SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાહ એક મંડળ શરૂ કરવા નિર્ણય લીધો અને ઈ.સ. ૧૮૪૪માં એમણે “માનવ ધર્મસભા'ની સ્થાપના કરી. માનવધર્મ સભાના મુખ્ય હેતુઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે (૧) સર્વ સૃષ્ટિને સર્જનહાર ઈશ્વર એક જ છે, (૨) મનુષ્યમાત્રની જાતિ એક છે, (૩) મનુષ્યમાત્રને ધર્મ એક છે, પરંતુ જેમણે પિતપતાના ભિન્ન ભિન્ન ધર્મ માનેલા છે તે એમને અભિગમ છે, (૪) મનુષ્યની ઓળખ એના ગુણથી જાણી શકાય, કુળ પરથી નહિ, (૫) વિવેકને અનુસરીને કર્મ કરવા, (૬) ઈશ્વરના અનુગ્રહ માટે ભક્તિ કરવી, અને (૭) સન્માર્ગની શિક્ષા સર્વને કહેવી. માનવધર્મસભાની પ્રથમ બેઠક ૨૨ મી જૂન, ૧૮૪૪ને દિવસે મળી તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યું કે અજ્ઞાનને લીધે માણસમાં ધર્મસંબંધી અનેક પ્રકારના પેદા થયેલા ખ્યાલને સ્થાને મેક્ષ પ્રાપ્ત કરવા જ્ઞાનપૂર્વક વિચાર કરવો અને એ માટે દર શનિવારે રાત્રે નક્કી કરેલ સ્થળે બેઠક રાખવી. આવા પ્રકારની સભા ભરવા માટે લગભગ ૧૩ જેટલા સભ્યોએ સહી કરી. સામાન્ય રીતે આવી સભામાં હાજર રહેનારાઓની સંખ્યા ૨૦ થી ૨૫ જેટલી રહેતી. એમાં ધર્મનું સાચું સ્વરૂપ જાણવા, મૂર્તિપૂજાને રિવાજ બંધ કરવા, જ્ઞાતિભેદ દૂર કરવા, મૂઆ પછી જમણવાર બંધ કરવા, વગેરે બાબતે પર ચર્ચા થતી. દાદબા પોતે સારા વક્તા ન હોવાથી મોટા ભાગે આવી સભામાં દુર્ગારામ જ બોલતા, દુર્ગારામે, વિવેકશક્તિને ઉપયોગ કરવા અને પરમહંસ થવા માટે આગ્રહ રાખે. એમણે આચાર્યોના સ્વાંગમાં પાખંડ ચલાવનારાઓ તથા વેદઉપનિષદનું વિકૃત અર્થઘટન કરનારાઓની ટીકા કરી, એમણે અસ્પૃશ્યતા તથા ઉચ-નીચના ભેદભાવ દૂર કરીને વાડાબંધીને ત્યાગ કરવા પર ભાર મૂક્યો. દુર્ગારામે એ આગ્રહ પણ રાખ્યો છે. શાસ્ત્રો ઈશ્વરકૃત નથી, પરંતુ જ્ઞાની મનુષ્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે, માટે માણસને પરમેશ્વર બનાવવાથી નુકસાન થાય છે. ૬૭ આમ માનવધર્મસભાએ હિંદુધર્મની જડ માન્યતાઓને ખુલ્લી રીતે વિરોધ કર્યો તેથી એની એવી પણ ટીકા કરવામાં આવી કે આ સભા લેકેને ખ્રિસ્તી બનાવવા માગે છે, પરંતુ દુર્ગારામે સ્પષ્ટતા કરી કે એમની પ્રવૃતિ એક યા બીજા ધર્મના પ્રચાર માટેની નહેતાં ફક્ત વહેમ ધર્મને વેશ ન લે એ જોવાનો પ્રયાસ હતા, માનવધર્મ સભાએ ચમત્કારો વહેમ ભૂત જાદુ વગેરે સામે પણ ઝુંબેશ આદરી, ભવા તથા જાદુગરોનાં જુઠાણું ખુલ્લા પાડવા માટે દુર્ગારામે જાહેરખબર દ્વારા એમને પડકાર્યા અને જે કઈ જાદુગર કે મંત્રશાસ્ત્રી પોતાની વિદ્યાને સત્ય પુરવાર કરે તે એને ૨૦ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી. દુર્ગારામની
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy