________________
થાપત્ય
૨. હિંદુ અને જૈન મંદિરે
આ કાલ દરમ્યાન હિંદુ અને જૈન મંદિરો મોટી સંખ્યામાં નિર્માણ પામ્યાં. આની પૂર્વે બંધાયેલાં કેટલાંક મંદિરોને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આ કાલનાં મંદિરોમાં પરંપરાગત સ્થાપત્ય-શૈલી જોવા મળે છે. આ કાલ દરમ્યાન બંધાયેલાં મંદિર અમદાવાદ જેતલપુર વડતાલ ઘેલેરા ધોળકા વડોદરા ભરૂચ સુરત ખંભાત ઊંઝા પાટણ દૂધરેજ ગઢડા જૂનાગઢ શત્રુંજય દ્વારકા અંજાર વગેરે સ્થળોએ આવેલાં છે. પ્રાપ્ત સાધનને આધારે આ કાલનાં મંદિર વિશેની કેટલીક છૂટીછવાઈ માહિતી નીચે પ્રમાણે રજૂ કરી શકાય.
અમદાવાદમાં એલિસપુલની નીચે ગણેશબારીથી ઉત્તર દિશાએ જતાં જમણું “ હાથે પંચમુખી મહાદેવનું મંદિર આવે છે. આ મંદિર ઈ. સ. ૧૮૩૪ માં બંધાયું
હોવાનું જણાય છે. મૂળ મંદિર ઉત્તરાભિમુખ હતું, પરંતુ ઈ.સ. ૧૯૬૮ના ‘જીર્ણોદ્ધાર વખતે એને પશ્ચિમાભિમુખ કરાયું. મંદિરના તલમાનમાં ગર્ભગૃહ, -અંતરાલ અને મંડપની રચના છે. ગર્ભગૃહમાં પંચમુખી શિવલિંગ સ્થાપેલું છે.૧૪
હઠીસિંહનું જૈન મંદિર (આકૃતિ ૧૭) ઈ.સ. ૧૮૪૮ માં બંધાયું. આ મંદિરના સલાટ પ્રેમચંદ હતા. આ મંદિર માત્ર અમદાવાદના જ નહિ, પરંતુ આ કાલના -ગુજરાતના મંદિર સ્થાપત્યને પણ આદર્શ કહીએ તે એમાં અત્યુક્તિ નથી. પંદરમા તીર્થકર ધર્મનાથને સમર્પિત આ મંદિર બાવન જિનાલય પ્રકારનું છે. આ મંદિર ગર્ભગૃહ ગૂઢમંડપ ત્રિકમંડપ સભામંડપ શૃંગારકી અને દેવકુલિકાઓનું બનેલું છે. એ પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહ ઉપર ત્રણ શિખર છે. મંદિરનું શિખર કુલ ૯૯ અંડકનું બનેલું છે. ગૂઢમંડપ બે મજલાને છે. ગૂઢમંડપની ઉત્તર અને દક્ષિણ તરફની શંગાર-ચાકીએ પણ બે મજલાની છે. ત્રિકમંડપની નીચે ભેંયરું છે, જેમાં ઉત્તર અને દક્ષિણ તરફ બે નાનાં મંદિર છે. સભામંડપની ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ દિશાએ શંગારકીઓ આવેલી છે. સભામંડપનું વિતાન સંવર્ણ વડે અલંકૃત છે.૧૫ આ મંદિરને શિલ્પ-વૈભવ પણ આકર્ષક છે. સ્તંભેના ટેકાઓના સ્વરૂપે પૂતળીઓનાં શિલ્પ મને રમ છે. મંડોવરની જંઘામાં પણ આ પ્રકારનાં શિલ્પ જોવા મળે છે. સ્ત્રી–સહજ વિવિધ પ્રવૃત્તિઓમાં રત આ પૂતળીઓની અંગભંગીમાં વૈવિધ્ય વરતાય છે. સાદા રેતિયા પથ્થરમાં સુઘડ અને સૂમ શિલ્પકામ જોવા મળે છે. આનંદકુમાર સ્વામી આ મંદિરની બાંધણીને નાગર-બાંધણી કહે છે.૧૬
અમદાવાદમાં ઝવેરીવાડમાં મહાવીર સ્વામીનું મંદિર શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઈ.સ. ૧૮૪૯ માં બંધાવ્યું.૧૭ દેશીવાડાની પિળમાં આવેલું અષ્ટાપદજીનું મંદિર