SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક સ્થિતિ વનિતા વિશ્રામ' તરીકે ઓળખાયું.૨૪ શ્રી સુલોચનાબહેને ૧૯૧૪માં શ્રીમતી શારદાબહેન મહેતાના ગ્ય સહકારથી “વનિતા વિશ્રામના અંગ તરીકે “મહિલા વિદ્યાલય' નામે શાળાની સ્થાપના કરી. આ સંસ્થાએ અમદાવાદની સ્ત્રી કેળવણીમાં મહવને ફાળે આપે છે. ૧૯૦૮ માં શ્રી પ્રાણશંકર લલ્લુભાઈનાં ખંત અને શ્રમથી અમદાવાદમાં “બહેરાં-મૂળાંની શાળાને જન્મ થયો. આમ ધીરે ધીરે કેળવણીને વ્યાપ વધતાં જનસમાજ સમજતે થયે, સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવવા લાગ્યું, સમાજમાંથી બહુપત્નીત્વની પ્રથા અદશ્ય થવા લાગી અને એક–પત્નીત્વની ભાવના વિકસવા લાગી. બાળલગ્નની પ્રથા ધીરે ધીરે બંધ થવા માંડી. મોટી વયે લગ્ન કરવાની અનેક કન્યાઓ હિંમત કરવા લાગી. વરકન્યાની પસંદગીમાં પણ વડીલે પિતાનાં સંતાનોની સંમતિ પૂછવા લાગ્યા. આંતરજ્ઞાતીય તેમજ આંતરપ્રાંતીય લગ્નોની સંખ્યા વધતી ગઈ. ધીરે ધીરે આવાં લગ્ન “સિવિલ મેરેજ એકટ મુજબ બેંધાવા લાગ્યાં કે જેથી વારસાહકકને નુકસાન ન પહોંચે. તદુપરાંત પતિપત્ની વચ્ચે સંઘર્ષ થાય અને સહજીવન મુશ્કેલ બને તે છૂટાછેડા પણ મેળવી શકાય એવી પરિસ્થિતિ સર્જાવા લાગી. ધીરે ધીરે સ્ત્રીઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે જાહેર જીવનમાં ભાગ લેવા લાગી. કેળવાયેલી સ્ત્રીઓએ શિક્ષણક્ષેત્રે ઝંપલાવ્યું. સમાજમાં સ્ત્રીસંમાનની ભાવના વિકસી. આ સમયે મહારાણ ચિમનાબાઈ ગાયકવાડે પશ્ચિમના દેશોમાં સ્ત્રીઓની ઉન્નતિ જોઈ પોતાના દેશમાં સ્ત્રીઓને વિકાસ થાય એ માટે હિંદુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાન” એ વિષય ઉપર અંગ્રેજીમાં એક પુસ્તક શ્રી એસ. એન. મિત્ર પાસે તૈયાર કરાવ્યું. આ પુસ્તકનું ભાષાંતર શ્રીમતી વિદ્યાગૌરી નીલકંઠ અને શ્રીમતી શારદાબહેન મહેતાએ કરેલું. આ ઉપરાંત ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ “મોટી ઉંમરની સ્ત્રીઓની કેળવણુ “સ્ત્રીઓની પરાધીનતા” સ્ત્રી–પકાર” “સંસારમાં સ્ત્રીની પદવી વગેરે સ્ત્રી-ઉપયોગી પુસ્તક લખાવી સ્ત્રીઓને સામાજિક દરજજો સુધારવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ટૂંકમાં, સમાજસુધારકના ભગીરથ પ્રયત્ન ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે નેધપાત્ર ફેરફારો થયા. જનસમુદાય એકત્ર થઈ વિચારવિનિમય કરતે થે. હોળી વખતે બોલાતા અપશબ્દ બંધ થયા અને લગ્ન પ્રસંગે ગવાતાં ફટાણુમાં સભ્યતા આવી. વિધવાવિવાહ વિશે લેકમત કેળવા, ભોજન અને આંતરજ્ઞાતીય લગ્ન વગેરે ઉપરનાં જ્ઞાતિબંધન, ઢીલાં પડ્યાં. સ્ત્રીઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે નેધપાત્ર ભાગ ભજવવા લાગી. કેળવણી અને સાહિત્યને સુંદર વિકાસ થયો. ૨૫ ૧૬. ' . . . . . . . . . . . . . .
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy