SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી પસાર કરતાં ખેડૂતની સ્થિતિ સુધરી હતી. સત્યાગ્રહ દરમ્યાન જેની જમીન જપ્ત થઈ હતી તે મૂળ ખેડૂતને પાછી અપાવી હતી. કામદાર-પ્રવૃત્તિ વગ મેળના સિદ્ધાંતને અનુસરતાં મજૂર મહાજન સંઘની સ્થાપના ૧૯૧૮-૧૯ ની મિલકામદારોની મેઘવારીની લડત પછી ૧૯૨૦માં થઈ હતી. અમદાવાદ ઉપરાંત આ સંઘની વડોદરા કલેલ સિદ્ધપુર નડિયાદ સુરત બીલીમોરા ભાવનગર વગેરે શહેરમાં શાખા છે. અનસૂયાબહેન તથા શંકરલાલ બૅન્કરે એની સ્થાપનામાં રસ લીધો હતો. ગાંધી સેવાસંઘની પુરી ખાતેની બેઠકમાં ગાંધી મજર સમિતિ' નિમાઈ હતી અને એનું કાર્યાલય અમદાવાદ ખાતે હતું. ૧૯૪૭ બાદ “હિંદી રાષ્ટ્રિય મજૂર સંઘ (ઈન્દુક)ની સ્થાપના થઈ હતી. ગુલઝારીલાલ નંદા, શ્યામપ્રસાદ વસાવડા, દિનકર મહેતા, રણછોડભાઈ પટેલ, હરિભાઈ દેસાઈ વગેરેને આ પ્રવૃત્તિમાં વિશેષ ફાળો છે. ૧૦ ઈદુલાલ યાજ્ઞિક તથા દિનકર મહેતાએ ગુમાસ્તાઓ ભંગીઓ કામદારો અને શહેરી વિસ્તારના મકાન–ભાડૂતોના પ્રશ્ન હલ કરવામાં ૧૯૩૩–૩૮ દરમ્યાન સારો રસ લીધો હતો." યુવાસંઘ અને વિદ્યાથી મંડળ ગાંધીજીના આગમન પૂર્વે મોતીભાઈ અમીનની પ્રેરણાથી ચરોતરના રાષ્ટ્રવાદી યુવકે એ સંગઠિત થઈને ૧૯૦૫ માં સ્વદેશી ચળવળને આગળ ધપાવી હતી. જ્ઞાનક્ષેત્રે “ચરોતર કેળવણી મંડળ” દ્વારા તેઓ પ્રગતિ સાધતા અને ૧૯૧૭ માં ખેડા અને હોમરૂલ ચળવળમાં મોખરે રહ્યા હતા. ૧૨ ૧૯૨૧ માં રાજકોટમાં યુવક સંમેલન થયું હતું. ૧૯૨૮-૨૯ બાદ અમદાવાદમાં અને સુરતમાં રોહિત મહેતા, જીવણલાલ ચાંપાનેરિયા, સ્નેહરશ્ચિમ અને ઉમાશંકર, હિતેંદ્ર દેસાઈ, જયંતી દલાલ વગેરેએ આ પ્રવૃત્તિ આગળ ધપાવી હતી. ૧૩ કમળાશંકર પંડ્યાની આગેવાની નીચે સમાજવાદી પક્ષે ગુજરાત યુવક મધ્યસ્થ સંઘની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્રમાં વજુભાઈ શુક્લે આ પ્રવૃત્તિને આવકારી હતી.૧૪ અક્ષય દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ વગેરે “તિ મંડળ’ના આશ્રયે અભ્યાસવર્તુળની પ્રવૃત્તિ ચલાવતા હતા.૧૫ ગુજરાતના ઉદ્દામવાદી યુવકની સભા ખાડિયામાં કે. ટી. દેસાઈના ભારતી વિદ્યાલયમાં મળી હતી. ચંદ્રકાંત દડ, સૂર્યદત્ત ભટ્ટ, નીરુ દેસાઈ અને વજુભાઈ શાહે ગાંધીજીના કાર્યક્રમને અપનાવવા અને આઝાદીના સંગ્રામમાં ભાગ લેવા યુવકોને અનુરોધ કર્યો હતે.૧૪ ૪-૭-૩૬ ના રોજ અમદાવાદમાં કાઠિયાવાડ યુવકનું સંમેલન મળ્યું હતું તેમાં નીરુ દેસાઈએ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy