SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ ગોવર્ધનરામ મણિલાલ રમણભાઈ બલવંતરાય આનંદશંકર નરસિંહરાવ મણિશંકર વગેરે પંડિતયુગના સાક્ષરે યુનિવર્સિટી-શિક્ષણને પરિપાક હતા. ૧૮૮૦ થી ૧૯૧૫ સુધીના ગાળાને “પંડિતયુગ” કહેવાની પરંપરા છે એ તાવિક દષ્ટિએ સમુચિત નથી, કેમકે કશીક ને કશીક વ્યુત્પત્તિ વિના સાહિત્યકાર થઈ શકાતું નથી. એ અર્થમાં પ્રત્યેક યુગ પંડિતયુગ છે. પણ કો મા. મુનશી “ગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર”માં જેને સંસ્કૃતના પુનરભુદયના ગાળા તરીકે ઓળખાવે છે અને સામાન્ય રીતે જે પંડિતયુગ કહેવાય છે તેની વિશેષતા એ હતી કે અંગ્રેજીમાંથી એને નવા દષ્ટિકોણને અને મૂલ્યોધક શબ્દોને પરિચય થતો રહ્યો. સંસ્કૃત સાથે એની સરખામણી થતી અને સંસ્કૃત તત્સમ શબ્દોને આશ્રય લઈને ગુજરાતી પર્યાય યોજાતા થયા. અર્વાચીન ગુજરાતી ચિંતનાત્મક ગદ્યના ખેડાણની આ પ્રકિયા આજ સુધી ચાલુ છે, જોકે હવે તદ્ભવ અને દેશ્ય શબ્દની ગુંજાયશ પણ વૈચારિક અભિવ્યક્તિના માધ્યમમાં ભળવા માંડી છે. વિવિધ વિદ્યાઓના નવા નવા વિષયોના શિક્ષણ પરત્વે જ નહિ, પણ અંગ્રેજી અને સંસ્કૃતના સઘન શિક્ષણ દ્વારા ગુજરાતી ભાષાના વિકાસમાં મુંબઈ યુનિવર્સિટીના શિક્ષણે જે ફાળો આપ્યો હતો તે સાંસ્કૃતિક વિકાસને પણ છે ઉપકારક નીવડ્યો હતો. રૂપરચનાની દષ્ટિએ અંગ્રેજી જેવી અત્યંત ભિન્ન એવી વિદેશી ભાષા ગુજરાતીને ખાઈ ગઈ નહિ પણ ગુજરાતીને ઉછેરનારી બની ગઈ. વળી અંગ્રેજી દ્વારા બીજી યુરોપીય ભાષાઓના તેમજ વિદ્યાઓના ગ્રંશે ગુજરાતના સુશિક્ષિતને સુલભ થયા એ પણ એક આનુષંગિક લાભ હતા. ગુજરાતી ગદ્યની ઇબારતને પણ અંગ્રેજીના સંસ્પર્શથી એક નવું જ પરિમાણ મળ્યું. અંગ્રેજ પાદરીઓએ ધર્મપ્રચાર માટે ગુજરાતી ભાષા શીખવા માંડી અને નવા આવતા પાદરીઓને ગુજરાતી શીખવવા માટે ગુજરાતી વ્યાકરણ અને શબ્દસંગ્રહે તૈયાર કરવા માંડ્યા એની પાછળ રહેલે હેતુ ગમે તે હોય, પણ ગુજરાતી ભાષાના શાસ્ત્રીય વ્યાકરણને પાયો અંગ્રેજોને હાથે નખાયો. જોસેફ વિન ટેલરનું ૧૮૬૭ માં પ્રસિદ્ધ થયેલ નાનું અને મેટું ગુજરાતી વ્યાકરણ એને ઉત્તમ નમૂને છે. ધર્મપ્રચાર માટે જીવન સાથે ભળ્યા વિના છૂટકે નહોતે. ખિસ્તી ધર્મપ્રચાર સમાજના હડધૂત થયેલ અને ચંપાયેલા સ્તર સુધી ' જ અધિકાશે સીમિત રહ્યો, પણ રૂઢ ધર્મજીવન એથી સાવધાન બની ગયું. અંગ્રેજોને રાજવહીવટ સારો, એમનાં સાધન નવાં, એમનું સાહિત્ય ઊંચું, તેથી યુરોપથી જે કંઈ આયાત થાય તેને મહિમા કરવાની ફેશન થઈ પડી હતી.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy