________________
બ્રિટિશ કાહ રાજ્યને તથા ૧૮૫૭ના બળવાને વૃત્તાંત નોંધપાત્ર છે. અલબત્ત આ નાનકડાં પાઠયપુસ્તકોમાં આપેલી રૂપરેખાત્મક માહિતીમાંથી આ કાલના ઈતિહાસને લગતી માહિતી ઘણી આછી અને ઓછી મળે છે. શ્રી એદલજી ડોસાભાઈએ લખેલ ગુજરાતનો ઈતિહાસ' (૧૮૫૦) સામાન્ય વાચકે માટે પહેલ-વહેલે તૈયાર થયે હોય એ રૂપરેખાત્મક જ છે. એમાં ૧૮૧૮ થી ૧૮૫૦ સુધીને ઇતિહાસ હેક પાનામાં જ આવે છે ને એ પણ વડોદરાના ગાયકવાડ રાજ્યને અનુલક્ષીને.
સ્થાનિક ઈતિહાસ વિશે આ કાલ દરમ્યાન લખાયેલા બીજા અનેક ગ્રંથ આ કાલના ઈતિહાસમાં સમકાલીન સાધન તરીકે ઉપકારક નીવડે છે.
જૂનાગઢના દીવાન રણછોડજી અમરજીએ ફારસીમાં ‘તારી સેટ વે ફાસ્ત્રાવ લખે, એ મુખ્યત્વે ૧૮૧૫–૧૮૩૦ દરમ્યાન લખાય છે ને એમાં અંતે ૧૮૪૦. સુધીના અગત્યના પ્રસંગ પુરવણીરૂપે ઉમેર્યા છે. આ ગ્રંથમાં ૧૮૧૮ થી ૧૮૪૦ સુધીની સમકાલીન ઘટનાઓ લેખકે સોરઠ અને હાલાર સંબંધી વિગતે નિરૂપી છે તે એ રાજ્યોના ઈતિહાસ માટે અગત્યની ગણાય.
અંગ્રેજ અધિકારી મિ. એલેકઝાન્ડર કિન્લોક ફેન્સે ૧૮૫૦-પ૬ દરમ્યાન ગુજરાતના ઇતિહાસને વિશે વહીવંચાઓના ચોપડા અને જૈન લેખકના રાસ વગેરે સાધનેમાંથી માહિતી એકત્ર કરી અંગ્રેજીમાં સળંગ વિસ્તૃત તવારીખ તૈયાર કરી, જે “રાસમાલા” નામે, બે ગ્રંથામાં ૧૮૫૬ માં પ્રકાશિત થઈ. એમાં કુલ ચાર વિભાગ પાડેલા છે. એમાંના વિભાગ ૧ માં પ્રાચીનકાલને, વિભાગ ૨ માં સલતનત કાલને અને વિભાગ ૩ માં મરાઠા તથા બ્રિટશ કાલને વૃત્તાંત નિરૂા. છે, એમાંના વિભાગ ૩ માં ઈ. સ. ૧૮૧૮ થી પોતાના સમય સુધી જે વૃત્તાંત આવે છે તેમાં અમદાવાદ કાઠિયાવાડ અને મહી કાંઠાના ઇતિહાસની ઘણી માહિતીને સમાવેશ થાય છે. વિભાગ ૪ માં વિવિધ પ્રકારની સામાન્ય માહિતી આપી છે તેમાં બ્રિટિશ સત્તા નીચે રાજપૂતની જમીનને વહીવટ વિશેનું પ્રકરણ આ કાલના વહીવટી ઇતિહાસ માટે ઉપકારક છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ શ્રી રણછોડભાઈ ઉદયરામ પાસે એ ગ્રંથને ગુજરાતી અનુવાદ કરાવી ૧૮૬૮ માં બહાર પાડયો. એની બીજી આવૃતિ(૧૮૮૯)માં અનુવાદકે કેટલાક વૃત્તાંત ઉમેરેલા, એમાં આપેલી કેટલીક દેશી રાજ્યના રાજવંશની અંતિમ વિગતે આ કાલના ઇતિહાસ માટે ઉપયોગી ગણાય.
શ્રી કાળિદાસ દેવશંકર પંડ્યાએ ગુજરાતમાં દેશી રાજ્ય વિશે વિસ્તૃત માહિતી સંકલિત કરી “ગુજરાત-રાજસ્થાન” નામે દળદાર ગ્રંથરૂપે ૧૮૮૪ માં પ્રગટ કરી. એમાં લેખકે વડોદરા રાજ્ય, પાલનપુર એજન્સી, સુરત એજન્સી,