SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ આઝાદી પહેલાં અને પછી તરફથી ૨૩ દેશામાં ૧૨૦ ઉદ્યોગાની સ્થાપના થઈ છે. એના સંચાલક નૈરોબીમાં રહેતા શ્રી મનુભાઈ ચ ંદેરિયા છે અને આંતરરાષ્ટ્રિય ગુજરાતી ઉદ્યોગપતિ તરીકે એમણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તે મૂળ જામનગરના છે. એમના પિતાશ્રી ૧૯૧૪ માં કેન્યામાં ધંધાથે ગયેલા. મૂળજીભાઈ માધવાણીએ ૧૯૨૯ માં કકરામાં ખાંડનું કારખાનું નાખ્યું. એવાં જ યશસ્વી નામે સ્વ. મેમ્બ્રજી પેથરાજ, માધવી કુટુંબના શ્રી મનુભાઈ અને જયંતીભાઈ માધવાણી વગેરેનાં છે. લન્ડનમાં વસતા કવિશ્રી ડાહ્યાભાઈ પટેલે ગુજરાતી ભક્તકવિઓનાં અમર ભક્તિપદોને અ ંગ્રેજીમાં અનૂદિત કરી, ગ્ર ંથસ્થ કરીને ગુજરાતી-અ ંગ્રેજી ભાષાની સારી સેવા કરી છે. ૧૯૨૨ માં ઝાંઝીબાર અને પેમ્પામાં ગુજરાતીઓની માલિકીના ૧૬૫ અને ૧૫૮ લવિંગના બગીચા હતા.૯ ભારતની ઔદ્યોગિક પ્રતિષ્ઠાના પુરસ્કર્તા અને આજના અદ્યતન જમશેદપુરના સ્થાપક શ્રી જમશેદજી તાતાએ દેશનુ પ્રથમ સ્ટીલનું કારખાનું સ્થાપવાની પહેલ કરી. એક પારસી ગુજરાતી તરીકે ઔદ્યોગિક ક્ષેત્રમાં એમનુ પ્રદાન ગૌરવશાળી ગણાયું છે. લાક્ષેત્રમાં ઓરિસ્સાના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગુજરાતી અગ્રણી શ્રી બાબુભાઈ દોશીનું પ્રદાન નાનુ સૂનુ ન ગણાય. નૃત્ય સ ંગીત અને નાટય તથા એને લગતાં વિવિધક્ષેત્રોએ કાય' કરતી ઓરિસ્સાની એક માત્ર પ્રતિનિધિ-સ સ્થા “કલાવિકાસ કેંદ્ર”ની સ્થાપના કટકમાં શ્રી ભાણુભાઈ દેશીએ ૧૯૫૨ માં કરી હતી અને એ દ્વારા એઠિયા નૃત્યક્તાને પુનઃજીવન આપ્યુ છે. ઓડિયા ભાષામાં ચલચિત્રક્ષેત્રે ફિલ્મ-પ્રોડયુસર તરીકે એમણે રાજ્યના અને રાષ્ટ્રિય પુરસ્કારો મેળવ્યા છે. પૂર્વાંચલ વિસ્તારમાં એવી ખીજી એક પ્રતિભાશાળી વ્યક્તિ છે શ્રી ગિરધારીલાલ મહેતા, જેમણે કલકત્તામાં શણ-ઉદ્યોગમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતી ગુજરાતની બહાર માત્ર પૈસા કમાવા જ નહિ, પણ સેવાની અલખ જગાવીને પર–પ્રાંતમાં ધૂણી ધખાવી હોય એવી વ્યક્તિમાં એરિસ્સાના સતા પૂ. પૂરભાઈ, પૂ. જીવરામભાઈ, પૂ. ઈશ્વરભાઈ, પૂ. ઠક્કરબાપા, બિહારના સંત શ્રી ભગવાનદાસ, નાગાલૅન્ડમાં આજે પણ પ્રજાના કલ્યાણમાં રત એવા શ્રી નટવરલાલ ઠક્કરની પ્રવૃત્તિ ગુજરાત બહારના ગુજરાતીઓની સંવાપરાયણતાની શાખ પૂરે છે.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy