SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી તથા સાંપ્રત રાજકીય પ્રશ્નો વિશે માહિતગાર કરતા હતા. આ કામદારોમાંથી જ મગનભાઈ પટેલ, અબ્દુલહક વગેરે કામદાર નેતાઓ તૈયાર થયા હતા. આ ઉપરાંત કામદારોની વસવાટની ચાલીઓમાં અભ્યાસવતુળની પ્રવૃત્તિ ચલાવતા હતા.૩૨ કામદારો ઉપરાંત શાહપુરના હરિજનવાસ અને વાઘરીવાસમાં અભ્યાસવર્તુળ વ્યાયામપ્રવૃત્તિ વગેરે પણ સામ્યવાદીઓ કરતા હતા. સામ્યવાદીઓ સમાજવાદીઓની સાથે રહીને સુરત જિલ્લાના કિસાનોમાં અને વિદ્યાથીઓમાં અભ્યાસવા અને ચર્ચાસભાઓ ગોઠવીને કામ કરતા હતા.૩૩ ૧૯૩૬ માં શેરથા મુકામે સુમંત મહેતાના આશ્રમમાં સામ્યવાદીઓએ અભ્યાસ–શિબિર યોજી હતી. આ શિબિરમાં વૈજ્ઞાનિક સમાજવાદના મૂળભૂત સિદ્ધાંતની સમજ અપાઈ હતી.૩૪ ૧૯૩૬ માં કેંગ્રેસ પક્ષે ચૂંટણીમાં ભાગ લેવા નિર્ણય કર્યો હતો અને ત્યાર બાદ પ્રધાનપદ સ્વીકાર્યું હતું એને સામ્યવાદીઓએ વિરોધ કર્યો હતે.૩૫ લાખની ગ્રેસમાં કિસાનના પ્રશ્નને ઉપસ્થિત કરવામાં સફળતા મળી હતી. આ અધિવેશન પ્રસંગે સમાજવાદી અને સામ્યવાદી પક્ષ દ્વારા કામદાર કિસાન વિદ્યાથી વગેરે પ્રવૃત્તિઓમાં સહકારથી કામ કરવા નિર્ણય લેવાયો હતો. ૧૯૩૮ માં લાહેર કોંગ્રેસ સમાજવાદી પક્ષના અધિવેશન વખતે પક્ષના કાર્યકરો વચ્ચે મુકાબલાની સ્થિતિ ઉપસ્થિત થઈ હતી. ગુજરાતમાં આ વૈચારિક અથડામણને પડઘા પડ્યો હતો. નીરુ દેસાઈ વગેરે એ સામ્યવાદી પક્ષમાંથી છૂટા થયા હતા. ૧૯૩૮ માં અમદાવાદમાં રૉયવાદીઓનું સંમેલન થયું હતું. એઓને સામ્યવાદીઓએ વિરોધ કર્યો હતે. સમાજવાદીઓ અને સામ્યવાદીઓ મતભેદો હોવા છતાં કામદાર-પ્રવૃત્તિ સહકારથી કરતા હતા.૩૭ એમ છતાં ગુજરાતમાં જિદ્ર મહેતા, નીરુ દેસાઈ જયંતી દલાલ વગેરે સામ્યવાદવિરોધી બની ગયા હતા. ચંદ્રવદન શુક્લ અને ગોરધન પટેલ ટ્રદ્ધીવાદી હતા.૩૦ ૧–૯–૩૯ ના રોજ બીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં આ લડાઈ બંને સામ્રાજ્યવાદીઓ વચ્ચેની હેઈને સામ્યવાદીઓએ બ્રિટનને સહકાર ન આપવાની નીતિ અપનાવી હતી. આ કારણે સામ્યવાદીઓની ધરપકડની શરૂઆત થઈ હતી અને દિનકર મહેતા વગેરે ભૂગર્ભમાં રહીને પક્ષની પ્રવૃત્તિ કરતા હતા. રેયવાદીઓએ લેકલહતની વાત આગળ કરી બ્રિટનતરફી નીતિ અપનાવી હતી.૩૮ સામ્યવાદીએની અસર સુરત વડેદરા રાજકોટ ભાવનગર ગોધરા બેરસદ નડિયાદ વગેરે સ્થળોએ હતી. માંગરોળ અને માંડવીના આદિવાસીઓમાં એઓ સયિ હતા. રાજકોટના સત્યાગ્રહ વખતે સામ્યવાદી પક્ષે એને ટેકે આયે હતે. સામ્યવાદ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy