SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ પોરબંદરના મુસલમાન મેમણુ ખાન વગેરે વેપારીએ મુખ્ય હતા. પાછળથી ખેડાના પાટીદારા વસવા આવ્યા. એમનું વલણુ વતનપરસ્ત હેાવાથી તેઓ પેસેન્જર ઈન્ડિયન' તરીકે ઓળખાતા હતા. સને ૧૮૭૫–૮૫ ના ગાળામાં એકમાંથી ૪૦ ની સંખ્યા થઈ હતી. ગારાઓને ભારતીય મજૂરા રહે એ સામે વાંધા ન હતા, પણુ ગુજરાતી સામે તેઓ વેપારમાં ટકી શકતા ન હતા. વેપારી તરીકે આફ્રિકી સમાજને સુધારવામાં એમનેા મહત્ત્વને કાળા છે, ૧૮૮૫ માં નિમાયેલા વેગ (Wragg) કમિશને એમના તરફ અન્યાય થવા ન જોઈએ એમ જણાવ્યું હતું. ‘નાતાલના ઉદ્યોગામાં સંચાલ તરીકે એમણે ખૂબ ફાળા આપ્યા છે. ઉદ્યોગમાં અને કારીગર તરીકે એમની હાજરીથી નાતાલ સમૃદ્ધ થયું છે.' સને ૧૮૮૫ થી ભેદભાવની નીતિ રંગભેદને કારણે અપનાવવાની શરૂઆત થઈ. ૧૮૭૫ માં લા` સેલિસબરીએ બધા લે તરફ સમાનતા રાખવાની હિમાયત કરી હતી એનાથી આ વિરુદ્ધ વર્તીન હતું, ખાઅર વિગ્રહમાં ભારતીયોએ ગાંધીજીની આગેવાની નીચે અંગ્રેજોને મદદ કરી હતી તેથી આ દ્વેષમાં વધારા થયા હતા. ગિરમીટિયા મજુરાની જરૂરિયાતા પૂરી પાડવા ભારતીય વેપારીએ આવ્યા હતા. એમની સાથે એમની મૂડી લઈને નાતાલમાં આવનાર સૌ પ્રથમ માનવી પારબંદરના મેમણુ વેપારી અબુબકર હતા. આ વેપારીએ પૈકી થેાડા માલદાર ને જમીન-માલિક છે, મોટા ભાગના ફેરિયા અને નાના દુકાનદાર છે. ટ્રાન્સવાલમાં ભારતીયા ૧૮૮૪ પૂર્વે લન્ડન કન્વેન્શન પૂર્વે વસ્યા હતા. આરાગ્ય રક્ષવાને બહાને અલગ વસવાટ કરવાની એમને ફરજ પાડી હતી. ગારા જે સ્થળમાં વેપાર કરતા હેાય ત્યાં ભારતીયા દુકાન ધરાવી ન શકે અને વેપાર કરી ન શકે એવી માગણી ગેરાઓએ ૧૮૯૨ માં કરી હતી. ટ્રાન્સવાલમાં સ્થાવર મિલ્કત ધરાવવા ઉપર પ્રતિબંધ મુકાયે હતા. પ્રિટારિયા તથા હેાનિસળંગ'માં એમના ફૂટપાથ ઉપર ચાલવા ઉપર અને ટ્રામમાં બેસવા ઉપર પ્રતિબધ હતા. થાડાક ભારતીયેા કેપ કૅલાનીમાં વસ્યા હતા. રેલવેની ટ્રેનમાં ખાસ ડબામાં મુસાફરી કરી શકે એવી જોગવાઈ હતી. ૧૮૯૫-૧૯૧૩ દરમ્યાન કેટલાક ભાર• તીયેાને ભારત ધકેલી દીધા હતા. ગાંધીજીએ કાળા કાયદા સામે સત્યાગ્રહ કરીને નામના મેળવી હતી અને દેશના સ્વમાનનુ રક્ષણ કર્યું. હતુ. ખેા મેમણુ પાટીદાર અનાવળા વગેરે ગુજરાતીએ કાયમી વસવાટ કરીને રહ્યા છે. ડરબન લેડીસ્મિથ પીટરમારટિઝબગ ન્યૂકેસલ ખેાકસબ પ્રિટારિયા હેનિસબગ વીટવેટસ રૅન્ડ જમિસ્ટોન કિમ્બરલી પાર્ટ એલિઝાબેથ ઈસ્ટલન્ડન કેપટાઉન વગેરેમાં એમને વસવાટ છે. કેટલાક ભારતીય રેલવેમાં નાકરી કરતા હતા. વેપારીઓ ઉપરાંત શિક્ષક વકીલ ડાકટર વગેરેના વ્યવસાયમાં પણ ફ્રેટલાક ગુજરાતી છે. ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધી ઇન્ડિયન ઓપિનિયન' વર્તમાનપત્ર ચલાવતા હતા. ગેારા ૩૧૨
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy