SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત ૧૦૩ બની ગયાં ને એની નકલે ભારતના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ ભાવિક લેકોના દીવાનખાનાની દીવાલને શોભાવવા લાગી. બંગાળમાં શાંતિનિકેતનમાં અવનીંદ્રનાથ ટાગેરે ભારતીય કલા અને પશ્ચિમી કલાને સમન્વય કરવાનું આદેલન ઉપાડયું. સમય જતાં એમાં ભારતીયતાનું તત્વ વધતું ગયું. નંદલાલ બોઝ, અસિતકુમાર હલધર અને બીજાઓ એ પંથે વળ્યા. ગુજરાતમાં રવિશંકર રાવળ એમાં અગ્રેસર રહ્યા. બીજી બાજુ ભારતીય કલામાં પશ્ચિમી અનુકરણમાં જલરંગે અને તૈલરંગેના પ્રયોગ તેમજ શીધ્ર રેખાંકનકલાને વિકાસ થતો ગયો. પશ્ચિમી પ્રભાવ હેઠળ ભારતીય ચિત્રકલામાં પ્રયોગો કરવાનું વલણ પ્રગટયું અને પશ્ચિમમાં પ્રગટેલા ઈઝેશનિઝમ એકસપ્રેશનિઝમ ભૌતિકવાદ સ્વરવાદ ડાડાવાદ અમૂતવાદ એ સર્વની અસર થવા લાગી. અલબત્ત, આને વિશેષ ઉક વીસમી સદીના પહેલા ચરણ દરમ્યાન થયો સમજાય છે. ગુજરાતમાં આ ગાળામાં રાજવીઓએ વિદેશી ચિત્રકારોને બેલાવીને યુરોપીય પદ્ધતિએ પિતાનાં વ્યક્તિચિત્રો કરાવવામાં રસ દાખવેલ. શ્રીમંત નાગરિકોનાં ઘરોમાં, પણ વિદેશી ચિત્રકારોનાં ચિત્ર નજરે ચડતાં. આ ઉપરાંત ઝીણી કલાકારીગરીઓમાં વિદેશી પ્રભાવ જોવા મળે છે. ચીજ. વસ્તુઓના ઘાટ ઉપર તેણે અસર કરી જણાય છે. પણ એકંદરે આમાં અનુકરણની. પ્રવૃત્તિ જોર કરતી દેખાય છે. કદાચ સર્વ સાહિત્યેતર કલાઓ માટે સુધ્ધાં આવું વ્યાપક વિધાન કરી શકાશે. અલબત્ત, ચિત્ર સંગીત આદિમાં ભારતીયતાને આગ્રહ જળવાઈ રહ્યો છે, પણ સ્થાપત્ય વિશે એક એમ નહિ કરી શકાય. પરિવર્તનનું શૈક્ષણિક રૂપ ભાવનાઓનું સંવર્ધન કરનારું હતું, એટલું જ નહિ, પૂર્વ અને પશ્ચિમનાં જીવનમૂલ્યને સમન્વય કરવાની જવાબદારી આપઆપ ભણેલાને શિરે આવતી જતી હતી. ભણેલે વર્ગ ઘણું નાનું હતું તેથી આમ થવું સ્વાભાવિક હતું. વળી પ્રાથમિકથી આગળનું શિક્ષણ અંગ્રેજી ભારત આપવાની પદ્ધતિ શિક્ષણશાસ્ત્રની દૃષ્ટિએ ઘણી વાધાભરેલી ગણીએ તથાપિ એને એક આનુષંગિક લાભ એ થયો કે વધુ અભ્યાસ કરવાથી અંગ્રેજી ભાષાનું સઘન. શિક્ષણ મળવા માંડયું. પરિણામે ભારતીય ચેતનાને અંગ્રેજી સાહિત્યને ગાઢ. સંસ્પર્શ થયો, અચરજની વાત તો એ છે કે અંગ્રેજી ભાષાના મહિમાથી પ્રાદેશિક ભાષાનું સાહિત્ય કુંઠિત થવાને બદલે મહોરી ઊઠયું. ભારતભરમાં આમ. બનવા પામ્યું. મુંબઈ યુનિવર્સિટીના સ્નાતકે જે પ્રારંભને ફાલ ગુજરાતમાં ઊતર્યો. તેને કેવડો માટે ઉપકાર ગુજરાતી ભાષાસાહિત્યના ખેડણ અંગે થયે છે!
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy