SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ બ્રિટિશ કાલ ઈ.સ. ૧૮૮૦ પછી ગુજરાતી' નામના અઠવાડિકમાં લખેલા લેખે દ્વારા રજૂ કર્યા. આ લેખેને સંગ્રહ ઈ.સ. ૧૮૮૫ માં ધર્મવિચારના શીર્ષક હેઠળ પ્રગટ થયે હતા. નર્મદે પાશ્ચાત્ય અભિગમવાળા પ્રવૃત્તિધર્મ કે રાગધર્મને સ્થાને નિવૃત્તિ ધર્મ પર ભાર મૂક્યો.૧૦૧ નર્મદે તે મૂર્તિપૂજાને લગતા દયાનંદ સરસ્વતીના વિચારોની પણ ટીકા કરી હતી. એમના મંતવ્ય મુજબ આર્યજાતિને સાંસ્કૃતિક કોકટીમાંથી બહાર લાવવા માટે સુધારાવાદીઓની શુષ્ક બુદ્ધિને બદલે બ્રાહ્મણની, પ્રજ્ઞા અને ક્ષત્રિયની આત્મભોગની વૃત્તિની વિશેષ જરૂર હતી.૧૦૨ આમ નર્મદને પિતે અગાઉ સુધારાના આંદોલન માટે જે પ્રવૃત્તિ આદરી હતી તેની ભૂલ સમજાઈ.. શ્રેયસાધક અધિકારી વર્ગ નાગર કુટુંબમાં જન્મેલા અને શ્રેય સાધક અધિકારી વર્ગ (ઈ.સ. ૧૮૮૨)ને સ્થાપક શ્રીમનૃસિંહાચાર્ય પણ આર્ય ધર્મના હિમાયતી હતા. સુરતના પ્રાર્થનાસમાજના આચાર્ય તરીકે એમણે પ્રાર્થનાસમાજમાં આર્યધર્મ પર વિશેષ ભાર મૂક્યો હતો. હિંદના લેકેને નિસ્તેજ બનાવતી અને કૃત્રિમ સુધારાને ઉરોજને આપતી નવી કેળવણી અને સુધારાની પ્રવૃત્તિની એમણે ટીકા કરી અને આર્યધર્મની પ્રણાલીને પુષ્ટિ આપવા માટે પ્રાચીન શિક્ષણપ્રથાને અનુમોદન આપ્યું. એમણે પિતાના વિચાર “મહાકાલ નામના માસિક દ્વારા વ્યક્ત કર્યા. વડોદરામાં સ્થાપેલા શ્રેય સાધક અધિકારી વર્ગ જેવા મંડળ દ્વારા એમણે ત્યાગની ભાવનાને અનુલક્ષીને સાંસારિક પ્રવૃત્તિ કરવા પર ભાર મૂક્યો.૧૦૩ “શ્રેયસાધક અધિકારી વર્ગ ફક્ત હિંદુઓ પૂરતો મર્યાદિત ન હતા, એમાં જૈન બૌદ્ધ પારસી ખ્રિસ્તી તથા મુસ્લિમોને પણ આવકારવામાં આવ્યા હતા. સિંહાચાર્યના જીવનકાળ દરમ્યાન અને એમના મૃત્યુ પછી એમની પ્રવૃત્તિ ચલાવવામાં એમના સાથી-શિષ્ય છોટાલાલ જીવણલાલ માસ્તર(ઈ. સ. ૧૮૬૨-૧૯૧૨)ને ફાળે મહત્વને હતે. એમણે ઈ. સ. ૧૮૮૮માં મહાકાલ અને ઈ.સ. ૧૯૦૨ માં “પ્રાતઃકાલ' નામનાં માસિક શરૂ કર્યા. આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ નગીનદાસ સંઘવીએ પણ ઈ. સ. ૧૯૦૧ માં વિદ્યાર્થી-જીવન' નામનું માસિક શરૂ કર્યું. “વિદ્યાથી-જીવન” માં વિશેષ કરીને આર્ય સંસ્કૃતિ પર આધારિત એવી શૈક્ષણિક પ્રવૃત્તિને લગતા વિચાર અને જુવાની પ્રવૃત્તિને લગતા લેખ રજૂ કરવામાં આવતા હતા. ૧૦૪ નથુરામ શર્મા : આ સમયે સૌરાષ્ટ્રમાં શ્રીમન્નથુરામ શર્મા(ઈ.સ. ૧૮૫૮–૧૯૩૧)એ પણ યોગ અને વેદાંતના ઊંડા અભ્યાસ દ્વારા પ્રજામાં ધાર્મિક ચેતના ફેલાવવાના પ્રયાસ કર્યા. એમણે પિતાની કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. મરાઠી બંગાળી તથા સંસ્કૃત ભાષાને પણ ઊંડે અભ્યાસ કર્યો,
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy