SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સ્થિતિ ૪. નવા ધર્મ સુધારા સામે આજેલન બંગાળમાં લગભગ ઈ.સ. ૧૮૭૦ પછી અને ગુજરાતમાં લગભગ ઈ. સ. '૧૮૮૦ થી ધર્મસુધારણના અદેલનમાં નવો વળાંક આવ્યો. ભારતીય સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળ પર ભારતીય અને વિદેશી વિદ્વાનેનાં સંશોધન દ્વારા પાડવામાં આવેલા પ્રકાશને લીધે સાંસ્કૃતિક ક્ષેત્રે “અસ્મિતાની ખોજ' માટેની પ્રવૃત્તિ શરૂ થઈ. રાષ્ટ્રિય ચેતનાએ પણ એને પુષ્ટિ આપી, પરિણામે નવા શિક્ષિતના એક વર્ગમાં ધર્મસુધારણાના આંદોલનમાં રૂઢિચુસ્તતા કરતાં સંરક્ષણવાદી વૃત્તિ તરફને ઝેક વળ્યો. નવા સંરક્ષણવાદીઓની દષ્ટિએ હમણાં સુધી સુધારકે એ ભારતીય કે સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતને તપાસ્યા કે સમજ્યા વગર જે નવા વિચાર લેકમાનસ પર ઠસાવવાના પ્રયાસ કર્યા તેને પરિણામે સમાજમાં ઉચ્છખલ મનેદશા પેદા થઈ હતી. સંરક્ષણવાદીઓ પાશ્ચાત્ય દૃષ્ટિકોણને બદલે ભારતીય દૃષ્ટિકોણથી ધર્મનું સ્વરૂપ રજૂ કરવા માગતા હતા. કવિ નર્મદ (એમની ઉત્તરાવસ્થામાં), મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી (ઈ.સ. ૧૮૪૦-૧૯૦૭), શ્રીમન્નસિંહાચાર્ય (ઈ.સ. ૧૮૫૩-૧૮૯૭) અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી(ઈ.સ. ૧૮૫૮–૧૮૯૮) વગેરેએ ગુજરાતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનાં મૂલ્યોને ફેલાતાં અટકાવવા માટે ભારતીય સંસ્કૃતિની પ્રણાલીને વધારે મહત્વ આપ્યું, જ્યારે રમણભાઈ નીલકંઠ(ઈ.સ. ૧૮૬૮-૧૯૨૮) જેવા સુધારકે એ નવા સુધારાની પ્રવૃત્તિ જારી રાખી. પરિણામે સુધારાવાદીઓ અને સંરક્ષણવાદીઓ વચ્ચે ગજગ્રાહ શરૂ થયું. એમ છતાં કવિ દલપતરામ તેમજ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી(ઈ.સ. ૧૮૫૫-૧૯૦૭) અને આચાર્ય આનંદશંકર ધ્રુવ (ઈ.સ. ૧૮૬૯-૧૯૪૨) જેવા વિદ્વાનોએ ધર્મપ્રણાલી અને આધુનિકતા વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો. મનઃસુખરામ ત્રિપાઠીની સંરક્ષણવાદી વિચારસરણીની અસર ગોવર્ધનરામ ત્રિપાઠી તથા મણિલાલ દ્વિવેદી પર વિશેષ પડી હતી.૮ મનઃસુખરામે સાંસ્કૃતિક કટોકટીમાંથી પસાર થઈ રહેલ ભારતને ફરી ઉચ્ચ શિખરે મૂક્વા માટે તેઓને પિતાને ધર્મ જાળવવાને તથા સદાચારી બનીને જ્ઞાનને ક્ષેત્રે સંગઠિત થવાને અનુરોધ કર્યો હતો.૯૯ બીજી બાજુ કરસનદાસ મળજીના અવસાન પછી કવિ નર્મદના સુધારાને લગતા ક્રાંતિકારી વિચારોમાં ઈ.સ. ૧૮૭૯ થી સ્પષ્ટ રીતે પરિવર્તન આવ્યું. હવે, નર્મદની દષ્ટિએ નવા સુધારાએ સમાજમાં સાચા પરિવર્તનને બદલે વિકૃતિ -આણી હતી. એમણે આ ઉપરછલા સુધારાનું વિસર્જન કરવાની હિમાયત કરી. સાથે સાથે એમણે સ્વધર્મ પાલન પર ભાર મૂક્યો.૧૦૦ નર્મદે પિતાના વિચારો
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy