SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યતંત્ર ૧૭૭ સમયે મુશ્કેલી ન પડે. ખેતીને મુખ્ય આધાર વરસાદ પર હતો. જમીન-મહેસૂલ માટે રાજ્યને મહાલમાં અને મહાલને ટપ્પા માં વહેંચી નાખવામાં આવતા. ન્યાયતંત્રની રચના અને સત્તામાં કંઈ ખાસ ફેર પડતો ન હતો. દીવાની ફોજદારી અને મજૂર અદાલતે ૧૯૧૪ પૂર્વે હતી એ પ્રમાણે જ કામ કરતી. નાનાં રાજ્યો પર “થાણદાર દીવાની અને ફોજદારી સત્તા ભોગવતા. મોટાં રાજ્ય પિતાના સ્ટેમ્પ પેપર, કેટફી-સ્ટેમ્પ અને રસીદ-સ્ટેમ્પને ઉપયોગ કરતા.૧૪ શિક્ષણનું મહત્ત્વ સમજાવા માંડયું હતું. લગભગ દરેક મેટા રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની શાળાઓ શરૂ થઈ. વડોદરા ભાવનગર અને રાજકોટ રાજ્યમાં કોલેજ પણ સ્થપાઈ. ઉચ્ચ શિક્ષણની શાળાઓ હોય ત્યાં વિવિધ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ માટે વિદ્યાથીભવન(બોર્ડિગે) પણ થયાં. ઘણાં ખરાં રાજ્યમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ રાજ્યના ખર્ચે નિઃશુલ્ક અપાતું. વડોદરા અને ગેંડળ જેવાં રએ પ્રકાશન પ્રવૃત્તિ પણ સારા પ્રમાણમાં કરી. વડોદરા રાજ્ય વિવિધ વિષય પર અનેક પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રગટ ક્ય. ગંડળ રાજ્ય ગુજરાતી જ્ઞાનકોશ(એન્સાઈકલોપીડિયા) જેવા “ભગવદ્ગોમંડલ કેશના ગ્રંથ પ્રકાશિત કર્યા. ગામડાંઓમાં ગુજરાતી શાળાઓનું પ્રમાણ વધ્યું. શહેરોમાં કન્યાશિક્ષણને વિકાસ થયો. રાજકોટ વઢવાણ લીંબડી ભાવનગર રિબંદર જૂનાગઢ વગેરે ઘણુંખરાં રાજ્યમાં રાજ્યના ખચે ચાલતાં પુસ્તકાલય અને વાચનાલય(સ્ટેટ લાયબ્રેરીઝ) અસ્તિત્વમાં આવ્યાં. રાજ્ય તરફથી રાજાનું જીવનચરિત્ર, પ્રવાસવર્ણન (જનલ), રજનીશી(ડાયરી), રજતજયંતી કે સુવર્ણ જયંતીના વિસ્તૃત સચિત્ર અહેવાલે તથા ચારણું અને ધાર્મિક સાહિત્યનાં પુસ્તક પ્રસિદ્ધ થતાં. રાજ્યના વાર્ષિક વહીવટી અહેવાલ અંગ્રેજીમાં અને દરબારી ગેઝેટ ગુજરાતીમાં પ્રસિદ્ધ થતાં. રાજ્યના કાયદાઓ, નિયમ, ઠરાવો અને પરિપત્રોની માહિતી આપતી ડિરેકટરીઓ પણ પ્રસિદ્ધ થતી. ઔષધાલય અને આરોગ્યની પ્રવૃત્તિઓને વિકાસ થયો. મેટાં રાજ્યનાં મુખ્ય મથકેમાં રાજ્યના ખર્ચે વિશાળ હોસ્પિટલે બંધાઈ રાજ્ય તરફથી નિ:શુક અથવા બહુ જૂજ ખચે દવાઓ ઇજેશને તથા ઑપરેશનની સગવડ અપાતી. મેટાં ગામમાં પણ દવાખાનાં સ્થપાયાં. મેટાં શહેરોમાં પ્રસૂતિગૃહ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy