SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતમાંના અન્ય પ્રદેશામાં તથા વિદેશામાં ગુજરાતીઓ ૩૦૧ ગુજરાતીઓની એક વિશિષ્ટતા એ છે કે એમણે જે જે પ્રદેશમાં વસવાટ કર્યા છે અને જો ત્યાં ગુજરાતીઓની ૧૦૦ માસેથી વધુ વસ્તી થઈ છે. તે એ સ્થળે એમણે પોતાના સમાજ સ્થાપ્યા છે, કેળવણી મ`ડળા ઊભાં કર્યાં છે, શાળાઓ અને દવાખાનાં પણ શરૂ કરેલાં છે, ઉપરાંત ધર્મસ્થાના ઊભાં કરવામાં પણ એમને સારો સાથ રહેલા છે. દિલ્હી આગ્રા અજમેર ઇંદર ઉજ્જૈન જખલપુર નાગપુર લકત્તા હાવરા દુર્ગાપુર રાંચી પટના ચાસમેાખારા ધનબાદ આસનસાલ ગૈાહાટી હૈદરાબાદ સિકદરાબાદ મદ્રાસ પુણે કોલ્હાપુર નાસિક ખેંગલોર મદુરાઈ રતલામ રૂરકેલા રાણીગંજ વિજયવાડા સાંગલી સાલાપુર જયપુર ઉદેપુર જોધપુર વગેરે સમસ્ત ભારતનાં સ્થળેએ ૨૦૬ જેટલા ગુજરાતી સમાજ અસ્તિત્વમાં છે. ઉત્તર અમેરિકામાં જુદાં જુદાં રાજ્ય અને શહેરમાં ૩૮ ગુજરાતી સમાજો સ્થપાયા છે અને ત્યાં નાથ' અમેરિકન ગુજરાતી સમાજનુ ફેડરેશન અસ્તિત્વમાં આવ્યું છે. લન્ડનમાં પણ પરાંઓમાં વસતા ગુજરાતી સમાજોનું ફેડરેશન સ્થાપવામાં આવ્યું છે. દિલ્હી મદ્રાસ હૈદરાબાદ સિક ંદરાબાદ આસનસેાલ પટના કટક જયપુર ઈર વગેરેના જેવા વિશાળ સમાજોએ લાખા રૂપિયાના ખર્ચે' પેાતાનાં ભવનનુ નિર્માણુ કયુ` છે. આ સમાજો અદ્યતન સગવડ-સંપન્ન અતિથિગૃહ પણ ચલાવે છે. સાગરપારનાં સ્વપ્ન સેવતા ગુજરાતીઓએ દરિયાપારના દેશમાં અનેક સાહસગાથાઓ રચી છે તે પૈકી પોરબદરના સ્વ. નાનજી કાળિદાસનુ નામ મેખરે છે. ગુજરાતના આ સાહસવીર વેપારીએ ગુજરાતનાં સાહસ અને કુનેહની આ સુવાસ આફ્રિકામાં ફેલાવી છે. ૧૩ વર્ષોંની કુમળી વયે વહાણમાં એમીને પરદેશ ખેડવા નીકળેલા નાનજીભાઈનું વહાણુ રસ્તે તેાફાનમાં સપડાયું અને એ માડાગાસ્કરના અજાણ્યા ટાપુ પર જઈ ચડયા. છેવટે મેમ્માસામાં પગ મૂકવો, ઝાંઝીબારને કિનારા ખેડયો, વેપાર વિકસાવ્યા. યુગાન્ડાની રેલવે બાંધવામાં અન્ય ગુજરાતી સાથે ભાગ આપ્યો. નૈરાખીમાં તથા જીતમાં વેપાર ખેડયો અને એ નગરા વિકસાવ્યાં, સ્યુગરમિલ નાખી (૧૯૨૪) હિંદી વેપારીઓના હકની લડત આપી, જીતેરીએ નાખી, કપાસની ખેતી પ્રથમ વાર ત્યાં દાખલ કરી, બગીચાઓ વિકસાવ્યા, રસ્તા ખાંધ્યા, ટાંગાનિકામાં સાહસ આયુ, લુગાઝી સ્યુગર ફેંકટરી નાખી, મેરેશિયસ જોયું, યુરોપને પ્રવાસ કર્યાં, જપાનની સફર કરી, ખૂબ કમાયા, ખૂબ દાન કર્યુ અને એ કરોડથી વધુ રકમનું દાન કરી ‘દાનવીર' તરીકે ૫ કાયા. આફ્રિાકા ખંડમાં એવાં બી... સાહસવીર ગુજરાતી કુટુ એમાં “ચંદેરિયા ગ્રુપ” અને “માધવાણી ગ્રુપ” ઘણાં મોટાં નામ કહી શકાય. ચ ંદેરિયા ગ્રુપ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy