SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ અને વિકાસ ૨૫૯ આ દર રૂ. ૩ હતું. મારા વિઠ્ઠલગઢ પાલનપુર રાધનપુર ઈડર જેવાં દેશી રાજ્યમાં અને ખેડા અને સુરત જિલ્લામાં મહેસૂલમાં વધારે કરાતાં ઉપયુક્ત દેશી રાજ્યોમાં તથા બોરસદ અને બારડોલીમાં લોકોને સત્યાગ્રહને આશ્રય લેવો પડયો હતો. ૧૯૨૮-૩૦ માં માતર તાલુકાની જે. સી. કુમારપાએ તપાસ કરી ત્યારે એને જણાયું હતું કે ખેતીને ખર્ચ ઊપજ કરતા વધારે હો અને ખેડૂત દેવાદાર હતા. આ કારણે સમાજવાદી કાર્યકરોએ જમીનની આવકમાંથી ખર્ચ બાદ કરી મહેસૂલ લેવાની નીતિ સ્વીકારવા માટે દબાણ કર્યું હતું અને પંચમહાલ તથા સુરત જિલ્લામાં આંદોલન થયાં હતાં. ઉપર્યુક્ત મહેસૂલ-પદ્ધતિઓ ઉપરાંત કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ, જેવી કે નરવાદારી મેવાસી મલેકી તાલુકદારી, પરગણા અને કુલકણી વતન, વફાદારી ઇનામી વનદારી સલામી મતાદારી વગેરે પદ્ધતિઓ હતી. આ પદ્ધિતિઓ ૧૯૪૯ થી ૧૯૫૩ માં બ્રિટિશ જિલ્લાઓમાંથી રદ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં ગિરાસદારી અને બારખલી-પદ્ધતિ હતી. ૧૯૫૦ માં ખેતી-સુધારણા કમિશને ભલામણ કર્યા મુજબ ૧૯૫૧ માં સૌરાષ્ટ્ર સૅન્ડરિફોમ અને સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી કાયદો અને ૧૯પર માં સૌરાષ્ટ્ર એસ્ટેટ ઍવિઝિશન ઍકટથી ગિરાસદારી અને બારખલીપ્રથાને અંત આવ્યું હતું. કચ્છમાં ગિરાસદારી મૂળ ગરાસ ભાયાતી ચાકરિયાત દોદી ધર્માદા ખેરાતી વગેરે જમીને હતી. મુંબઈ જાગીરનાબૂદી કાયદા (૧૯૫૩)ના ધોરણે કચ્છમાંથી ઉપરની પદ્ધતિઓ નાબૂદ કરાઈ હતી અને વિદ્યાટી-પ્રથા ખાલસા સિવાયની અન્ય જમીન માટે અમલમાં આવી હતી.૧૯ નરવાદારી કે ભાગદારી–પદ્ધતિ ભરૂચ ખેડા સુરત અને પંચમહાલનાં ૧૧૯ ગામમાં પ્રચલિત હતી. પૂરેપૂરા આકાર કરતાં ઓછી રકમને ચોક્કસ આંકડો નક્કી કરાયું હતું. ૧૯૪૯માં આ પદ્ધતિ નાબૂદ કરાતાં સરકારને રૂ. ૩૩,૫૦૪ મહેસૂલ પેટે વધારે મળ્યા. પંચમહાલના કાલોલ તાલુકાનાં ૨૧ ગામોમાં કાળી રાજપૂત ભીલે વગેરેની લૂંટફાટ તેમ ત્રાસ અટકાવવા મેવાસી (મહીવાસી)-પદ્ધતિ અખત્યાર કરાઈ હતી ને ૩૦ – ૬૦ ટકા ઓછું મહેસૂલ લેવાતું હતું. સરકારે રૂ. ૭,૩૦૬ વળતર આપી ૧૯૪૯ માં આ પ્રથા રદ કરી હતી. સરકારને રૂ. ૧૦,૪૪૨ ને ફાયદે હતા. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનાં ૨૭ ગામ પાવાગઢની ચડાઈ વખતે સને ૧૪૮૩ માં મહમૂદ બેગડાએ મલેકને આપ્યાં હતાં. ૭/૯ આની મહેસૂલના મલેક હકદાર હતા. ૧૫૦ માં મલકી હક નાબૂદ કરાયો હતો. તળગુજરાતના અમદાવાદ ખેડા પંચમહાલ ભરૂચ અમરેલી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓનાં ૫૪૪ ગામે અને ૪ર વાટાઓમાં આ પ્રથા પ્રચલિત હતી, જેને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy