SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ આઝાદી પહેલાં અને પછી ટકા પુરુષ અને ૩.૨૮ ટકા સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં, જે વધીને ૧૯૬૧ માં ૪૧.૧૩ ટકા પુરુષો અને ૧૯.૧૦ ટકા સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવતાં થયાં. ગુજરાતમાં મોટા ભાગની જૈન સહિતની હિંદુ વસ્તી ઉપરાંત મુસલમાન પસાર ખ્રિસ્તી તથા કેટલીક તિરધમ કેમને વસવાટ જણાય છે. વસ્તીને મોટો ભાગ ગામડાંઓમાં રહેતા હોવા છતાં ઉત્તરોત્તર શહેરમાં વસ્તી વધતી જતી હતી. ઈ. સ. ૧૯૩૧ ની વસ્તીગણતરીના હેવાલ પ્રમાણે શહેરી વસ્તીમાં ૬૭.૦૦ ટકા હિંદુઓ, ૨.૭ ટકા જૈન, ૨૬.૮ ટકા મુસલમાન, ૧.૩ ટકા પારસી, ૧૫ ટકા ખ્રિસ્તી અને ૦.૦૭ ટકા અન્યધમી હતા.૪ ૧૯૬૧ ની વસ્તીગણતરીના આધારે ૮૮.૯૬ ટકા હિંદુઓ, ૧.૯૯ ટકા જૈન, ૮.૪૬ ટકા મુસલમાન, ૦.૪૪ ટકા ખ્રિસ્તી તેમજ બાકીનામાં બૌદ્ધ પારસીઓ તેમજ અન્યધમીઓને સમાવેશ થાય છે. ગુજરાતમાં બિનગુજરાતીઓનું પ્રમાણ ખાસ કરીને સ્વતંત્રતા પછીના સમયમાં વધ્યું છે. ૧૯૦૧ માં ૪.૫૮ લાખ બિનગુજરાતી હતા તે ૧૯૫૧ માં ૮.૯૫ લાખ અને ૧૯૬૧ માં ૧૩.૪૩ લાખ થયા. આ સર્વ આંકડાકીય માહિતી સમાજજીવનમાં આવેલા પરિવર્તનની કાંઈક અંશે ઝાંખી કરાવે છે, પરંતુ કેટલાક અન્ય પરિબળ પણ એ માટે જવાબદાર હતાં. ઈ. સ. ૧૯૧૫ માં ગાંધીજીનું સ્વદેશાગમન અને અમદાવાદમાં એમને થાયી નિવાસ, ખાસ કરીને ગુજરાત માટે, એક ધપાત્ર બિના છે. ગાંધીજીનું સ્વદેશી આંદોલન, મજૂરોના પ્રશ્નોમાં એમને રસ તથા એમને રચનાત્મક કાર્યક્રમ સામાજિક ક્રાંતિ લાવવા માટે બલપ્રદ પ્રદાન હતાં. ઔદ્યોગિકરણ તથા શહેરીકરણ, આધુનિક ન્યાયપદ્ધતિ, ઝડપી વાહનવ્યવહાર તથા સંચારનાં ઝડપી સાધને, ઉદ્યોગ અને વ્યવસાયને કારણે નવાં નવાં મંડળને ઉદ્ભવ અને એને લેકે પર પ્રભાવ, કેળવણીને વિકાસ અને એની સમાજજીવન ઉપર અસર, દેશવ્યાપી રાજકીય આંદોલન, સ્ત્રી–આંદોલન, જ્ઞાતિપ્રથાના જડ નિયમે સામે પ્રચાર વગેરે એવી સીધી યા આડકતરી અનેકવિધ અસર થઈ આ ઉપરાંત સ્ત્રીઓને સ્વાતંત્ર્ય-આંદોલનમાં ફાળો, દલિત તેમજ પછાત વર્ગોના કલ્યાણ માટે જાગૃતિ તથા એમને માટે બંધારણમાં ખાસ જોગવાઈઓ, સ્ત્રીઓના દરજજામાં ફેરફાર લાવતા કાનૂન, વ્યાવસાયિક તેમજ સ્વૈચ્છિક મંડળમાં તથા સરકારી ઑફિસમાં સ્ત્રીઓની વિસ્તરતી કામગીરી, સમાજવાદી સમાજરચનાના ખ્યાલ ઉપર રચાયેલી અનેક કલ્યાણજનાઓ તથા મહાગુજરાત–આંદોલન અને ૧૯૬૦ માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના ગુજરાતના સમાજજીવનને અસર કરતાં
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy