SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આઝાદી પહેલાં અને પછી થતું હતું, પણ ગણોતધારે ૧૯૩૯ અને ૧૯૪૭ માં અને સૌરાષ્ટ્રમાં ૧૯૫૧ માં થતાં આ શેષણને અંત આવ્યો છે. ગિરાસદારની જમીન સુધારવા ખેડૂત ખર્ચ ન કરે એ સ્વાભાવિક છે, કારણ કે બીજે વરસે એ જ ખેડૂત રહે એની કોઈ ખાતરી હેતી નથી.૧૭ આમ ઉપર જણાવેલાં કારણોસર પાકને ઉતાર એકરદીઠ ઓછા આવતા હતું, પણ આઝાદી બાદ ખેતીવાડી અને સહકારી ખાતા તરફથી ધનિષ્ઠ પ્રયાસ હાથ ધરાતાં ખેતીની પદ્ધતિમાં ફેરફાર થયો છે. ખાતરને ઉપયોગ વધ્યો છે, ધિરાણની સગવડ પણ વધી છે. ખેડૂત શાહુકાર, ગિરાસદાર તથા અમલદારોની ચુંગલમાંથી મહદ્ અંશે મુક્ત થયું છે અને ખેતીમાં ક્રાંતિની શરૂઆત થઈ છે. ૩. મહેસૂલ-પદ્ધતિ | ગુજરાતમાં આઝાદી પૂર્વે બ્રિટિશ હકૂમતના પાંચ જિલ્લાઓમાં તથા ભાવનગર જૂનાગઢ જામનગર ગંડળ વઢવાણ વગેરે દેશી રાજ્યોમાં મદ્રાસમાં મનરાએ શરૂ કરેલી અને મુંબઈ રાજ્યમાં એલ્ફિન્સ્ટને પ્રચલિત કરેલી રૈયતવારી કે વિટી–પદ્ધતિ પ્રચલિત હતી. બાકીના ભાગમાં ભાગબટાઈ-પદ્ધતિ નીચે ૧/૩ થી ૧/૪ પાકને ભાગ મહેસૂલ તરીકે લેવાતું હતું, જ્યારે ૧,૭૦૦ ગામે અને ૨/૫ વિસ્તારમાં વિટી–પ્રથા અસ્તિત્વમાં હતી. દર અલગ હતા. ૧,૨૦૦ ગામ ગિરાસદારી હતાં તેમાં ભાગબટાઈ પ્રચલિત હતી. આ ઉપરાંત બારખલીદારીપદ્ધતિ ૩૫૩ ગામમાં હતી, તેઓ મહેસૂલ ભરતા ન હતા. કચ્છમાં ભાયાતી અને ઇનામી ગામમાં ૧૪ થી ૧/૫ ભાગ લગભગ ૫૦ ટકા ગામે અને ૨/ ૩ વિસ્તારમાં લેવાતું હતું. રયતવારી-પદ્ધતિ નીચે જમીનની માલિકી રાજ્યની છે, પણ ખેડૂતને જમીન ધારણ કરવાને હક કબજેદાર તરીકે છે. આ હકની રૂએ એ જમીનને ભોગવટે તેમ બક્ષિસ તબદિલી વગેરે કરી શકે છે. ભાગબટાઈ કરતાં નિશ્ચિત રકમની વિઘેટી ભરવાનું ખેડૂત પસંદ કરે છે. ભાગબટાઈ માં જોર-જુલમ થવાની શક્યતા હતી, પણ દુકાળને પ્રસંગે જ એ ફાયદાકારક જણાઈ હતી. ૧૮ ગુજરાતમાં જમીન-મહેસૂલને દર એકસરખો ન હતો, બીજા પ્રાંતની સરખામણીમાં એ વિશેષ હતો. રાધનપુરમાં ૧૯૩૫-૩૬ માં આ દર ખેડૂતદીઠ સરેરાશ રૂ. ૬ હત, વડોદરા રાજ્યમાં ૧૯૩૮-૩૯ માં આ દર રૂ. ૪.૭ હતે. જમીન-મહેસૂલ ઘટાડવા વડોદરા રાજ્યમાં આંદોલન થયું હતું અને રાજયને રૂ. ૨૦ લાખનું મહેસૂલ ઘટાડવા ફરજ પડી હતી. રાજપીપળા રાજ્યમાં ૧૯૩૪-૩૫ માં આ દર રૂ. ૪.૫ હો, સંતરામપુરામાં એ રૂ. ૨.૧ હતું, જ્યારે બ્રિટિશ જિલ્લાઓમાં
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy