SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કોલ. શેઠ મગનભાઈ કરમચંદે ઈ.સ. ૧૮૫૬માં બંધાવ્યું.૮ ઝવેરીવાડમાં આવેલા ભગવાન આદીશ્વરના મંદિરને જીર્ણોદ્ધાર શેઠ લલુભાઈ પાનાચંદે ઈ.સ. ૧૮૫૯ માં કરાવ્યા હતા. ૧૯ મુખજીની પોળમાં ચામુખજીનું મંદિર ઈ.સ. ૧૮૬૬ માં શેઠ મગનભાઈ હકમચંદે બંધાવેલું. ૨૦ ફતાશાની પળમાં આવેલા મહાવીર સ્વામીના મંદિરનું પુનઃનિર્માણ આ જ સમયે શેઠ ઉમાભાઈ રૂપચદ કરાવ્યું. અમદાવાદમાં રાયખડમાં આવેલું પ્રાર્થનાસમાજનું મંદિર આ કાલનું છે. એનું બાંધકામ ઈ,સ, ૧૮૭૬ માં પૂરું થયું હતું. ઉત્તર દિશાના ખંડની ઉપર, શિખરની રચના છે. ખ્રિસ્તી દેવળની જેમ આ મંદિરનું તલમાન સાકારે છે. આમ તલમાન ખ્રિરતી દેવળ પ્રમાણે છે, પરંતુ ઊર્વમાનમાં શિખર છે. આ મંદિરની આવી વિચિત્ર બાંધણી અંગે રતનમણિરાવ જોટ કહે છે: “આમ ખ્રિસ્તી બાંધણી ઉપર હિંદુ શિખર બેસાડવાથી કેટ-પાટલુન અને ટાઈ પહેરેલા માણસે ભાવનગરી કે એવી કોઈ બીજી પાઘડી પહેરી હેય એવું દેખાય છે.” વડોદરામાં આવેલું રાધાવલ્લભ મંદિર ઈ.સ. ૧૮૩૫ માં બંધાયું.૩ રાવપુરામાં આવેલું શ્રી ભૈરવેશ્વર નામનું મંદિર સયાજીરાવ મહારાજ ૨ જાના સમયનું છે.. આ મંદિર હિંમતબહાદુર વેણીરામ આત્મારામે ઈ.સ. ૧૮૩૬ માં બંધાવ્યું હતું.૨૪ સર્વેશ્વર મહાદેવનું મંદિર સયાજીરાવ રજાના સ્મરણાર્થે એમના પુત્ર ગણપતરામ ગાયકવાડે ઈ.સ. ૧૯૧૧ માં બંધાવ્યું હતું. ૨૫ સયાજીરાવના દહન–સ્થાને જ આ મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિર ઊંચા ઓટલા ઉપર બાંધેલું છે. એને પ્રવેશ પૂર્વમાં છે. ગર્ભગૃહમાં કાળા આરસનું લિંગ પ્રતિષ્ઠિત છે. સભામંડપની પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશાએ શૃંગારચોકીઓ આવેલી છે. ભરૂચના મેટાગણપતિનું મંદિર અમરતલાલ વકીલે ઈ.સ. ૧૮૬૦માં બંધાવ્યું. નારાયણદેવની ખડકીમાં આવેલું શ્રીનરનારાયણનું મંદિર ઈ.સ. ૧૮૬૭ના. સમયનું છે. આ મંદિર ઘેલાભાઈ વલવભાઈએ બંધાવ્યું હતું. ચકલામાં જવાના. માર્ગે દક્ષિણ બાજુએ આવેલા શ્રીજીમંદિરના કેટલાક ભાગનું બાંધકામ ઈ.સ ૧૮૭૪ માં કરવામાં આવ્યું હતું. બહારની ઉનાઈ તરફ આવેલું પ્રેમનાથ મહાદેવનું મંદિર ઈ.સ. ૧૮૮૪ના સમયનું છે. ગુલાબભાઈ નરોત્તમ નામના એક કલમીએ એ બંધાવ્યું હતું. અચારવાડમાં આવેલા દુઃખભંજનેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના આ જ સમયે કરવામાં આવી. મણિનાગેશ્વર, મહાન કાલેશ્વર, અમરકંઠેશ્વર મહાદેવ વગેરેનાં મંદિર ક્ષત્રિયોએ બંધાવ્યાં છે, જેને નિર્માણ કાલ લગભગ ઈ.સ. ૧૮૮૫ને છે. મહારુદ્રની જગ્યાએ બે મંદિર ઊભાં છે, જેમાંનું એક મંદિર વાયડા વાણિયા મથુરદાસ ભૂખણદાસે ઈ.સ. ૧૮૯૦ માં બંધાવ્યું
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy