SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક સ્થિતિ પુરવણી ૨૪૩ મારફતે આર્થિક સ્થિતિ સુધરતાં સુન્ની વહોરા જેવી કે પિતાના રીતરિવાજોમાં ઇસ્લામીપણું અપનાવી સૈયદે અને શેખના ઉચ્ચ દરજજા ધરાવવા લાગે છે. પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિના પ્રભાવ નીચે મુસ્લિમ સમાજમાં પશ્ચિમીકરણની પ્રક્રિયા પણ પ્રવેશતી રહી છે. આની અસર પિશામાં સવિશેષ વરતાય છે. શહેરમાં પડદાપ્રથાને રૂખસદ આપવામાં આવે છે કે ઘરની બહાર ચુસ્તપણે પાળવાનો આગ્રહ છોડી દેવામાં આવે છે. છતાં સેંધવું જોઈએ કે તલ્લાકની સહેલી છૂટને લીધે ઓરતોને થતા અન્યાય, સ્ત્રીઓની સામાજિક સ્થિતિ ઈત્યાદિ અનેક મહત્ત્વની બાબતમાં મુસ્લિમ સમાજ સુધારે અપનાવવામાં ઘણે રૂઢિચુસ્ત રહ્યો છે ને સુશિક્ષિત વર્ગમાં જૂજ વ્યક્તિઓ સુધારાની હિમાયત કરે છે તે મિયાબ નીવડતી નથી. ગુજરાતના ખ્રિસ્તી સમાજમાં આ કાલખંડ દરમ્યાન ખાસ પરિવંતન થયેલાં ભાગ્યેજ નજરે પડે છે. ધર્માતરિત ખ્રિસ્તીઓ પોતાના હિંદુ પૂર્વજોના પરંપરાગત રિવાજે જાળવે, બાળલગ્ન બારમું અને જ્ઞાતિવાદ ચાલુ રાખે, પરંપરાગત નામ ભાષા અને પિશાક જાળવી રાખે, ખ્રિસ્તી સ્ત્રીઓ માતા મેરીના નામના ગરબા ગાય વગેરે વલણ સામે સ્વભાવિક રીતે વધે લેવાતે નહિ. ખ્રિસ્તી મિશનરીઓ આંતર-જ્ઞાતીય લગ્નને ઉત્તેજન આપતા, છતાં ધમતરિત ખ્રિસ્તીઓમાં જ્ઞાતિવાદની દઢમૂલ ભાવના નાબૂદ થતી નહિ. અગાઉ ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ ખાસ કરીને હરિજનમાં કામિયાબ નીવડતી. હવે તેઓએ ભીલ જેવી જનજાતિઓમાં પણ ધમપ્રચાર કરવા માંડ્યો. દાહોદમાં ૧૯૨૩ માં ભીલ સેવામંડળ સ્થપાતાં તેઓની આ પ્રવૃત્તિ મંદ પડી. ઉપલી જ્ઞાતિઓની કેાઈ કેઈ નામાંકિત વ્યક્તિઓ પણ હવે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા લાગી. અગાઉ જેમ ભાવનગરના શ્રી મણિશંકર ભટ્ટ ખ્રિસ્તી ધર્મ અપનાવેલો તેમ ૧૯૧૮ માં રાજકેટના શ્રી મણિલાલ પારેખે આ ધમને અંગીકાર કર્યો. અલબત્ત તેઓ હિંદી ખ્રિસ્તીઓમાં મોટી સંખ્યા નીચલી જ્ઞાતિઓમાંથી આવેલા માણસની હેઈ ખ્રિસ્તી દેવળ કે ખ્રિસ્તી સમાજ સાથે ખાસ ભળતા નહિ. બીજી બાજુ વડોદરાના શ્રી ધનજીભાઈ ફકીરભાઈ ધર્મા તરિત ખ્રિસ્તીઓ સાથે મૈત્રીભર્યા સંબંધ રાખતા. ખ્રિસ્તી મિશનરીઓને મુખ્ય ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવાને છે, પરંતુ સાથે સાથે તેઓ શિક્ષણ, તબીબી સારવાર, છાત્રાલયે વગેરે સાર્વજનિક સામાજિક સેવાઓની પણ જોગવાઈ કરતા. સંવત ૧૯૫૬ (ઈ. સ. ૧૯૦૦) ના ભારે દુકાળ દરમ્યાન તેઓએ ઠેકઠેકાણે અનાથાશ્રમ કાઢેલા, જેમાં દાખલ થઈ ઊછરેલાં બાળકે હવે મેટાં થતાં સ્વાભાવિક રીતે ખ્રિસ્તી થયાં.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy