SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કોલ અંદરનાં ગાઢ જંગલના ભાગમાં પ્રવેશીને વાહનવ્યવહાર માટેની સરળતા કરી આપી હતી. બેન્કર તરીકે એમણે પિતાની મૂડીથી વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું. ગેરા વસાહતીઓને પણ એમણે મૂડી ધીરી હતી. કોઈ પણ રાજ્ય સરકાર તરફથી પ્રામાણિકપણે એ વર્તે તે એમને દૂર કરવાનું શક્ય નથી.” આમ ભારતીયને પૂર્વ આફ્રિકાના વિકાસમાં મહદ્ ફાળે હેવા છતાં ૧૯૦૮ માં (સેક્રેટરી ઑફ સ્ટેટ, લેડ એલિજને કેનિયાને ઉરચ પ્રદેશ ગેરાઓ માટે અનામત રાખવાની નીતિ અખત્યાર કરી હતી. રાણી વિકટોરિયાએ ૧૮૯૫ માં બધી પ્રજા માટે મુક્ત વેપાર અને વસવાટ માટે સમાન હકકની ઘેષણ કરી હતી છતાં વચનભંગ કરીને ભાર તીય વેપારીઓને જમીન ધરાવવા તથા ઉરચ પ્રદેશમાં કાયમી વસવાટ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. ૧૯૧૩ માં આરોગ્યની દૃષ્ટિએ કાળા અને ગેરાઓ માટેના અલગ વસવાટ માટે પ્રો. સેમ્પસને હિમાયત કરી હતી. ૧૯૧૪ બાદ આ નીતિ સરકારે સ્વીત કરી હતી. ૧૯૦૯ માં કેનિયાની કાઉન્સિલમાં એક ભારતીય સભ્ય હતે. ખેતી, ગુમાસ્તાગીરી, ધાતુકામ, કડિયાકામ, દરજીકામ, ઈટ પાડવી, કારીગરી તથા રેલવે ટ્રાન્સપર્ટ, શરાફી વગેરે ધંધા, વેપાર ઉપરાંત, ગુજરાતીઓને હસ્તક હતા. જાહેર બાંધકામ ખાતામાં, રેલવેમાં તથા સરકારી કર્મચારીઓ તરીકે પણ એમની સંખ્યા ઘણી હતી. મેમ્બાસા અને નૈરોબી જિલ્લામાં મેટે ભાગે આ વસ્તી હતી. મોમ્બાસા નૈરોબી કસમુ બામુ ફોર્ટહેલ નકુર એલડોરેટ વગેરે સ્થળોએ એમણે શાળાઓ અને પુસ્તકાલય શરૂ કર્યા હતાં. ભારતથી અનાજ ચા કાપડ શણની બનાવટ વગેરેની આયાત થતી હતી, જ્યારે રૂની નિકાસ થતી હતી. યુગાન્ડામાં ગુજરાતીઓની વસ્તી મુખ્ય ઝાંઝીબારમાંથી ફેલાયેલા ખેજા અને અન્ય વેપારીઓની હતી, ૧૮૮૦થી બ્રિટિશ ઈસ્ટ આફ્રિકા કમ્પનીને વહીવટ હતે. ૧૮૯૩ માં બ્રિટિશ સરકારે આ વહીવટ સંભાળે.. ૧૮૯૬ માં યુગાન્ડામાં રેલવે-લાઈન શરૂ કરાઈ અને એ લેક વિકટેરિયા સુધી–ઈજા સુધી લંબાવવામાં આવી હતી. જા અને કમ્પાલામાં એમની વસ્તી ઘણી છે, મેટા ભાગના નાના વેપારીઓ તથા રૂના વેપારીઓ, સરકારી કારકુન, ગુમાસ્તાઓ વગેરે મુખ્યત્વે ગુજરાતીઓ છે. શેરડી કપાસ અને કેફીના વાવેતરને પ્રોત્સાહન આપવાને યશ ગુજરાતીઓને ફાળે જાય છે. અહીં ગોરાઓ અને ભારતીય વરચે કેનિયા જેવો સંઘર્ષ ન હતું અને તેઓ સંપીને રહેતા હતા. નાનજી કાળિદાસ તથા માધવાણું કુટુંબનું અહીં વેપારી સામ્રાજ્ય હતું. ૧૯૧૧ માં ૧,૮૫ર પુરુષ અને ૩૬૪ સ્ત્રીઓની કુલ વસ્તી હતી, જે પૈકી મોટા ભાગના ગુજરાતી હતા. ટાંગાનિકાને પ્રદેશ ઝાંઝીબારના સુલતાનના આધિપત્ય નીચે હતા, પણું ૧૮૮૪ માં જર્મન સંશોધકેએ અંદરના પ્રદેશમાં પ્રવેશીને સ્થાનિક રાજાઓ કે
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy