SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ: ૯. ૧૯૪૯ માં વાદરા રાજ્યનું વિલીનીકરણ થતાં તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થતાં એ સંગીતશાળાનું સ’ગીત-નૃત્ય-નાટચ મહાવિદ્યાલય તરીકે રૂપાંતર અને વિકાસ થયાં. ४२२ ૧૦. મ. સ. યુનિવર્સિ ટીની ફકલ્ટી ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એ કલાભવનના વિસ્તાર છે. ૧૧. આ બંને ગ્રંથમાળાનાં બધાં પુસ્તકે કે એમની પૂરી યાદી કયાંય ઉપલબ્ધ નથી એ ખેદની વાત છે. ૧૨. પ્રેમાન’દાદિનાં આખ્યાને અને શામળ આદિની પદ્યવાર્તાએ શિલાછાપમાં છપાયાં છે.. પણ જૂના કવિઓની કૃતિએ સંપાદિત કરી વ્યવસ્થિત રીતે છાપવાનો ચા સ`પ્રથમ કવિ નર્મČદાશંકરને ઘટે છે. દયારામકૃત ‘કાવ્યસંગ્રહ’(૧૮૬૦) અને પ્રેમાનદૃષ્કૃત દશમ કન્ધ’(૧૮૭૨) આ રીતે એમણે સંપાદિત કર્યા' હતાં. એ પહેલાં મુંબઈ સરકારના આશ્રયે જૂના કવિઓની રચનામાંથી ફૂલગૂથણી કરીને દલપતરામે ‘કાવ્યદોહન' ભાગ ૧ (૧૮૬૧) અને ભાગ ર(૧૮૬૫) તૈયાર કર્યા હતા અને તે લેાકપ્રિય થયા હતા. મિણલાલ દ્વિવેદીનાં માસિકા ‘સુદર્શન’ અને ‘પ્રિય’વદા’ના વ્યવસ્થાપક ચતુરભાઈ શંકરભાઈ પટેલે ‘અપ્રસિદ્ધ ગુજરાતી કવિતા' નામે એક માસિક કાઢયું હતુ. અને તે બે-એક વ ચાલ્યુ' હતુ. ૧૩. ‘પ્રાચીન કાવ્યમાળા' બંધ થયા પછી એના મુખ્ય સોંપાદક કાંટાવાળાએ બીજા હસ્તલિખિત જૂના ગુજરાતી ગ્રંથા પ્રગટ કરવા માટે ૧૮૯૪ માં ગુજરાત વર્નાકચુલર સેાસાયટીને પત્ર લખ્યા હતા તથા સાસાયટીના મંત્રી લાલશકર ઉમિયાશ કરે એને ઉત્તર આપ્યા હતા, પણ સોગેાવતુ એ યોજના અમલમાં આવી શકી નહતી. (આ પત્રવ્યવહાર તથા કાંટાવાળાએ આપેલી ત્ર'થાની યાદી માટે જુએ હીરાલાલ પારેખ, ઉપર્યુકત, ભાગ-૨, પૃ. ૧૪૦-૪૪; વળી જુએ ‘બુદ્ધિમકારા લેખસ’ગ્રહ', ભાગ-૨, પૃ. ૪૨-૪૪.) આમ છતાં કાંટાવાળા અને નાથાકરે સ ́પાદિત કરેલું, ભાલસુત ઉધ્ધ(?)વ-કૃત ‘રામાયણ' સેસાયટીએ મહારાજા સયાજીરાવ ફંડમાંથી ૧૮૯૩ માં પ્રસિદ્ધ કર્યું છે. વળી વડાદરાથી પ્રાચીન કાવ્યમાળાનું પ્રકાશન શરૂ થયું તે અરસામાં મુંબઈના ‘ગુજરાતી' પ્રેસે ‘બૃહત્કાવ્યદોહન'ના દસ ગ્રંથાની યાજના કરી, જેમાંથી આઠ ગ્રંથ પ્રગટ થયા છે (પહેલા ગ્રંથ ૧૮૮૦, આઠમો ગ્રંથ ૧૯૧૩). નરસિંહ મહેતા-કૃત ‘કાવ્યસ’ગ્રહ’(૧૯૧૬), જેમાં નરસિં ́હની ધણી કૃતિઓને સમાવેશ થાય છે, તે પ્રગટ કરવાને ચા પણ ‘ગુજરાતી પ્રેસ’ને ફાળે જાય છે. જૂના ગુજરાતી સાહિત્યનાં બે વિખ્યાત ઐતિહાસિક કાવ્યો પદ્મનાભ-કૃત ‘કન્હડદેપ્રબન્ધ’ અને લાવણ્યસમય-કૃત ‘વિમલપ્રબન્ધ’, કન્હડદેપ્રબન્ધ'નુ' પુસ્તકરૂપે પ્રથમ વાર સંપાદન, વાદરા રાજ્યના ઉત્તોજનથી ડાહ્યાભાઈ દેરાસરીએ કર્યુ છે(૧૯૧૩) તથા ‘વિમલપ્રખÄ’નુ અર્વાચીન ગુજરાતી અનુવાદ સહ સંપાદન મણિલાલ ખકારભાઈ વ્યાસે કર્યુ છે(૧૯૧૪).. ગુજરાત વર્નાકયુલર સે।સાયટીને જૂની હસ્તપ્રતાના સગ્રડમાં પ્રથમથી રસ હતા, પ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy