SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સાધન સામગ્રી છે તેમાંથી એ દસકાઓના ઇતિહાસ, ખાસ કરીને રાજકીય તથા વહીવટી અતિહાસ વિશે કેટલીક પ્રમાણિત માહિતી મળી રહે છે. વળી બ્રિટિશ સરકારે સમસ્ત હિંદનાં પ્રદેશ રિયાસતા પ્રાંતા જિલ્લા તાલુકા નગરા વગેરે સ્થળાને લગતું ગૅઝેટિયર ૧૮૮૧ માં નવ ગ્રંથામાં પ્રગટ કરેલું, ૧૮૮૫-૮૭ માં એની ૧૪ ગ્રંથામાં સંવર્ધિત આવૃત્તિ બહાર પાડેલી ને પછી ૧૯૦૮૧૯૦૯ માં એની તદ્દન નવી કહી શકાય તેવી સુધારેલી આવૃત્તિ કુલ ૨૬ ગ્રંથામાં પ્રકાશિત કરેલી. ૧૪ એમાં ગ્રંથ ૧-૪માં ભારતીય સામ્રાજ્યને વર્ણનાત્મક અતિહાસિક આર્થિક અને વહીવટી વૃત્તાંત નિરૂપાયા છે, ગ્રંથ ૫–૨૪ માં ૧૯૦૧ ની વસ્તી-ગણતરીના આધારે વહીવટી અમલદારોએ તૈયાર કરેલાં અધિકરણ સ્થળ નામાના અકારાદિ ક્રમે આપ્યાં છે, ગ્રંથ ૨૫ માં ગ્રંથ ૧–૨૪ માં આવેલાં વિશેષ નામેાની વિસ્તૃત શબ્દસૂચી આપી છે, ને ગ્રંથ ૨૬ માં ભારતને લગતા ૨૮ વિવિધ સામાન્ય નકશા, પ્રાંતાને લગતા ૧૮ નકશા અને નગરેને લગતા ૧૬ પ્લૅન આપ્યા છે. આ ગ્રંથમાળાનું શીર્ષીક છે The Imperial Gazetteer af India. The Gazetteer of the Bomby Presidency માં આપેલી માહિતીમાં એ ગ્રંથમાળા કેટલીક બાબતમાં એકાદ દસકા જેટલા પછીના સમય માટે પૂરક માહિતી પૂરી પાડે છે. વડાદરા રાજ્યે શ્રી, ગા. હા. દેસાઈ પાસે પેાતાના ચારે ય. પ્રાંતાના સ સંગ્રહ ગુજરાતીમાં તૈયાર કરાવી ૧૯૧૯–૨૧ માં પ્રકાશિત કર્યા. એવી રીતે એણે અંગ્રેજીમાં પણ ગેઝેટિયર તૈયાર કરાવ્યું. તે ખે ગ્રંથામાં ૧૯૨૩ માં પ્રસિદ્ધ થયું. એમાં અમરેલી પ્રાંત જેને ખમ્બે ગેઝેટિયર'માં વડાદરા રાજ્યના ગ્રંથમાં ન લેતાં કાઠિયાવાડના ગ્રંથમાં સમાવેલા, તેને અહીં. રાજ્યના અન્ય પ્રાંતા સાથે સમાવી લીધા છે. વડાદરા રાજ્યના ૧૮૮૩ થી ૧૯૧૪ ના ઇતિહાસ માટે આ બંને ગ્રંથાવલી અગત્યની નીવડી છે. ૩. સમકાલીન ઇતિહાસગ્રા ગુજરાતમાં અગ્રેજી રાજ્ય સ્થપાતાં કેટલાક વિદેશી અધિકારીએએ અહીના ઇતિહાસ-પુરાતત્ત્વ વિશે અન્વેષણ કરવા માંડયુ. ખીજી બાજુ અર્વાચીન ઢબની ગુજરાતી તથા અંગ્રેજી શાળાઓ સ્થપાતી ગઈ તેને માટે ઇતિહાસનાં ખાસ કરીને પ્રાદેશિક કે સાંસ્થાનિક ઇતિહાસનાં, પાઠયપુસ્તકેા તૈયાર કરાવવાની જરૂર પડી. એમાં શ્રી મગનલાલ વખતચંદે તૈયાર કરેલા ગુજરાત દેશને ઇતિહાસ’ (૧૮૬૦ માં પ્રકાશિત) ઉલ્લેખનીય છે. એમાં બ્રિટિશ કાલને લગતા લખાણમાં ગાયકવાડી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy