SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ સાહિત્ય આ મધ્યHલીન પરપરાનું સાહિત્ય ૧. મુખ્ય પ્રવાહ ઈ.સ. ૧૮૧૮ થી અંગ્રેજી કમ્પની સરકારે ગુજરાત પર વર્ચસ જમાવવાને આરંભ કર્યો એ સાથે નવી પદ્ધતિની ગુજરાતી શાળાઓ વધતી ચાલી અને અર્વાચીન કેળવણીને યુગ શરૂ થયે, એમ છતાં મધ્યકાલીન સાહિત્યપ્રકાર લુપ્ત થયા નહતા. જૂની પરંપરામાં ટેવાયેલા આવા સાહિત્યસ્વામીઓ એમના પ્રસિદ્ધ તેમ હસ્તલિખિત સંગ્રહમાં પડેલી અપ્રસિદ્ધ કૃતિઓ દ્વારા જાણવામાં આવ્યા છે. છેક ૧૯મી સદીની છેલી પચીસીના આરંભ સુધી આ અસર જોવા મળે છે. અહીં એવા નામાંકિત સાહિત્યસ્વામીઓની ટૂંકી માહિતી આપી છે. . રણછોડજી દિવાન (ઈ.સ. ૧૭૬૪–૧૮૪૧) જૂનાગઢની બાબી રિયાસતના સ્તંભ દીવાન અમરજીને એક પુત્ર રણછોડજી જૂનાગઢને વડનગરા નાગર હતું અને જૂનાગઢના નવાબને દીવાન હતા. એ પિતાની જેમ એક શૂરવીર યોદ્ધા ઉપરાંત સાહિત્યકાર પણ હતો. “તારીખે–સેરડવા હાલાર” (ઈતિહાસ) અને રુકાતે ગુના ગુન” (ફારસી પત્રોને સંગ્રહ) એની બે ઉતમ ફારસી ગદ્યની રચના છે. ઉપરાંત એની ગુજરાતી પદ્યબદ્ધ રચના “ચંડીપાઠના ગરબા (ઈ.સ. ૧૮૨૨), રામાયણના રામાવળા” (સન ૧૮૨૩ અપ્રસિદ્ધ) અને “શિવગીતા' (ફારસી ટિપ્પણુ સાથે અપ્રસિદ્ધ) જાણવામાં આવી છે, જેમાંની પહેલી કૃતિ તે અનેક વાર છપાયેલી છે. આ ઉપરાંત એક ચેપડામાં કામદહન શિવવિવાહ શંખચૂડ ત્રિપુરાખ્યાન કાલખંજ મહિનાછળ, બ્રહ્મનાં ૮૪ નામ, અંધકાખ્યાન નાગરવિવાહ અને બૂઢેશ્વર બાવની જાણવામાં આવ્યાં છે. દયારામ (દયાશંકર) પ્રભુરામ ભટ્ટ (ઈ.સ. ૧૭૭–૧૮૫૩) - કવિ સમ્રાટ નાનાલાલે જેને ‘બંસીએલને કવિ' કહ્યો છે તે ભક્તકવિ દયારામ જ્ઞાતિએ સાઠોદર નાગર બ્રાહ્મણ હતા અને ઈ.સ. ૧૮૦૩-૦૪ માં નાથદ્વારામાં આવેલા વનમાળીજીના મંદિરના ગે. શ્રીવલ્લભજી મહારાજ પાસે વૈષ્ણવી દીક્ષા પામ્યા . ડાકોરમાં જઈ વસેલા વલ્લભ સંપ્રદાયના ઉચ્ચ કોટિના દાર્શનિક વિદ્વાન ઈરછારામ ભટ્ટજીના સંપર્કને લીધે એ આ૪ મરજાદી વૈષ્ણવ બન્યો હતે. ૧૮૧૩ માં ચાંદ છેડી ડભોઈમાં જઈને એણે નિવાસ કર્યો હતો. એણે આખ્યાને, અનેકવિધ પદે, અનેક પ્રકારના ગરબા, સંખ્યાબંધ મધુર ગરબીઓ, ઉપરાંત વજ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy