SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ-સંપક પાછળથી મુઘલ બાદશાહે ફરમાન બહાર પાડી અ ગ્રેજોને સુરતના કિલ્લા પરનો અધિકાર માન્ય રાખે (૪-૯-૧૭૫૮). હવે સુરતમાં મુઘલેના નવાબ (ગવર્નર) તરીકે મિયાં અચ્ચનને અને અંગ્રેજોને એમ બેવડો વહીવટ સ્થપાયે. આ વહીવટ ૪૦ વર્ષો સુધી (અર્થાત્ ઈ. સ. ૧૮૦૦ સુધી) ચાલ્યો. સુરતને કિલ્લો સર થયા પછી સુરત શહેરની મહેસૂલી ઊપજ અંગ્રેજો નવાબ અને મરાઠાઓ વચ્ચે વહેચાવા લાગી; જેકે કિલાના તથા મુઘલ કાફલાના વહીવટ માટે અંગ્રેજોએ મરાઠાઓને તાબે રહેલાં અંકલેશ્વર ટૅબા તથા બાલેસર પરગણાં અને વરિયાવ કસબાની મહેસૂલ ઉઘરાવવાના હકક લઈ લીધા. આ પ્રદેશ માંથી વાર્ષિક રૂ. ૫૪,૦૦૦ની મહેસૂલી આવક થતી હતી.” સુરતમાં વલંદાઓએ સીદીઓની મદદથી અંગ્રેજો અને નવાબને હાંકી કાઢીને સત્તા પિતાના હાથમાં લેવા પ્રયત્ન કર્યો, પણ એમાં તેઓ ફાવ્યા નહિ. નવાબ મિયાં અને વલંદાઓની કેડી જમીનદોસ્ત કરી નાખી અને એમને શહેર છોડીને વલંદાબંદર નામે ઓળખાતી એમની જૂની કઠીમાં જવાની ફરજ પાડી. ધીમે ધીમે વલંદાઓને સુરતને વેપાર તૂટતો ગયે અને ઈ. સ. ૧૭૮૦ સુધીમાં એમનું સુરતમાંનું અસ્તિત્વ નગણ્ય બની રહ્યું પાણીપતના મેદાનમાં પરાજિત થયા પછી મરાઠાઓની પ્રતિષ્ઠા ઘટી હતી. અંગ્રેજો આને લાભ ઉઠાવવા પ્રયત્નશીલ બન્યા ને તેઓએ મરાઠાઓના આંતર વિખવાદમાં ભાગ લઈ બને તેટલે લાભ લેવાની નીતિ અખત્યાર કરી. પેશવા બાલાજી બાજીરાવનું અવસાન થતાં (૧૨-૬-૧૭૬૧) માધવરાવ ૧ લે પેશવા બન્યા ત્યારે નિઝામ તરફથી મરાઠા પ્રદેશ પર થયેલા આક્રમણ વખતે અંગ્રેજો પાસેથી તપખાનાની લશ્કરી મદદ મેળવવાના બદલામાં કંપનીને જંબુસરનું ફળદ્રુપ પરગણું આપવાની દરખાસ્ત પેશવાના વાલી રઘુનાથરાવે ( રાબાએ) કરી; જોકે કંપનીના મુંબઈના અધિકારીઓને આ પ્રદેશ કરતાં મુંબઈના બારામાં આવેલ સાલસેટ વસઈનગર અને બીજા ટાપુ મેળવવામાં વિશેષ રસ હતો. પરિણામે એ સદે પાર પડ્યો નહિ (૧૭૬૨). દરમ્યાન વડોદરાની સત્તા માટે ગોવિંદરાવ અને ફત્તેસિંહરાવ વચ્ચે ઝઘડે થ. ફત્તેસિંહરાવે પિતાને પક્ષ મજબૂત કરવા સુરતની અંગ્રેજ કેઠીના પ્રમુખ પ્રાઈસ સાથે વાટાઘાટે કરી અને એની પાસે ૧૦૦૦ સિપાઈ, ૩૦૦ યુરોપીય સૈનિકે, અને ૨૦ તેપની મદદના બદલામાં સુરત પરગણાને પેશવાને હિસ્સો તેમજ પિતાની સુરતની ચુથ આપવાની તૈયારી બતાવી, પણ મુંબઈની કંપનીના
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy