SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ ક્ષણ બીજ ઉલ્લેખપાત્ર પુસ્તકમાં ગણપતરાય ગેપાલરાવ બકૃત અનાદિ કાળથી ચાલી આવેલી પ્રાણિજ સૃષ્ટિ'(૧૮૯૭) અને “હિન્દની ખનિજ સંપત્તિ (૧૮૯૩), વિષણ ગેવિંદ ચિપલેકર કૃત હિન્દુસ્તાનના સપ, ભાગ ૧ (૧૮૮૯), ત્રીકમલાલ દામોદરદાસકૃત ઇલેકટ્રોપ્લેટિંગને હુનર'(૧૯૦૩), “સીમેન્ટ બનાવ વાને હુનર(૧૯૦૩), “વાર્નિશ (૧૯૦૫) અને વિવિધ પ્રકારના હુન્નરપગી તેજાબે (૧૯૦૫), આત્મારામ મોતીરામ દીવાનજી કૃત પશુના ઔષધનું શાસ્ત્ર (૧૯૦૫), “અશ્વપરીક્ષા (૧૯૦૫), “શરીર અને ઇન્દ્રિયવિજ્ઞાન (૧૯૦૫), “ખગોળ સંબંધી વ્યાખ્યાનમાળા'(૧૯૦૮) અને “ખળવિદ્યા'(૧૯૧૦), ગંગાશંકર મણિશંકર વૈષ્ણવકૃત “પદાર્થવિજ્ઞાન(૧૯૦૮) આદિ ગણાવી શકાય, - ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં વડોદરા રાજ્યના આશ્રય અને ઉત્તેજનથી વિજ્ઞાન-વિષયક કેટલાંક મહત્વનાં ગુજરાતી પ્રકાશન થયાં હતાં; એની નધિ આ પ્રકરણના પરિશિષ્ટમાં વડોદરા રાજ્યની સાહિત્યપ્રવૃત્તિ સાથે લઈશ. પાલીપ ૧. અનંતરાય રાવળ, ભૂતપૂર્વ વડોદરા રાજ્યના ઉપક્રમે જાન્યુઆરી ૧૯૪૮ માં યોજાયેલા - ગુજરાતી ગ્રંથકાર સંમેલનમાં અપાયેલું વ્યાખ્યાન “અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પ્રેરકબળે” (ગ્રંથસ્થ થયું વ્યાખ્યાતાના લેખસંગ્રહ “ગધાક્ષત', પૃ. ૨૪૫-૩૦ ૭માં) ૨. અનંતરાય રાવળ, ગન્ધાક્ષત', પૃ. ૨૬૪-૬૫ ૩. એજન, પૃ. ૨૭૯. ૪. “રાઈને પર્વત’ વાચકને સામાન્યત: ટાઢું નાટક લાગે અને આ લેખકને, પાઠ્ય-પુરતક તરીકે અનેક વાર વાંચ્યા પછી પણ એ એવું જ લાગતું હતું, પણ ૧૯૪૮માં ગુજરાત વિદ્યાસભાની શતાબ્દી પ્રસંગે શ્રી જયશંકર સુંદરી’ના દિગ્દર્શન નીચે એ ભજવાયું ત્યારે સાહિત્યિક ગુણવત્તા સાથે એની અસામાન્ય તખ્તાલાયકી પ્રગટ થઈ હતી. ૫. ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલા તમામ ગ્રંથની શાસ્ત્રીય સૂચિ આપણાં અભ્યાસ અને સંશોધનનું એક આવશ્યક સાઘન હોવું જોઈએ. (એની પૂર્તિરૂપે સામચિકની લેખસચિ પણ હોય). આવી સૂચિને અભાવે અભ્યાસીઓને કેટલે બધે પરિશ્રમ અને સમય કેવળ સામગ્રી અને એ પણ છૂટક વરૂપે એકત્ર કરવામાં જાય છે! થવી જોઈતી ગ્રંથસૂચિની રૂપરેખા માટે જુઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર “પરબ', જાન્યુઆરી ૧૯૭૯ માં ભેગીલાલ સાંડેસરા લેખ “ગુજરાતી ગ્રંથસૂચિ'. " ક, શિલાછાપમાં પ્રગટ થયેલા આ પુરતકના ટાઈટલ-પેજને બ્લેક હીરાલાલ પારેખ-કૃત ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઈતિહાસ , ભાગ-૧, પૃ. ૩૮ ઉપર છપાય છે. શ્રી પારેખ લખે છે: “આટલું જૂનું છાપેલું પુસ્તક બીજું કોઈ અમારે જોવામાં આવ્યું નથી (પૃ. ૩૭), પણ મન્ડ-ક્ત “ગ્લસરી” ૧૮૦૮માં છપાયેલી હાઈ એને ઉપલબ્ધ પ્રથમ પ્રકાશન ગણવી જોઈએ જુએ પ્રકરણ ૧૨ નું પરિશિષ્ટ).
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy