SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી (૧૯૩૭) નોંધપાત્ર છે. શ્રી પાપટલાલ લ. ચૂડગરના કાઠિયાવાડના રાજદ્વારી ઇતિહાસ’ (૧૯૨૨) તત્કાલીન રાજકારણને લગતા છે. ૪ રાજવંશના ઇતિહાસમાં રાજન નથુરામ શુકલને શ્રીઝાલાવ`શવારિધિ' (૧૯૧૭), શ્રી ભાઈશંકર વિદ્યારામને સાલકી વંશની ગાધરા શાખાના ઇતિહાસ' (૧૯૧૮), શ્રી જગજીવન કા. પાઠકની ‘મકરધ્વજવંશી મહીપમાલા' (૧૯૨૨), શ્રી જીવરામ કા. શાસ્ત્રીના ગાંડળને ઇતિહાસ' (૧૯૨૭) અને માવદાનજી ભી. કવિના ‘શ્રીયદુવંશ-પ્રકાશ અને જામનગરના ઇતિહાસ' (૧૯૩૪) જેવા ગ્રંથ તે તે રાજકુલના તથા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે. વડાદરા રાજ્યે શ્રી. ગાવિંદભાઈ હા. દેસાઈ પાસે ગાયકવાડના ચારેય પ્રાંતા(વડોદરા કડી નવસારી અને અમરેલી)ના સંસગ્રહ તૈયાર કરાવી પ્રકાશિત કર્યાં (૧૯૨૦-૨૧) તેમાં ઈતિહાસનાં પ્રકરણ એ રાજ્યના તત્કાલપંત ઈતિહાસ માટે ઉપયેગી નીવડે છે. 1: સ્થળાના સ્થાનિક ઇતિહાસમાં શ્રી. રત્નમણિરાવ ભીમરાવે લખેલુ ‘ગુજરાતનું પાટનગર : અમદાવાદ' (૧૯૨૯) સહુથી મહત્ત્વનું છે. એ લેખકના ખંભાતના ઇતિહાસ’ (૧૯૩૫) તથા શ્રી સારાબજી મ. દેસાઈની ‘તવારિખે નવસારી’ની સુધારેલી—વધારેલી આવૃત્તિ (૧૯૩૯) પણ કેટલેક અંશે ઉપયોગી છે. ગાંધીજીનું ‘સત્યના પ્રયોગે અથવા આત્મકથા' (૧૯૨૫) આત્મકથાત્મક હાવા છતાં ગુજરાતના આ કાલના ઇતિહાસના સમકાલીન સ્રોત બની રહે છે. એવી રીતે હિંદી રાષ્ટ્રિય મહાસભ (કૅાંગ્રેસ)ના ઇતિહાસના ગ્રંથના અમુક અંશ પણ આ કાલના ઇતિહાસના સંદર્ભ"ગ્રંથ બની રહે છે. આ કાલ દરમ્યાન ગુજરાતમાં અનેક સ્થાનિક સત્યાગ્રહ–સંગ્રામ ખેલાયા તે પૈકી ખેડાની લડત (લે. શંકરલાલ ઠા. પરીખ, ૧૯૨૭) અને બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ' (લે. મહાદેવભાઈ દેસાઈ, ૧૯૩૦) આ કાલખંડ દરમ્યાન લખાયા. એ અગાઉ ઉપર જણાવેલા ગ્રંથામાંથી, ખાસ કરીને તેના અંતિમ ખડામાંથી, તે તે વર્ષી સુધીના અર્વાચીન ગુજરાતના ઇતિહાસની કેટલીક સામગ્રી સાંપડે છે, પરંતુ ગુજરાતના બ્રિટિશકાલના ઈતિહાસનું સળંગ અને સર્વાંગીણ નિરૂપણ કરે તેવું કાઈ સમકાલીન પુસ્તક એ દરમ્યાન કે એ પછી ભાગ્યેજ લખાયું છે. સ્વાતંત્ર્યાતર કાલના આરંભિક ખંડ (૧૯૪૭ થી ૧૯૬૦) દરમ્યાન ગુજરાતના પ્રસ્તુત કાલના ઈતિહાસ માટે ઉપયોગી નીવડે તેવાં કેટલાંક પ્રકાશન થયાં તેમાં
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy