SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧} આઝાદી પહેલાં અને પછી (૧૦) જૂનાગઢ મહાબતખાન ૩જા (રાજત્વ ૧૯૨૦–૧૯૪૮) મહાબતખાન ૩ જાએ ૧૯૨૦ માં સત્તા સંભાળી હતી. ગાદીએ બેઠા પછી નવાએ એમના રાજ્યમાં કેટલાક સુધારા દાખલ કર્યાં હતા. કારોબારને ન્યાયથી અલગ કરવામાં આવ્યા હતા. સને ૧૯૩૩ માં જૂનાગઢ અને વેરાવળમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવી હતી. પેાલીસ-પટેલ અને ગ્રામપંચાયતના સભ્યાની ચૂંટણીથી પસ ંદગી થતી હતી. જૂનાગઢના લોકોનો મુખ્ય ધધો ખેતી હતા. ખેતી-સુધારણા માટે પ્રાયેાગિક ખેતીવાડી-ફાર્મા શરૂ કરેલ અને શેરડી રૂ તેલીબિયાં બાજરી જુવાર અને ઘઉંનુ સુધારેલ બિયારણ ખેડૂતો વાપરે એ માટે પ્રયત્ના કર્યા હતા. સૂકી ખેતી, શાકભાજી, ફળા અને તેલીબિયાં માટેનાં ફામ' ઉપરાંત મરઘા-ઉછેર કેંદ્ર, ધાડા-ઘેટાંની જાત સુધારવા માટેનાં સ ંશોધન-કેંદ્ર રાજ્યે શરૂ કર્યા હતાં. આ ઉપરાંત કેરીનું પ્રદર્શન, પશુપ્રદર્શ`ન વગેરે ચાજીને ફળઝાડ ઉગાડવાની પ્રવૃત્તિને તથા પશુઉછેર-પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યુ હતુ. ૧૯૩૪-૩૫ માં ખેડૂતની દેવાદાર સ્થિતિની તપાસ કર્યાં પછી ખેડૂત-સ ંરક્ષણ ધારો ઘડાયા હતા. સને ૧૯૧૮-૩૭ દરમ્યાન જૂનાગઢ રાજ્યની અંદર આવેલ રેલવે-લાઇન શરૂ કરાઈ હતી. વેરાવળના બંદરને રૂ. પ લાખ ખચી'ને અદ્યતન બનાવાયું હતુ. રાજ્યમાં એક કોલેજ, ત્રણ હાઈસ્કૂલ, સાત મિડલસ્કૂલ અને ૧૧૪ પ્રાથમિક શાળા ૧૯૪૪–૪૫ માં હતી. મુસ્લિમ કન્યાઓ માટે ઝનાના-સ્કૂલ હતી. ભારતવર્ષીના સૌ કોઈ મુસ્લિમાને કાલેજ સુધી મફત શિક્ષણ ને શિષ્યવૃત્તિ અપાતાં હતાં. ૧૯૨૪ માં નવાએ એમના મિત્ર મહુમદભાઈ શેખને દીવાન તરીકે નીમ્યા હતા. ૧૯૨૯-૩૦ દરમ્યાન ઊનામાં હિંદુ-મુસ્લિમ તાફાન થયાં હતાં. ગુપ્તપ્રયાગના તીથ ધામમાં અરને કારણે તોફાન થયાં હતાં. આ કારણે દીવાન મહમદભાઈ ને પોતાની દીવાનગીરી ૧૯૩૨ માં ડવી પડી હતી અને નવાબને રાજ્ય બહાર છ માસ રહેવું પડયું હતુ . અંગ્રેજ દીવાન કૅડલે સખ્ત હાથે આ તફાન દબાવી દીધાં હતાં. આ પ્રકરણને કારણે રાજ્યનું તંત્ર ખોરવાઈ ગયું હતુ. સને ૧૯૩૨ માં વંથળી અને કેશાદમાં કેામી તેાફાન થયાં હતાં. દીવાન કૅડલ એપ્રિલ, ૧૯૩૫ સુધી જૂનાગઢમાં રહ્યો હતા. ત્યારબાદ મિ. ૉન્ટિથ ૧-૮-૧૯૩૮ સુધી રહ્યો હતા. છેવટમાં શાહનવાઝ ભૂતાએ ૧૯૪૭ સુધી જૂનાગઢ રાજ્યનું તંત્ર સંભાળ્યું હતું . ૧૭
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy