SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ - બ્રિટિશ કાલ પાછળથી ૧૯૦૪ થી ૧૯૦૮ દરમ્યાન થયેલી સ્વદેશી ચળવળને પરિણામે ગુજરાતના ગૃહ-ઉદ્યોગોને પ્રજા તરફથી અભૂતપૂર્વ પ્રેત્સાહન મળ્યું ખરું૫૯પણ એ “પાશેરામાં પહેલી પૂણ' સમાન નીવડયું. ઔદ્યોગિક ક્રાંતિના એતિહાસિક ‘તબક્કામાંથી પસાર થયેલ ઈંગ્લેન્ડ ગુજરાત તથા હિંદમાં રાજકીય સત્તા પણ ધરાવતું હતું એ હકીકતને જ આપણે લક્ષમાં લઈએ તે “પાશેરામાં પહેલી પણને ખ્યાલ વધુ સ્પષ્ટ થશે. ટૂંકમાં, ગુજરાતની પ્રજામાં અને ખાસ કરીને કારીગર વર્ગમાં, નૈતિક બળનું અને આર્થિક રાષ્ટ્રવાદની ભાવનાનું સિંચન કરવામાં સ્વદેશી આંદોલને એ મહત્વનો ભાગ ભજવ્યો, પણ ઇંગ્લેન્ડથી આવતા ઢગલાબંધ માલને ખાળવાના એક આર્થિક હથિયાર તરીકે એ નિષ્ફળ નીવડ્યાં. ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં ગુજરાતનું વહાણવટું પણ ઝડપથી તૂટવા માંડયું. યુરોપની મેટી રાક્ષસી કદની શિપિંગ કમ્પનીઓનાં યંત્ર-સંચાલિતા વેપારી જહાજ હિંદ મહાસાગરમાં જે ખુમારીથી ફરતાં તેની સરખામણીમાં સદીઓ-જૂનું ગુજરાતનું વહાણવટું વામણું લાગતું હતું. આ ઉપરાંત મુંબઈ અને કરાંચી જેવાં નગરોને બંદર તરીકે વિકાસ થતાં ગુજરાતનાં બંદરે નિરઘમી બન્યાં. ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં ધંધાની શોધમાં સુરત જિલ્લાના પારસીઓ અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાટિયા લેહાણા બેજ વણિક તથા ખારવા મુંબઈ સ્થળાંતર કરતા ગયા. રેલવે-પાટાના વિસ્તરણથી ગુજરાતને કાંઠાળ વેપાર (Coastal trade) તૂટતે ગયે.” પણ ગુજરાત એની વેપારી પરંપરાને વમળમાં ડુબાડી દે તેવું નિર્બળ ન હતું. ગુજરાતે આ સમયે એવી વ્યક્તિઓ ઉત્પન્ન કરી કે જે રણપ્રદેશમાં ઝરણું ખોદી શકે અથવા પ્રોજકીય ઈતિહાસ( entrepreneurial history)ની પરિભાષામાં કહીએ તે સમાજમાં સુષુપ્ત રીતે ધૂંધળી દશામાં રહેલી આર્થિક તકેનું બારીક અવલોકન કરી એને વાચા આપી શકે અને જોખમ ખેડીને પણ નવી, વેપારી પદ્ધતિ અને નવી ટેકને લોજીને અપનાવી એને અમલમાં મૂકી શકે.૧ આ કામ સરળ નથી હતું.. સમયક્રમ અને પ્રજન-શક્તિ (entrepreneurship)ની કક્ષાની દૃષ્ટિએ રણછોડલાલ છોટાલાલ સહુ પ્રથમ હતા. એમના પૂર્વજે મૂળ પાટણના, પણ એમના પિતા અમદાવાદ સ્થાયી થયા હેઈ રણછોડલાલની કેળવણી અને સંસ્કારોનું સિંચન અમદાવાદમાં થયું હતું. રણછોડલાલ સાહેદરા નાગર હતા. નાગરે એમની વેપારી કુનેહ માટે નહિ, પણ કેળવણ-વિષયક વહીવટી અને રાજદ્વારી બાબતે માટે
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy