SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ બ્રિટિશ કાલ 'ઊણપ જણાઈ હતીઃ ધર્મને લગતા પાઠ નિર્માલ્ય હતા સ્વદેશાભિમાન અને સ્વદેશ ભાષાના પાઠ વિરલ હતા, પરાક્રમ, ઉત્સાહ આદિ વીર્યવાન સદ્દગુણનાં દૃષ્ટાંતરૂપ ચરિત્રોનો એમાં અભાવ હતા, સહૃદયતા કેળવે એવાં કાવ્ય તથા કાવ્યલક્ષણના નિયમો બતાવતા પાઠે પણ એમાં ન હતા. જે. જી. કેવટનના મત મુજબ આ વાચનમાળાને હેતુ રસ સાથે બોધ આપવાનું હતું અને પિતાના દેશના રીતરિવાજોમાં રસ લેતા કરવાને હતા; આ ઉપરાંત પશ્ચિમના દેશે, એના લેકે અને એમની સંસ્કૃતિથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાને આ વાચનમાળાનો હેતુ હતો. “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શનના લેખક આ વાચનમાળા માટે ગુજરાતી પ્રજા હેપ સાહેબના અહેસાન નીચે છે એમ જણાવે છે. આ વાચનમાળા ૧૯૦૭ સુધી પ્રચલિત હતી. ત્યારબાદ વર્નટન-સંપાદિત વાચનમાળા શરૂ થઈ હતી. પાઠ્યપુસ્તકે ઉપરાંત વ્યાકરણ શબ્દકોશ વગેરેની રચના આ કાલ દરમ્યાન થઈ હતી. ડે. મંડે શિખાઉ અંગ્રેજો માટે ગુજરાતી વ્યાકરણની રચના અને ૧૮૦૮ માં કરી હતી. સને ૧૮૨૨ માં મરેકૃત વ્યાકરણ ઉપરથી અરદેશર બહેરામજીએ કેશયુક્ત વ્યાકરણની રચના કરી હતી. વિલિયમ ફેંર્બસે સને ૧૮૨૯ માં ડ્રમંડ જેવું વ્યાકરણ તૈયાર કર્યું હતું. એની સુધારેલી-વધારેલી બીજી આવૃત્તિ સને ૧૮૪૫ માં બહાર પડી હતી. ખંભાતના મિરઝા મહમદ કાઝીએ ૧૮૪૬ માં ગુજરાતી-અંગ્રેજી કેશ નવરોજજીની સહાયથી બહાર પાડ્યો હતો. સને ૧૮૪૭ માં વિલિયમ કલાર્કસને ગુજરાતી ભાષાનું વ્યવસ્થિત મોટું વ્યાકરણ બહાર પાડયું હતું. રૂસ્તમજી રાણીનાએ ૧૮૫૧ માં શરૂ કરેલે અંગ્રેજી-ગુજરાતી કોશ ૧૮૫૭ માં બહાર પાડ્યો હતો. કવિ નર્મદાશંકર અને દલપતરામે પિંગળ વ્યાકરણ અને કેશના ગ્રંથ અભ્યાસનાં આવશ્યક અંગ તરીકે ગણું તૈયાર કર્યા હતા. ગુજરાતી વર્નાકયુલર સોસાયટીએ ગુજરાતી કેશ અને વ્યાકરણ તૈયાર કરાવવાનું કામ આરંભથી હાથ ધર્યું હતું. વ્યાકરણ જોસેફ વેન ટેલરે શાસ્ત્રી વ્રજલાલની સહાયતાથી તૈયાર કર્યું હતું. વ્રજલાલ શાસ્ત્રીએ “ઉત્સર્ગમાળા' દ્વારા ભાષાશાસ્ત્રને પાયો નાખ્યું હતું. નર્મદાશંકર કવિએ કેશ તૈયાર કર્યો હતો.પર સને ૧૮૭૩ માં પાઠયપુસ્તક-સુધારણ માટે પૂનામાં મળેલી સમિતિએ પાઠયપુસ્તકમાંથી ધર્મની ખોટી માન્યતાઓ, દેવદેવાદિમાં અંધશ્રદ્ધા અને અજ્ઞાનમૂલક અને ભ્રમજનક રીતિનીતિના વર્ણને અને વિવેચને કાઢી નાખવા ભલામણ કરી હતી. ગુજરાતનાં પાઠયપુસ્તકે આ દેષથી મુક્ત હતાં અને તેથી જ ભારત સરકારે એને આદર્શરૂ૫ ગણુને ૧૮૭૭ માં બધાને અનુસરવા ભલામણ કરી હતી. લોર્ડ કર્ઝને વીસમી સદીની શરૂઆતમાં પાઠયપુસ્તક-સુધારણું ઉપર ભાર મૂક્યો
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy