SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય : ૭. મુદ્રિત ગુજરાતી પુસ્તકોની યાદીઓ મુંબઈ સરકારના હુકમથી સને ૧૮૬૭ અને ૧૮૬૦માં પ્રગટ થઈ હતી, તે ઉપરથી વડોદરા યુનિવર્સિટીની શ્રીમતી હંસા મહેતાં લાઈબ્રેરી(યુનિવર્સિટી લાઈબ્રેરી)ના કેટલોગ વિભાગના અધીક્ષક (સુપરિન્ટેન્ડેન્ટ) શ્રી કે. જી. વૈદ્ય પિતાના ઉપયોગ માટે કરેલી તેમાંથી કેટલાંક અલભ્ય પુસ્તકોને અહીં મેં ઉલેખ - કર્યો છે, એ બદલ એમને આભાર માનું છું. ૮. સને ૧૮૭૮ સુધીમાં આવી ૮૧ પુસ્તિકા પ્રગટ થઈ હતી. એ પૈકી કેટલીકની યાદી તથા વિશેષ વિગતે માટે જુઓ હીરાલાલ પારેખ, ગુજરાત વર્નાક્યુલર સેસાયટીને ઈતિહાસ', ભાગ-૧, પૃ. ૫૯-૬૨. ૯. એમાં એક અપવાદ ગણવો હોય તે ગણું શાય. સત્તરમા સૌકામાં થયેલા હિંદી કવિ . બનારસીદાસે પચાસ વર્ષની વય સુધીને પિતાને જીવનવૃત્તાંત આલેખતું “અર્ધકથાનક' નામે કાવ્ય રચેલું છે. ૧૦. “મારી હકીક્ત” ૧૮૮૬માં લખાઈ હતી, પણ એનું પ્રકાશન નર્મદના જન્મ શતાબ્દી વર્ષમાં, ૧૯૩૩માં થયું ! ૧૧. મણિલાલના “આત્મચરિત્ર ને માટે ભાગ અપ્રગટ હતું તે ધીરુભાઈ ઠાકરે ઠેઠ ૧૯૭૯ માં સંપાદિત કરીને બહાર પાડથો છે. ૧૨. આ બીજો ભાગ સંજોગવશાત ઘણાં વર્ષ સુધી અપ્રગટ રહ્યો. એની પ્રસ્તાવના લેખકે, આ લાંબી મુસાફરી પૂરી કર્યા પછી તુરત ૧૦ ઓક્ટોબર, ૧૯૦૭ના રોજ લખેલી છે, પણ પુરત ના પ્રકાશનની ટૂંકી પ્રસ્તાવના નીચે કેપટાઉન તા. ર૯ જૂન, ૧૯૨૯ નિર્દેશ છે. ડાક માસ બાદ પુસ્તક પ્રગટ થયું ત્યાર પહેલાં જ લેખક અવસાન પામ્યા હતા. એને પ્રકાશનમાં સહાય કરનાર એમના મિત્ર અને શુભેચ્છક રુસ્તમજી પેસ્તનજી મસાણીએ આરંભમાં એમનું ટૂંકું જીવનચરિત આલેખ્યું છે અને પુસ્તકના મહત્વને પરિચય આપે છે. ૧૩. તાશ્કેદમાં મગન હકીમ નામે એક સિંધી હિંદુ વૈદ્યની ધીક્તી પ્રેટિસની નેંધ લેખકે ૧૪. એ જ ગ્રંથની ત્રીજી આવૃત્તિ પાછી ફાર્બસ સભાએ પ્રસિદ્ધ કરી હતી (પહેલે ભાગ ૧૯૨૨, બીજો ભાગ ૧૯૨૫). “૧૫. ડાહ્યાભાઈ દેરાસરી, ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન', પૃ. ૫૩-૫૪ ૧૬. સને ૧૯૬૩માં દિલ્હી ખાતે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું પચાસમું અધિવેશન મળ્યું તે સમયે પ્રાદેશિક ભાષાઓમાં પ્રગટ થયેલા વિજ્ઞાનવિષયક સાહિત્યની સૂચિ તૈયાર કરવાની વિનંતી કોંગ્રેસના કાર્યવાહકો તરફથી કરવામાં આવી હતી. એના પ્રતિભાવરૂપે વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે યુનિવર્સિટી લાઈબ્રેરીના સહકારથી ત્યાર સુધીમાં છપાયેલાં ગુજરાતી પુસ્તકની વ્યવસ્થિત સૂચિ કરી હતી. વડોદરામાં ઉપલબ્ધ હતાં તે જ પુરત, કેટલોગ આદિ ઉપરથી એ સૂચિ થઈ હોવા છતાં એમાં સાતસે કરતાં વધુ કૃતિ હતી. ગુજરાતીમાં પ્રગટ થયેલાં તમામ પુસ્તક ગુજરાત કે મુંબઈના કોઈ પુરતકાલયમાં નથી અને ભૂતપૂર્વ દેશી રાજયોમાં બહાર પડેલાં પુસ્તક કોપીરાઇટલાઇબ્રેરીમાં મેકલવાનું ફરજિયાત નહતું, એ જોતાં વિજ્ઞાનવિષયક ગુજરાતી પુસ્તકોની ખરેખર સૂચિ આ કરતાં ઠીક ઠીક મેટી થવી જોઈએ.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy