SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. બ્રિટિશ કાહ એના પર કરડી નજર રહી. “સ્વતંત્રતાનું ડેકલેરેશન ન જણાતાં સામયિક પર જડતી થઈ, તંત્રીની ધરપકડ થઈ. “સ્વતંત્રતા થડે સમય બંધ રહ્યું અને ન્યાયાલયે એની તરફેણમાં ચુકાદો આપતાં ફરી શરૂ થયું ત્યારે એને અગ્રલેખ હતે. સત્તા અને સ્વતંત્રતા'. ૧૮૭૯માં આ સામયિક બંધ પડયું અને એક વર્ષ બાદ “ગુજરાતી' સાપ્તાહિક તરીકે મુંબઈમાં નો અવતાર પામ્યું ૧૮૮૧માં “આર્યજ્ઞાનવર્ધક સભાએ શરૂ કરેલું “આર્યજ્ઞાનવર્ધક એક દસકાથી વધુ સમય ચાલુ રહ્યું હતું. દરમ્યાન મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા સંપાદિત બે સામયિક ગુજરાતી સામયિક-સાહિત્યમાં મહત્વનું પ્રદાન કરતાં થાય છે તે છે પ્રિયંવદા' અને “સુદર્શન. પ્રિયવંદા” ૧૮૮૫ના ઓગષ્ટમાં શરૂ થયું. ત્રીસ વર્ષ ઉપર કેખુશરે કાબરાજી, સેરાબજી બેંગાલી, નાનાભાઈ હરિદાસ, સોરાબજી તાલિયારખાન, શીરીન કાબરાજી વગેરેના પ્રયત્નથી “સ્ત્રીબોધ' શરૂ થયેલું, એ પછી સ્વતંત્ર સ્ત્રી સામયિક-પ્રકાશનને આ મહત્વને પ્રયાસ હતે. મણિભાઈ દ્વિવેદીના શબ્દોમાં “પ્રિયંવદા' પિતાની પ્રિય વદવાની રીતથી સર્વને રંજન કરશે, પણ પિતાની સખીઓ તરફ એની દૃષ્ટિ વિશેષ રહેશે ખરી; તેમના કલ્યાણમાં, તેમનાં હૃદય સમજવામાં, તેમને સમજાવવામાં મુખ્ય પ્રયત્ન કરશે ૩૦ પાંચ વર્ષ સુધી આ સામયિકમાં સ્ત્રીવિષયક સામગ્રીનું પ્રભુત્વ રહ્યું, પછી નામાંતર કરીને ૧૮૯૦ ના એકબરથી એ “સુદર્શન બન્યું. ૧૮૮૫ થી ૧૮૯૮ સુધી આ સામયિકેનું સંપાદન મણિલાલ દ્વિવેદીએ કર્યું. ૧૮૯૮ના ઑકટોબરના પહેલા દિવસે, જ્યારે “સુદર્શન'નું ચૌદમું વર્ષ શરૂ થતું હતું ત્યારે, મણિલાલનું દેહાવસાન થયું. એ પછી આ સામયિક આચાર્ય આનંદશંકર ધ્રુવે સંભાળ્યું. ચાર વર્ષ પછી આનંદશંકર ધ્રુવે “વસંત' શરૂ કર્યું ત્યારે શેડો સમય માધવલાલ દ્વિવેદી “સુદર્શન'ના તંત્રી થયા અને ટૂંકા ગાળામાં એ સામયિક બંધ પડયું. અંબારામ બુલાખીરામ જાની અને ચંદ્રશંકર પંડયાએ ૧૮૯૬માં “સમાચક શરૂ કર્યું. પહેલાં એ ગૌમાસિક હતું, પછીથી માસિક બન્યું. રાજકારણ વિજ્ઞાન અને સાહિત્યનું વિવેચન કરવાને એને ઉદ્દેશ હતા, વિશ્વનાથ ભટ્ટના શબ્દમાં “મણિલાલ-ગોવર્ધનરામના વિચારક યુગનું તે પ્રતિનિધિ” હતું. “સમાચક' પછી પ્રકાશિત થાય છે “વસંત', તમાઘ, સં. ૧૯૫૮(ઈ.સ. ૧૯૨) થી એ શરૂ થયું. નર્મદની પંકિત “હદયદ્રવ્ય ઊકળાશે જ્યારે પર્વત તે ઊંચકાશને યાદ કરાવીને આચાર્ય આનંદશંકરભાઈએ સંપાદકીયમાં લખ્યું: “જે કાલનિયમને અનુસરીને આજથી પચાસેક વર્ષ પર “બુદ્ધિપ્રકાશ' અને “બુદ્ધિવર્ધકને જન્મ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy