SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી ડિસ્ટ્રિકટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની મદદમાં બે ઇન્સ્પેકટર હતા. કુલ ૧૧ પેાલીસ–સ્ટેશન હતાં. નવ સબસિડિયરી જેલ અને નવ લોક-અપ હતાં.૧૨ ૧૭૬ (આ) દેશી રાજ્યામાં (૧૯૧૪ થી ૧૯૪૭) દેશી રાજ્યામાં ઈ. સ. ૧૯૧૪ પહેલાં વહીવટીત ત્રનુ જે માળખું હતુ તે જ માળખું થેાડા ગૌણ ફેરફારો સાથે ઈ. સ. ૧૯૪૭ સુધી ચાલુ રહ્યું. અ ંગ્રેજ સરકારની સર્વોપરિ—સત્તા (Paramount Power) નીચે દેશી રાજ્યો આંતરિક વહીવટની રાત્તા ભાગવતાં હતાં. જો જરૂર પડે તે અંગ્રેજ સરકાર આંતરિક હીવટમાં પણુ દરમ્યાનગીરી કરી શકતી. આ સમયના લગભગ બધા રાજવીએએ રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ લીધું હતું તથા યુરોપઅમેરિકાની મુલાકાતે! લીધી હતી. આની અસર વહીવટ પર પડી હતી. રાજાએ અંગ્રેજી શિક્ષણૢ તથા સંસ્કારથી રંગાયેલા હતા. અંગ્રેજી ભાષા રીતભાત અને રહેણીકરણીની એમના પર જબરી અસર હતી. રાજ્યનાં ક્ક્ષા અને વિસ્તાર પ્રમાણે રાજા સત્તા ભોગવતા. મેટાં રાજ્યના રાજવીએ નરેદ્રમ’ડળ(Chamber of Princes)ના સભ્ય હતા. આ મ`ડળની સ્થાપના દિલ્હીમાં ઈ. સ. ૧૯૨૧ માં થઈ હતી. દર વર્ષે એની સભાએ મળતી, રાજ્યના વહીવટીત ંત્રના વડા તરીકે મુખ્ય કારભારી અથવા દીવાન હતા. કાર્ડિયાવાડમાં મુખ્ય કારભારીઓનું એક મંડળ હતું અને દર વર્ષે એની સભા પણ મળતી. અંગ્રેજ સરકાર આ મઢળેા પર દેખરેખ અને અકુશ રાખતી. વિવિધ ખાતાં પ્રથમ વષઁનાં રાજ્યામાં લશ્કર રાખવામાં આવતું, પરંતુ રાજ્યો વચ્ચેની લડાઈઓ અને બળવા હુવે અદૃશ્ય થયાં હતાં. તેથી એને ઉપયોગ ભાગ્યેજ કરવા પડતા. પોલીસ-ખાતુ કાય અને વ્યવસ્થા જાળવતું. દરેક રાજ્યમાં અલગ અલગ પે ીસ-ગવેશ રહેતે. રાજ્યામાં ચી અને લૂટફાટનું પ્રમાણુ એવુ હતુ. પરંતુ કેટલાંક રાજ્યામાં બહારવટિયાને ત્રાસ રહેતા દરેક રાજ્ય જમીન-મહેસૂલ રાકડામાં અથવા અનાજમાં પોતાની અનુકૂળતા પ્રમાણે ઉધરાવતુ. પડતર જમીનને ખેતી નીચે લાવી, સિ ંચાઈની સગવડ વધારી અથવા ખેડૂતાને ઓછા વ્યાજે લેન આપી ખેતીનું વાર્ષિ ક ઉત્પાદન વધારવાના પ્રયાસ થયા. ખેડૂતને શાહુકારાના શાષણમાંથી છેડાવવા અને ઓછા વ્યાજે લોન આપવા વાંકાનેર લીંબડી વગેરે રાજ્યોમાં ખેડૂત સહકારી બૅન્ક સ્થાપવામાં આવી.૧૩ ઘાસચારાના સંગ્રહને પ્રોત્સાહન આપવામાં આવતું, જેથી દુષ્કાળ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy