SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય એમનાં વિચારા તથા પ્રવૃત્તિઓના પ્રસારે એમને, He came, he saw and conquered એમ એમને માટેય હી શકાય એવી રીતે જોતજોતામાં પાંચેક વરસમાં તા પ્રજાના હૃદયનેતા બનાવી દઈ દેશમાં ને ગુજરાતમાં કેવે ‘ગાંધીયુગ’ શરૂ કરી દીધા એની કથા આગળ કહેવાઈ ગઈ છે. ૩૩૩ એમનાં કાર્યાં અને સદેશને ઝિલવાના અવકાશ આપે તેવું વાતાવરણુ કે પૂર્વ॰ભૂમિકા એમના આગમન પૂર્વે ગુજરાતમાં તૈયાર થઈ ચૂકી હતી. દેશી કારીગરીને ઉત્તેજન આપવાની હરગાવિંદદાસ કાંટાવાળાની તથા બ ́ગભગ પછી સ્વદેશીની અને માતૃભાષા ગુજરાતીને જ શિક્ષણ-પરીક્ષણુનું માધ્યમ બનાવવાની અંબાલાલ સાકરલાલ દેસાઈની હિમાયતને તેમ પેાતાના વડાદરા રાજ્યમાં હિંદી ભાષાના તથા અસ્પૃસ્યાને આપવાના શિક્ષણ માટે તેમજ રાજ્યવહીવટમાં ગુજરાતીના ઉપયેગ માટે સયાજીરાવ ગાયકવાડે કરેલા પ્રબંધને અત્રે ઉલ્લેખી શકાય. વસ્તુતઃ અંગ્રેજી હકૂમતના આરંભ સાથે પાદરીઓની તેમ સરકારી નિશાળા છાપખાનાં વર્તમાનપત્રા ને માસિકેા પુસ્તકાલયે નાટકશાળા યુનિવર્સિટી ભાષા-સાહિત્યના વિકાસ અર્થે તેમજ સમાજસુધારણા અને ધર્મજાગૃતિની ભાવનાથી પ્રેરાઈ ઊભી થતી સંસ્થાએ—આ બધાં દ્વારા પ્રજામાં જે નવ જાગૃતિ આવી તે ધીર અને સ્થિર ગતિએ આગળ વધી રહી હતી એનું જ એ પરિણામ કહેવાય. ૧૮૫૦ થી ૧૮૮૦ ના ત્રણ દસકા અંગ્રેજોથી અને એમના દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિની રેલવે સ્ટીમર તાર ય ́ત્ર-ઉદ્યોગ વગેરે જેવી ભૌતિક સિદ્ધિઓથી અંજાઈ જવાના અને એમને અનુસરવાની વૃત્તિના હતા એમ એકંદરે જોતાં કહી શકાય. થેાડેાક લઘુતાભાવ અનુભવવાનું પણ પ્રજાને એ વખતે બન્યું હાય. ઈ. સ. ૧૮૫૭ થી યુનિવર્સિટી-શિક્ષણના આરંભ પછી પ્રજા-જાગૃતિને ખીજો તબક્કો એના પદવીધાના પ્રથમ ફાલની સાથે શરૂ થયા, એ સ્તરના શિક્ષણે સંસ્કૃત સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના અભ્યાસ વધારતાં એ બંને ક્ષેત્રામાં ભારતની સિદ્ધિ કઈ કમ નથી એનું ભાન થતાં આત્મગૌરવના સંચાર થઈ વિચાર-વલણેામાં મુગ્ધ કાટિના અધીરા ઉત્સાહનું સ્થાન સ્વસ્થતા અને પકવતાએ લેવા માંડયું. સુધારાની પ્ર-ગતિકામી પ્રવૃત્તિ પેાતાનું શરૂઆતનું ઉચ્છેદક સ્વરૂપ છેાડી પલટાયેલા દેશ-કાલને અનુરૂપ આચારપરિવર્તનની છૂટ સાથે સ્વસંસ્કૃતિનાં મૂળ લક્ષ્ય અને સ્વરૂપના આદર કરતી થઇ. એ રીતે જૂના-નવાને એકાક્ષદર્શી વિગ્રહ પતાવી ઉભયના સદેશેાના સ્વીકારના–સમન્વયના—માગે પળતા થયા. ભણેલા આસ્તિકાને આ નાર પ્રાર્થ ના'સમાજ, સ્વામી દયાનંદ-સ્થાપિત આ સમાજ તથા માદામ બ્લેવેવ્સ્કી અને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy