SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ રચનાત્મક પ્રવૃત્તિઓ ૯૭ દરમ્યાન દારૂ-તાડીનાં પીઠાઓ ઉપર પિકેટિંગ કરાયું હતું. કસ્તૂરબા અને મીઠુબહેન પિટીટે ૧,૨૦૦ સ્વયંસેવિકાઓની ભરતી કરી હતી. દારૂ-નિષેધપ્રવૃત્તિનું શરૂઆતમાં સુરત અને પછી મરોલી કેદ્ર બન્યું હતું. ૧૯૩૭ માં કોંગ્રેસ પક્ષ સત્તારૂઢ થતાં એણે સમગ્ર મુંબઈ ઈલાકામાં દારૂબંધી દાખલ કરી હતી અને રૂ. આઠ-નવ કરોડ રૂપિયાની આવક જતી કરી હતી. નઈ તાલીમ સુરત જિલ્લાના વાલેડ અને બારડોલી તાલુકાઓના કેંકિત વિસ્તારમાં અને તારગામ વાંઝણ મેર અને મટવાડની ટી શાળાઓ મળીને કુલ ૨૧ શાળાઓમાં ઉદ્યોગ સમૂહજીવન વગેરેને સ્થાન આપી નઈ તાલીમને પ્રયોગ શરૂ કરાયું હતું. કોંગ્રેસ પ્રધાનમંડળના રાજીનામા બાદ એ પૈકી ફક્ત નવ શાળા ચાલુ રહી હતી, પણું ૧૯૪૬ માં કોંગ્રેસ સત્તા ઉપર આવતાં આ શાળાઓની સંખ્યા વધી હતી. ગાંધીજીએ વર્ધામાં ઝાકીરહુસેનના પ્રમુખપણ નીચે કેળવણીકારોને બોલાવી આખી જના સ્પષ્ટ કરી હતી. માતૃભાષા રાષ્ટ્રભાષા અને ઉદ્યોગને અભ્યાસક્રમમાં પ્રથમ સ્થાન અપાયું હતું. શ્રમને મહિમા વધારાયો હતે. ઈદુલાલે સરઘા ઉદવાડા ખડકી પ્રતાપનગર વગેરે સ્થળોએ છાત્રાવાસવાળી આશ્રમશાળાઓ પછાત વર્ગ માટે શરૂ કરી હતી. દિદરડામાં ઠાકોર કોમના બાળકો માટે ડે. સુમતે શાળા શરૂ કરી હતી. કિસાન-પ્રવૃત્તિ ખેડા અને બારડોલીમાં મહેસૂલમાં વધારો થતાં કોંગ્રેસે આંદોલન કરી એમાં ઘટાડે કરાવ્યું હતું. ઇંદુલાલ યાજ્ઞિક તથા સામ્યવાદી કાર્યકરોએ દાવેદ-ઝાલેદ, રાજપીપળા રાજ્ય, માતર તાલુકા, સોનગઢ વ્યારા માંડવી અને માંગરોળ તાલુકાઓમાં, અમદાવાદ જિલ્લામાં અને ખેડા જિલ્લામાં તથા રાધનપુર લુણાવાડા પાલનપુર માણસા ઈડર ઐરાલ દેવગઢબારિયા સચીન વિઠ્ઠલગઢ વડોદરા વગેરે દેશી રાજ્યમાં અર્ધો ભાગ લેવાની પ્રથા, ખેડૂતોના દેવાં, મહેસૂલવધારે, વેઠનાબૂદી તથા હાળીપ્રથા અંગે આંદોલન કર્યા હતાં. મીરાખેડી માતર લીમડી ગુસર માંડવી સંખેડા–મેવાસનાં ગામે વગેરે સ્થળે કિસાન સંમેલને એમની સ્થિતિ સુધારવા પ્રયાસ થયા હતા. કેંગ્રેસના હરિપુરા અધિવેશન વખતે વિરાટ કિસાન-સરઘસ કાઢી કોંગ્રેસનું આ પ્રશ્ન તરફ ધ્યાન દોર્યુ હતું. કમળાશંકર પંડ્યા, ઈદુલાલ યાજ્ઞિક, દિનકર મહેતા, ડો. સુમંત મહેતા, ડી. જી. પાંગારકર વગેરે આ પ્રવૃત્તિના પ્રણેતા હતા. ૧૯૩૭ માં કોંગ્રેસે ગણેતધારે તથા ઋણ–રાહતધારે
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy