SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક સ્થિતિ ૨૦૬ જ્ઞાતિઓના વલણમાં છેડે ફેરફાર દેખાતો હતો. શહેરમાં વસતી બ્રહ્મક્ષત્રિય, ઔદીચ્ય બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, અનાવળા બ્રાહ્મણ, જૈન જેવી ઉચ્ચ જ્ઞાતિઓ તથા પાટીદાર જેવી કેટલીક આગળ પડતી જ્ઞાતિઓનાં મંડળ હતાં. આ મંડળ પરંપરાગત જ્ઞાતિમંડળે કે પંચ કરતાં જુદાં પડીને થેડુંક સુધારક વલણ અપનાવતાં થયાં હતાં, એમ છતાં જ્ઞાતિ મંડળ તથા જ્ઞાતિસંમેલનના ઠરાવો અને કાર્યક્રમે જોતાં જણાય છે કે તત્કાલીન સમાજમાં ઘણા ખરા કુરિવાજ ચાલુ હતા. હિંદુ સમાજમાં બાળલગ્ન અને વિધવા અંગેના પ્રશ્ન ગંભીર રીતે મેજૂદ હતા, એની સમસ્યાના ઉકેલ માટે કઈ રાજમાર્ગ મળ્યો જણાતું ન હતું. નર્મદયુગને યા હોમ કરીને પડો’ને જુસ્સે મંદ પડ્યો છતાં સુધારાને સાર ધીમે ધીમે સમાજમાં ફેલાવાની હવા જાણે પ્રસરી હતી. સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે ક્રાંતિકારી પગલાં કરતાં ધીરે ધીરે ફેરફાર કરવામાં પાંડિત્યયુગનું ડહાપણ સમાયેલું હેય એમ જણાતું હતું. સૌ-પ્રથમ ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૬૦ના સમયગાળામાં ગુજરાતના સમાજજીવનને સ્પર્શતી લાક્ષણિક આંકડાકીય માહિતી તથા સમાજમાં પરિવર્તન લાવતાં રાજકીય સામાજિક સાંસ્કૃતિક તથા અન્ય પરિબળોને ટૂંકમાં નિર્દેશ કરીશું. સને ૧૯૧૧ માં ગુજરાતની વસ્તી એક કરોડથી થોડી ઓછી હતી તે વધીને ૧૯૬૧ માં બે કરોડથી પણ થોડી વધારે થઈ. સમગ્ર દેશની સરખામણીમાં ગુજરાતમાં વસ્તી-વધારાને દર ઊંચે હતા. ૧૯૨૧ માં દર હજારે ૪૪૮ પુરુષ અને ૪૮૨ સ્ત્રી પરિણીત હતાં. ૧૯૬૧માં એ ઘટીને ૪૧૪ પુરુષ અને ૪૪૫ સ્ત્રી થયાં હતાં. આ સમય દરમ્યાન બાળલગ્નનું પ્રમાણ ઘટયું હશે એને આડકતરે પુરા આમાંથી મળે છે. સ્ત્રીઓ-પુરુષોની લગ્ન સમયે સરેરાશ ઉંમરમાં પણ વધારે જોવા મળે છે. ૧૯૬૧ માં પુરુષનું સરેરાશ લગ્નવય ૨૧.૩ વર્ષ અને સ્ત્રીનું સરેરાશ લગ્નવય ૧૭.૨ હતું. ગ્રામીણ વિસ્તારોમાં પુરુષનું આ વય ર૬ વર્ષ અને સ્ત્રીનું ૧૬.૮ વર્ષ, જ્યારે શહેરી વિસ્તારોમાં પુરુષનું લગ્નવય ૨૨.૯ વર્ષ અને સ્ત્રીનું ૧૮.૪ વર્ષ હતું. ૧૯૬૧માં સમગ્ર ભારતમાં પુરુષોનું સરેરાશ લગ્નવય ૨૧.૪ વર્ષ અને સ્ત્રીઓનું ૧૬.૧ વર્ષ હતું. આ આંકડા દર્શાવે છે કે બાળલગ્ન અટક્યાં હતાં અને ભારતની સ્ત્રીઓના સરેરાશ લગ્નવય સાથે સરખાવતાં ગુજરાતી સ્ત્રીઓનું લગ્નવય ઊંચું ગયું હતું. બાળલગ્નના ઘટવા સાથે અને લગ્નવયના વધવા સાથે અક્ષરજ્ઞાનમાં પણ ઉત્તરોત્તર વધારે થયે હતા; જેકે પુરુષો કરતાં સ્ત્રીઓ અક્ષરજ્ઞાનમાં પાછળ હતી. ૧૯૨૧ માં ૧૮
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy