SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ પારલ ૧૮૬૪માં “અર્વાચીનોમાં આદ્ય' નર્મદનું ડાંડિયો' પ્રકાશિત થયું. માંડ પાંચ વર્ષ ચાલેલું આ પત્ર પાક્ષિક હતું. સુધારાવાદના આકાંક્ષીઓની મડળી “સાક્ષર મંડળના સભ્યોએ એને પ્રારંભ કર્યો. નર્મદની સાથે ગિરધરલાલ દયાળદાસ અને નગીનદાસ તુળસીદાસ પણ હતા. “જેમ મોરબીયા મેઘ માટે આતુર હેય. છે તેમ ગરીબ, તવંગર, મુરખ, ભણેલી સ્ત્રી અને પુરુષ પહેલી-પંદરમીના ડાંડિયા માટે વાટ જોતાં.” આ દષ્ટિએ એનું સ્વરૂપ ગંભીર વિષયે આપનારા સામયિકનું ન ગણાય, પણ, ૧૮૬૪ થી ૧૮૬૮ સુધી 'ડાંડિ'નું પ્રકાશન ચાલુ રહ્યું. પછી એ સેરાબજી ઈજનેરના “સન્ડે રિવ્યુ' સાથે ૧૮૬૯ માં ભળી ગયું. આટલા સમયમાં આ પગે વિવિધ ક્ષેત્રોમાં, નર્મદના જેસાને અનુરૂપ વિલક્ષણ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. સુરતમાં મીઠાને કર દાખલ થયે તેના વિરોધમાં પણ ડિ’ આગળ રહ્યું હતું. ૧૮૭૧ માં ભોળાનાથ દિવેટિયા અને મહીપતરામે પ્રાર્થના સમાજ' ઉપાસના-સંસ્થા ગુજરાતમાં શરૂ કરી. એ સમયે પ્રકાશિત થતા “ગુજરાત ગેઝેટ નામના અંગ્રેજી સામયિકની જેમ ગુજરાતીમાં પણ એક સામયિક હેવું જોઈએ એવા વિચારના અમલરૂપે “જ્ઞાનસુધા' શરૂ કરાયું. પ્રારંભે એ પાક્ષિક હતું, દેવનાગરી લિપિમાં છપાતું, અંગ્રેજી વિભાગ પણ એમાં આવતા અને એ વિભાગની સામગ્રી રમણભાઈ નીલકંઠ સંભાળતા. ૧૮૯૨ થી એ પાક્ષિક મટીને માસિક બન્યું. સામાજિક રૂઢિઓની સામે આ સામયિકમાં સામગ્રી આવતી. “ભદ્રંભદ્ર એ સામાજિક કટાક્ષકથા આ માસિકમાં ક્રમશ: પ્રકાશિત થતી. ધનસુખલાલ મહેતાએ નોંધ્યું છે કે એ સમયે તે, માત્ર “જ્ઞાનસુધા'એ જ હાસ્યરસને ઝંડે ઊંચે રાખેલે.” ૧૮૭૩ માં “જ્ઞાનપ્રસારકને અનુસરવા એક સામયિકને જન્મ થયા તે “જ્ઞાનવર્ધક'. આ પારસી–ગુજરાતી સામયિકનો ઇતિહાસ ભાતીગળ છે. લગભગ ક૭ વર્ષ સુધી પ્રકાશિત થયા કરેલા આ સામયિકની પાછળ શેઠ શાપૂરજી ભીમજીભાઈ તારાપરવાળાની જહેમત હતી. ૧૮૭૩ માં “જ્ઞાનપ્રસારકને પ્રથમ અંક બહાર પડશે તેમાં “વિદ્યા, હુન્નર, તવારીખ, કેળવણી, સંસારનીતિ, રમૂજ તથા બીજી ઘણી લેકેપગી બાબતે સમાવિષ્ટ કરવાને તંત્રીએ ઇરાદે વ્યક્ત કર્યો હત; બીજા વિશ્વયુદ્ધ સુધી આ સામયિકનું પ્રકાશન ચાલુ રહ્યું હતું. ગુજરાતી' સાપ્તાહિકના પુરોગામી “સ્વતંત્રતા' માસિકની શરૂઆત “શારદાપૂજક મંડળ” દ્વારા ૧૮૭૮ માં થઈ. ઈરછારામ દેસાઈ એના તંત્રી હતા. પ્રથમ અંકમાં એમણે “સ્વતંત્રતાને મર્મ સમજાવ્યું. આ સામયિક રાજકીય ચેતનાનું પ્રતિનિધિ બની રહ્યું. ૧૮૭૮ માં સુરતમાં હુલડ પછી સરકારી અધિકારીઓની ર૯
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy