SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી રાજ્ય ૧૧૭ ૧૯૪૭ માં જૂનાગઢના નવાબે ભારત સાથે ન જોડાતાં પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો તેથી સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશમાં ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢ રાજ્યની વસ્તીના ૮૨ ટકા લેકે હિંદુ હતા, છતાં જૂનાગઢના નવાબે પિતે મુસિલમ હેવાથી પ્રજામતને અવગણીને કૃત્રિમ અને તરંગી રીતે પાકિસ્તાન સાથે રાજકીય જોડાણ કરવાનું પયંત્ર એના મુસ્લિમ અમલદારોની સલાહ પ્રમાણે ગોઠવ્યું હતું. જૂનાગઢમાંથી લેકની હિજરત શરૂ તે થઈ છતાં જૂનાગઢની મેટી હવેલીના ગો. શ્રી પુરુષોત્તમલાલજીએ અડગ થઈ ભારે પરેશાની વચ્ચે પણ જૂનાગઢ છોડયું નહિ, એને લીધે મોટા ભાગની હિંદુ વસ્તી હજી જૂનાગઢમાં ટકી રહી હતી. એ ખરું કે એ સમયે જૂનાગઢ શહેરમાં માથાભારે સંધીઓ અને કોમવાદી તત્વોને છૂટો દોર આપવામાં આવ્યો હતો અને કાયદે તથા વ્યવસ્થા ભાંગી પડ્યાં હતાં. આ વખતે કાઠિયાવાડ રાજકીય પરિષદે સંરક્ષણ સમિતિ નીમી આર્થિક પ્રતિબંધ લાદ્યા હતા. સપ્ટેમ્બરમાં મુંબઈમાં જૂનાગઢના પ્રશ્નની ચર્ચા કરવા એક સભા મળી અને એણે જૂનાગઢનાં પ્રજાજનેની આરઝી હકૂમત સ્થાપવા નિર્ણય લીધો. આરઝી હકૂમતના સરનશીન શામળદાસ ગાંધી ઉપરાંત રતુભાઈ અદાણી, રસિકલાલ પરીખ વગેરે આરઝી હકૂમત સાથે જોડાયા હતા. રતુભાઈના નેતૃત્વ નીચે આરઝી હકૂમતના સૈનિકોએ રાજકોટને ઉતારો અને ભેસાણ મહાલનાં અમરાપર વગેરે ગામોને કબજે લીધું હતું. ત્યારબાદ આ સૈનિકે એ નવાગઢ કુતિયાણું વગેરે સ્થળ કબજે કર્યા હતાં. બીજી તરફ માંગરોળ બાબરિયાવાડ અને માણાવદરની પ્રજાના રક્ષણ અથે ભારત સરકારે બ્રિગેડિયર ગુરુદયાલસિંહના સેનાપતિપણા નીચે લરકર મોકલી ઉપર્યુક્ત પ્રદેશને કબજે લીધે હતે. રાજ્યની કસ્ટમ રેલવે વગેરેની આવક ઘટી જતાં નવાબને ખરી સ્થિતિને ખ્યાલ આવ્યો અને કટોબરના અંતમાં રાજ્યની રોકડ રકમ જરઝવેરાત બેગમ અને કૂતરાઓ સાથે એ કરાંચી નાસી ગયા. પરિસ્થિતિ વધુ વણસતાં દીવાન શાહનવાઝ ભૂતાએ લોકેની ઈચ્છા જાણુને ભારતીય સંઘની શરણાગતિ સ્વીકારી અને પિતે આગલે દિવસે કેશોદથી વિમાન માર્ગે પાકિસ્તાન ચાલ્યો ગયો. ફેબ્રુઆરી, ૧૯૪૮ માં ભારત સાથેના જોડાણ અંગે મતદાન લેવામાં જૂનાગઢ રાજ્ય ભારતસંધ સાથે જોડાયું અને ગુજરાત કોમી દાવાનળમાંથી બચી ગયું. થડે વખત શામળદાસ ગાંધી વગેરેએ જૂનાગઢ રાજ્યને વહીવટ કર્યો, પણ પાછળથી લેકેની ઈચ્છા પ્રમાણે સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં જૂનાગઢ એમાં જોડાયું હતું.૧૮
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy