________________
સાધન સામગ્રી
ઉપરાંત અન્ય વિપલ વિગતો વિવિધ શીર્ષ કે નીચે આપેલી છે તે પણ આ કાલખંડને ઇતિહાસ તારવવામાં ઉપયોગી છે.
પ્રત્યેક ગેઝેટિયરમાં સહુ પ્રથમ એ પ્રદેશનું વર્ણન, એમાં એનું સ્થાન, સ્થાનિક ઈતિહાસ, નદીઓ અને તળાવો, કુદરતી વાયુ, પશુ-પક્ષી વિશેની વિગત, આઘ–ઇતિહાસ, પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ, તે તે પ્રદેશની વસ્તી, જ્ઞાતિઓ અને કેમ, એમનાં ધર્મો ભાષા ઉત્સવો વ્રતો વગેરેનો નિર્દેશ વિભાગવાર કરવામાં આવ્યો છે. એ પછી આર્થિક બાબતોમાં ખેતી અને સિંચાઈ, ઉદ્યોગો મહેસૂલ વેપાર ઉત્પાદન વગેરેનો સમાવેશ થયો છે. વહીવટી માળખામાં પેટા-વિભાગ, ન્યાય, વહીવટી સંસ્થાઓ, મ્યુનિસિપાલિટીઓ અને નગરપાલિકાઓ, શિક્ષણ અને સંસ્કૃતિને લગતી સંસ્થાઓ, આરોગ્ય, બીજી સામાન્ય સેવાઓની સંસ્થાઓ અને જોવાલાયક સ્થળની બહુ જ ઝીણવટભરી વિગતે આપેલી છે. ૪. સમકાલીન ઇતિહાસગ્રંથ - બ્રિટિશ કાલ દરમ્યાન ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન અને મધ્ય કાલના ઇતિહાસનું જેટલું અન્વેષણ તેમ નિરૂપણ થયું તેની સરખામણીએ અર્વાચીન કાલના ઈતિહાસનું ઘણું ઓછું થયું છે, છતાં અગાઉના કાલખંડની જેમ આ કાલખંડ દરમ્યાન પણ કેટલાક મોટા નાના ઇતિહાસ–ગ્રંથ લખાયા, જે એ કાલના ઈતિહાસનાં સમકાલીન સાધન તરીકે ઉપયોગી નીવડે છે.
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે સામાન્ય (વ્યાપક) ઇતિહાસ લખાતા રહ્યા; જેમકે “ગુજરાતનો ઈતિહાસ (સાદી રમૂજી વાર્તાઓ), લે. ચિમનલાલ ચ. આચાર્ય (૧૯૩૧) અને વડોદરા રાજ્યને ઈતિહાસ' (૧૯ર ૬), લે. ચુનીલાલ મ. દેસાઈ, પરંતુ સમકાલીન ઇતિહાસના સ્ત્રોત તરીકે ઉપયોગી નીવડે તેવું અર્વાચીન કાલને લગતું લખાણ એમાં અત્યલ્પ રહેતું. વસ્તુતઃ સમગ્ર ગુજરાતના અર્વાચીન ઇતિહાસને લગતા કોઈ ગ્રંથ આ કાલખંડમાં ભાગ્યેજ લખાયે. અપવાદરૂપે શ્રી હીરાલાલ પારેખના “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શનને ખંડ ૩ (૧૯૦૮ થી ૧૯૩૫) એ આ પ્રકારનું એકમાત્ર ઉપયોગી ગ્રંથ છે. એમાં રાજકીય ઈતિહાસનું નિરૂપણ નહિવત થયેલું છે, પરંતુ એ કાલના સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંઓ(ખાસ કરીને સાહિત્ય કેળવણી સમાજ)નું વિશદ રેખાદર્શન કરાવ્યું છે. ૧૯૭૬ માં પ્રકાશિત થયેલ એના સંસ્કરણમાં ડે. મધુસૂદન હી. પારેખે એમાં સુધારા-વધારા અને સંક્ષેપ કરી મૂળ પુસ્તકમાં રજૂ થયેલી વ્યક્તિઓ તથા સંસ્થાઓની વિકાસરેખા અદ્યતન બનાવી છે.
પ્રદેશ ખંડોના ઈતિહાસમાં શ્રી. જયરામદાસ જે. નય ગાંધીને “કચ્છને બહદ્દ ઇતિહાસ' (૧૯૨૬) અને શ્રી ગોરધનદાસ ના. મહેતાનું “સૌરાષ્ટ્ર ઈતિહાસ-દર્શન