SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવણી ૩૪૯ શીખીને તૈયાર થયેલા માણસો રાજભક્ત, કર્તવ્યપરાયણ, દેશભક્ત, લેકસેવામાં તત્પર અને સદાચરણમાં ચડિયાતા થયા એ વાત પ્રસિદ્ધ છે ઉપર્યુક્ત પુસ્તકે અંગે એવી ટીકા પણ થઈ હતી કે “રોજના વ્યવહારમાં ઉપયોગી થઈ પડે એવા દેશી હિસાબ શીખવાતા નથી અને વાચનગ્રંથમાંથી સામાન્ય જ્ઞાન મળતું નથી. માટે બીજો ક્રમ ગોઠવવું જોઈએ અને વાચનમાળા નવી તયાર કરવી જોઈએ.૫૦. આ પુસ્તકે ક્રમિક પણ ન હતાં અને ગોખણપટ્ટીને ઉત્તેજન આપે તેવાં હતાં એવી પણ ટીકા થઈ છે. વૂડ ડિસ્પેચના પરિણામે મુંબઈ રાજ્યમાં કેળવણીખાતાને જન્મ સને ૧૮૫૫ માં થયે. સને ૧૮પ૭ માં કેળવણીખાતાના નિયામક હાવડે મરાઠી પુસ્તકને. અનુવાદ કરીને વાપરવા જણાવેલ, પણ ઉત્તર વિભાગના શિક્ષણાધિકારી ટી. સી.. હેપને આ સૂચન એગ્ય લાગ્યું ન હતું અને તેથી સાત ધોરણ માટે સાત વાચનમાળા તૈયાર કરવાની ચેજના એણે રજૂ કરી. દુર્ગાશંકર મહેતાજી, કવિ, દલપતરામ, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ વગેરેના પ્રયાસથી આ વાચનમાળા તૈયાર કરાઈ હતી. એમાં વિષયનિરૂપણ શૈલી તેમજ પાનાંની સંખ્યા એ બધાંની ક્રમિકતા સચવાય એની કાળજી એમણે રાખી હતી. પહેલી બે ચોપડી પ્રાથમિક કક્ષાની, પછીની બેમાં સરળ વાચન-સામગ્રી અને છેલ્લી ત્રણમાં કઠિન વિષ આવે એવી એમણે પેજના કરી હતી. એમાં વિજ્ઞાનને આવરી લેતા પાઠ બાળકની વયને. ધ્યાનમાં રાખીને ગ્ય સ્થાને ગોઠવવામાં આવ્યા હતા. કવિતા–વિભાગ, દલપતરામને સોંપવામાં આવેલ. આ વાચનમાળા સને ૧૮૫૮ માં પ્રગટ થઈ હતી. આ વાચનમાળામાં ૧,૨૦૦ પૃષ્ઠ અંદાજે હતાં. આખી વાચનમાળાની રચના “Look and Say–જુઓ અને કહે” એવી અને લખાણુ રસ પડે તેવું પસંદ કરાયું હતું. આ વાચનમાળાની કેટલીક કવિતાઓ ખૂબ લોકપ્રિય બની હતી. અને એને સંગ્રહ જુદો છપાવાયો હતો. “વાચનમાળામાં જરૂરી જ્ઞાન આપવાને પ્રયત્ન થયેલું છે, પણ તેની રચના અને સંકલનામાં નીતિને ઉપદેશ અને ચારિત્ર્યના બંધારણ પ્રતિ વિશેષ લક્ષ આપેલું છે. કવિતા ટૂંકી, મુદ્દાસર, બાળજિજ્ઞાસાને રુચે અને સંતોષે એવી ધાટીની, સાદી પણ મનોરંજક, છતાં જીવન ઉપર પ્રબળ અસર કરે એવી પ્રબોધક હતી.” નવીન ગુજરાતના ઘડતરમાં હેપ વાચનમાળાને મોટો હિસ્સો હતા.૫૧ સને ૧૮૭૭ માં હિંદ સરકારની પાઠ્યપુસ્તક માટેની સમિતિએ આ વાચનમાળાને આદર્શરૂપ ગણી બધાને એને અનુસરવા સૂચન કર્યું હતું. સને ૧૮૬૫ થી ૧૯૦૫ દરમ્યાન આ વાચનમાળામાં સુધારા-વધારા થયા હતા. આનંદશંકર ધ્રુવને આ વાચનમાળામાં ચાર ગંભીર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy