SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ અને વિકાસ ૨૭૧ આપતાં હતાં. રેલવેના આગમન બાદ મુખ્ય સ્ટેશને તથા બંદરને જોડતા રસ્તા અસ્તિત્વમાં આવ્યા હતા.૩૪. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લશ્કરી વાહન છૂટાં થતાં નાગરિક વપરાશ માટે ખાનગી બસે દેતી હતી. ૧૯૨૯ માં જયકર સમિતિએ ૧૯૨૭માં સૂચવ્યા મુજબ “રેડ-ફંડ ઊભું કરી રસ્તાનું બાંધકામ હાથ ધરાયું હતું. ૧૯૩૪ માં રોડ-કોંગ્રેસ સ્થપાઈ હતી. ૧૯૩૯-૪૫ દરમ્યાન રસ્તા ખૂબ બિરમાર હાલતમાં હતા.૩૫ બોએ ઈકોનોમિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સર્વે કમિટીની તપાસ મુજબ મુંબઈ રાજ્યના જિલ્લાઓમાં ૪૦-૭૫ ટકા વિસ્તારમાં રસ્તાને અભાવ હતો. સુરત જિલ્લામાં ચોમાસા દરમ્યાન ૮૩.૩ ટકા ગામડાંને બહારના જગત સાથે સંપર્ક કપાઈ જતો હતે. ભરૂચના કાનમ વિસ્તારની પણ આવી સ્થિતિ હતી.૩૬ દેશી રાજાઓએ બંદરે તથા રેલવેના વિકાસ તરફ લક્ષ આપ્યું હતું, પણ રસ્તાને કારણે રેલવેની આવક ઘટે એ ભયે રસ્તાઓના બાંધકામ તરફ દુર્લક્ષ સેવાયું હતું. રાજ્યો વચ્ચે પરસ્પર હરીફાઈ તથા ઈર્ષાના કારણે એક રાયને બીજા રાજ્ય સાથે જોડતા રસ્તાઓને અભાવ હતો. સને ૧૯રર માં પાંચ બ્રિટિશ જિલ્લાઓના ૧૦,૦૦૦ ચો. મ.ના વિસ્તારમાં ૬૯૭ માઈલના પાકા અને ૭૯૭ માઇલના કાચા રસ્તા હતા. ૧૯૩૯-૪૦માં ૧૦૮૯ માઈલના મેટલવાળા અને ૯૫૬ માઇલના કાચા રસ્તા હતા. ૧૦૦૦ ચો. મા.ના વિસ્તારમાં ૬૯૭ માઈલના પાકા અને ૭૯૭ માઇલના કાચા રસ્તા હતા. ૧૦૦ ચે. મા. દીઠ રસ્તાનું પ્રમાણ ૧૯.૭ માઈલ હતું. ૮૦.૩ ટકા રસ્તાઓની ખાધા હતી. અમદાવાદને રાજસ્થાન સાથે, સુરતને ધૂળિયા સાથે અને અમદાવાદ ખેડાને ગોધરા મારફત ઇર સાથે જોડતા ત્રણેક મુખ્ય માર્ગ હતા. આ રસ્તાઓ સાથે નજીકના શહેરોને ફાંટા દ્વારા જોડી દેવાયાં હતાં. વડોદરા જેવા પ્રગતિશીલ રાજ્યમાં મહેસાણા જિલ્લામાં આઝાદી પૂર્વે માત્ર ૩ માઈલને ઊંઝા-ઉનાવાને રસ્તે હતે. પંચમહાલમાં ૧૯૨૫ માં લુણાવાડા-ગોધરા હાલેલકાલેલ દાહોદ-સંતરેડ એમ ત્રણેક પાકા રસ્તા હતા. ખેડા જિલ્લામાં ૧૯૪૭ માં ૧૯૭ માઈલના રસ્તા હતા. વડોદરા જિલ્લામાં ૩૪૫ અને બનાસકાંઠામાં ૨૫ માઈલના રસ્તા હતા. ૧૯૪૮ માં રાજકોટ જિલ્લામાં ૬૩ માલના, જામનગરમાં ૪૫૩ માઈલના અને કચ્છમાં ૨૬૭ માઈલના રસ્તા હતા. સૌરાષ્ટ્રમાં ૧૯૪૮ માં કુલ ૪૪ર માલના ધેરી માગ, ૧,૩૮૦ માઈલના જિલ્લા-માગ અને ૧૨૧૩ માઈલના કાચા રસ્તા હતા. તળ-ગુજરાતમાં બધા મળીને ૧૦,૦૦૦ માઈલના રસ્તા હતા. કચ્છમાં ૧૯૪૮ માં ૪ર૭ માઈલના રસ્તા હતા.૩૭
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy