SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ આઝાદી પહેલાં અને પછી વધતું ગયું, સુખસગવડનાં અદ્યતન સાધનને ઉપગ વધતે રહ્યો ને પરિણામે જીવનનું, ખાસ કરીને ખર્ચનું, ધોરણ અતિશય વધતું રહ્યું. આથી કુટુંબમાં સ્ત્રીઓને કમાવાની જરૂર વધતી ગઈ. વળી તેઓમાં ઘર બહારના જીવનની અભિરુચિ ખીલતી ગઈ. સમાજમાં કાળા બજાર, લાંચરુશવત અને દાણચોરીનું પ્રમાણ વધતું ગયું. ઘેર ઘેર પાન-મસાલાનું વ્યસન પ્રત્યે ને ઉપલા વર્ગના નબીરાઓમાં ઈડાં માંસાહાર દારૂ અને જુગારના મોજશોખ શિષ્ટ ગણાવા લાગ્યા. એક બાજુ રાજયમાં કાનૂની દારૂબંધી ચાલુ રહી ને બીજી બાજુ ગેરકાયદેસર દારૂ અને લઠ્ઠાની બદી ફાલી ફૂલી. પ્રાચીન સંસ્કૃતિ વિસારે પડતી ગઈને અર્વાચીન સંસ્કૃતિની બોલબાલા પ્રવતી'. નવી પેઢીમાં સામાન્ય જ્ઞાન વધ્યું ને લલિત કલાઓમાં અભિરુચિ વધી, પરંતુ જીવનનાં મૂલ્યોમાં સદાચાર અને સ્વદેશાભિમાનની માત્રા ઘટતી ગઈ. ક્લબ ઉત્સવ મેળાવડાઓનું પ્રમાણ વધતું ગયું. લગ્નપ્રસંગમાં ધાર્મિક વિધિનું મહત્ત્વ ઘટયું ને સત્કાર-સમારંભ તથા ભજનસમારંભનું વધ્યું. ધાર્મિક વિધિથી થતાં લગ્નનીય ધણી ફરજિયાત થઈ સામાજિક પ્રસંગોમાં ખર્ચનું ધોરણ વધી ગયું. હિંદુ કાયદામાં અનેક સુધારાવધારા કરીને હિંદુ સમાજમાં સ્ત્રીઓ તથા દલિતોને થતા અન્યાય દૂર કરવા અંગે ઘણી જોગવાઈ કરાઈ, પરંતુ “મુસ્લિમ કાયદામાં ભાગ્યે જ સુધારાવધારા થયા. ગુજરાતના મુસ્લિમ સમાજમાં પરિવર્તનના ત્રણ પ્રવાહ પ્રવર્તે છે. અહીંના મુસ્લિમેની મોટી સંખ્યા સ્થાનિક હિંદુઓમાંથી ધર્માતર કરેલી હોઈ એમાંની ઘણી કોમે પિતાના મૂળ રીતરિવાજોને ઘણે અંશે વળગી રહેતી, પરંતુ ૨૦ મી સદીની વીસી અને ત્રીસી દરમ્યાન ઇસ્લામીકરણની પ્રક્રિયા પ્રબળ બની. પરિણામે દેશરિયત ધારો' પસાર થયું, જેણે રિવાજના કાયદાનું મહત્ત્વ મિટાવી મુસ્લિમ કાયદાનું વર્ચસ સ્થાપ્યું સામાન્ય રીતે અહીંના મુસ્લિમ ગુજરાતી બોલે છે ને ઉર્દૂ બેસે ત્યારે એ પણ ગુજરાતીની છાંટવાળી હોય છે, પરંતુ ઇસ્લામી ભાવનાની સભાનતા વધતાં હવે ઉર્દૂને માતૃભાષા માનવાનું વલણ વધતું ગયું, જોકે મુસ્લિમોને મટે વગ ઉર્દૂ બોલી જ જાણે છે. ઉર્દૂ કિતાબો મોટે ભાગે ગુજરાતી લિપિમાં છપાય છે. હવે ખોજાઓ જેવી કોમોમાં પણ બિન-ઈસ્લામી માન્યતાઓ અને રિવાજોનું પ્રમાણ ઘટતું જાય છે. એમનાઓ પણ મૌલવીઓના પ્રભાવ નીચે સુન્ની પંથ તરફ વળતા જાય છે. જન્મ લગ્ન અને અધરણીને લગતા રીતરિવાજોમાં હિંદુ રિવાજોને પ્રભાવ એકસરતે જાય છે. એમાં વિધવા-પુનર્લગ્ન છૂટાછેડા અને છોકરીને વારસાહક ખાસ બેંધપાત્ર છે. જાઓ વહોરાઓ અને મેમણ જેવી કેમેરામાં પિશાકનુંય ઇસ્લામીકરણ થયું છે. વેપારધંધા
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy