SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ બ્રિટિશ કાશ તથા નિત્યહમ તરફ પૂરતું લક્ષ્ય અપાતું. એ ઉપરાંત સ્માર્તકર્મમાં ઋગ્વનું આશ્વલાયન ગૃહ્યસૂત્ર, યજુર્વેદનું પારસ્કર ગૃહ્યસૂત્ર અને સામવેદનું ગભિલા ગૃહ્યસૂત્ર પણ અભ્યાસને વિષય બનતાં.૧૩ આ સમય દરમ્યાન ગુજરાતમાં અનેક પાઠશાળાઓ હતી તેમાંની મુખ્ય અમદાવાદ વડોદરા પેટલાદ ડભોઈ થાણેદ ધમડાછા શિનેર નાંદેલ(તા. દહેગામ) ગેરીતા-કોલવડા(તા. વિજાપુર) કેવડા(તા. વિજાપુર) વિસનગર વિજાપુર ગણદેવી વિરમગામ પહેગામ વલભીપુર ભાવનગર જામનગર પિરબંદર જુનાગઢ માંગરોળ પ્રભાસ મોરબી કચ્છ વગેરેમાં હતી. પેટલાદમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે. ઈ.સ. ૧૮૯૦ માં સ્થાપેલી રાજકીય સંસ્કૃત પાઠશાળા હતી, જેમાં કર્મકાંડ, તિષ વ્યાકરણ અલંકાર સાહિત્ય જેવા વિષય શીખવાતા.૧૪ અમદાવાદમાં બેચર લશ્કરીની અને સ્વામિનારાયણની પાઠશાળાઓ પ્રતિષ્ઠિત ગણાતી. મેરબીમાં સંસ્કૃત કેલેજ અને રજીરાવ સંસ્કૃત પાઠશાળા હતી. ઈ.સ. ૧૮૬૫ માં મેરખી. સંસ્કૃત લોજમાં શંકરલાલ મહેશ્વર પંડિત આચાર્ય હતા અને એ પહેલાં રાજીરાવ પાઠશાળામાં અધ્યાપક હતા.૧૫ શિનેરની સંસ્કૃત પાઠશાળામાં વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીએ રંગીલાલ મહારાજ પાસે છેડે વખત ન્યાયનું અધ્યયન કર્યું હતું અને શેડો કેગને અભ્યાસ કર્યો હતો. આ સાથે એમણે કૌમુદી વેદ વગેરેના અભ્યાસનો પણ પ્રારંભ કર્યો હતે. (ઈ.સ. ૧૮૪૫-૫૦ દરમ્યાન).૧૪ ચાંદ(જિ, વડોદરા)માં સર વિઠ્ઠલદાસ દામોદર મૂળજી ઠાકરસી સંસ્કૃત પાઠશાળાની સ્થાપના સને ૧૮૯૭ માં થઈ હતી. એમાં સ્કૂલમાં ભણતાં બાળકને ત્રિકાલસંડ્યા, દ્વાષ્ટાધ્યાયી મહિમ્નસ્તેત્રાદિ વગેરેનું સવારે બે કલાક જ્ઞાન અપાતું. સંસ્કૃતના અભ્યાસી વિદ્યાર્થીને યાજ્ઞિક વિષયનું જ્ઞાન અપાતું વીસમી સદીના આરંભમાં સરખેજમાં શ્રી કૂલશંકર ચંબકરામ જોશીએ સંસ્કૃત પાઠશાળાને પિતાનું મકાન દાનમાં આપી આ પાઠશાળાને આરંભ કર્યો. એમાં પ્રારંભિક વ્યાકરણ સંધ્યા રુદ્રી વગેરેનું શિક્ષણ અપાતું. વડોદરામાં હિંદુ રાજ્યના આશ્રયને લીધે અને દક્ષિણીઓના વસવાટને કારણે નવ પાઠશાળા હેવાનું મનાય છે. ભરૂચમાં નર્મદા સંસ્કૃત વેદશાળાની સ્થાપના સં. ૧૯૪૦(ઈ.સ. ૧૮૮૩)માં માધવરાવ યંબકરાવ જેગે કરી. એમાં સનાતન ધર્મ, વેદવિદ્યા તથા સંસ્કૃત વ્યાકરણ શીખવાતાં. આરંભમાં બ્રાહ્મણના છોકરા દાખલ થયા. પછીથી વેદશાળાની પ્રતિષ્ઠા વધતાં વાણિયાના છોકરા પણ દાખલ થવા લાગ્યા. દરેક વેદ શીખવવા માટે દર વર્ષે રૂ. ૧૦૦ના પગારથી અલગ શિક્ષક રાખવામાં આવ્યા. ઈ.સ.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy