SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નવા રાજકીય પક્ષ સરણીથી આકર્ષાયા હતા. ૧૯૨૨-૨૪ દરમ્યાન એમણે કામદાર-પ્રવૃત્તિ શરૂ કરી હતી. ૧૯૨૪ માં કૉમિન્ટન" (કોમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલ)નાં અંકુશ અને દેરવણી નીચે અને મોટે ભાગે અમેરિકન અને બ્રિટિશ સામ્યવાદીઓના માગ દશ`ન દ્વારા ભારતમાં સામ્યવાદી ચળવળની શરૂઆત થઈ હતી. ગુજરાતના પારસી શાપુરજી સકલાતવાળા લન્ડનની એમની સારી નોકરી છોડીને આ પક્ષમાં જોડાયા હતા. માનવેદ્રરાય તે રશિયન પોલિટબ્યૂરોના સભ્ય તરીકે ચીનમાં સલાહકાર તરીકે કામ કરતા હતા. ભારતમાં સામ્યવાદી પક્ષની સ્થાપના ૧૯૨૫ માં થઈ હતી.૨૯ ८७ કોંગ્રેસ તથા ગાંધીજી અને સરદારની પ્રબળ અસરને કારણે સામ્યવાદની અસર અમદાવાદ વડોદરા સુરત વગેરે શહેર પૂરતી મર્યાદિત રહી હતી અને મજૂરામાં અને કિસાનામાં અમુક અંશે એમણે પગદંડો જમાવ્યો હતા. સમાજવાદીએ સાથે રહીને ૧૯૩૫ સુધી સામ્યવાદીએ “ગાંધી લુચ્ચા સુધારાવાદી છે અને લેાકલાગણીને આડે માગે ચડાવી દેવા માટે અંગ્રેજ શાહીવાદીઓનું સાધન છે” એવા પ્રચાર કરતા હતા, પરંતુ ૧૯૩૫ પછી રાષ્ટ્રવાદી તથા શાહીવાદવિરોધી બળા સાથે સંયુક્ત મારા સ્થાપવાની નીતિ રશિયાએ અપનાવતાં ગુજરાતમાં પણ સામ્યવાદી કોંગ્રેસ સમાજવાદી પક્ષમાં જોડાઈ ગયા હતા.૩૦ ગુજરાતમાં રÈાડ પટેલ, હરિપ્રસાદ દેસાઈ વગેરે સક્રિય કાર્યાંકરા હતા. મુંબઈથી ભારદ્રાજ, જલાલુદ્દીન મુખારી વગેરે આવીને માગદશન આપતા હતા. તા. ૩૧-૧૨-૧૯૩૩ નારાજ ગુજરાતના સામ્યવાદી પક્ષની સ્થાપના કરવામાં આવી હતી. એએ ગુપ્ત રીતે રાત્રિવર્ગો અને અભ્યાસવતુ ળમાં રશિયાની સિદ્ધિ, માસ અને એ ંગલ્સના મેનિફેસ્ટો અને રશિયન નેતાનાં જીવનચરિત્રોની ચર્ચા દ્વારા સામ્યવાદી વિચારસરણીને ફેલાવા કરતા હતા. એમની પ્રવૃત્તિ માટે ભાગે ગુપ્ત રીતે ચાલતી હતી. ૧૯૩૪ માં ભારત સરકારે સામ્યવાદી પક્ષ અને લાલ વાવટા કામદાર મંડળ સહિત નવ પક્ષા ઉપર પ્રતિબંધ મૂકો હતા તેથી કોંગ્રેસ સમાજવાદી પક્ષમાં જોડાઈ ને તેઓ અંગ્રેજી શાસનની ઝાટકણી કાઢવામાં અને એમની સામેની લડતમાં ભાગ લેતા હતા. દિનકર મહેતા ગુજરાતી સામ્યવાદી પક્ષના કામચલાઉ મંત્રી પણ હતા. કામેશ્વરરાવ નામના તેલુગુ જુવાન અમદાવાદ ખાતે રહી સામ્યવાદી સાહિત્ય લાવવાનું કાય` સંભાળતા હતા.૩૧ ૧૯૩૫ ના ઑગસ્ટ માસમાં નવા કામદાર યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી અને એનું જોડાણ અખિલ હિંદ ટ્રેડ–યુનિયન કૅૉંગ્રેસ સાથે યુ હતુ. રણછોડ પટેલ, દિનકર મહેતા વગેરે સાંજે મિલે છૂટવાના સમયે હાથમાં લાલ વાવટો લઈને મિલના ઝાંપે કે નજીક મજૂર–સભા ભરતા હતા અને એમને મૂડીવાદીશાષણ, કામદારોની સ્થિતિ, મજૂર મહાજનની કામદાર-વિરોધી નીતિ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy