર ભેલી પ્રવૃત્તિ અને એને પરિણામે નવલકથા નાટક વાર્તા ચરિત્ર વગેરે સાહિત્ય–પ્રકારની ગુજરાતીમાં શરૂઆત આ બધાંમાં અંગ્રેજી સાહિત્યના પરિચયસંપર્ક પ્રેરક બન્યા અને નાટક જેવામાં સંસ્કૃત નાટકને પણ. ૧૮૫૦ થી ૧૮૮૦ સુધીના ગાળામાં પ્રકાશિત થયેલ સાહિત્યમાં કલાતત્ત્વ નહિવત્ અને એ સુધારાલક્ષી અને લેકશિક્ષણાત્મક વિશેષ. નવલરામ પંડયાને એથરિયા હડકવા’ (ગ્રંથકાર ગણાવાના ચસક્રા) કહી જેની મશ્કરી કરવી પડી હતી તેવા મુગ્ધ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy