SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ થ્રિટિશ કાળ મર્યાદામાં માનનારતે અનેક રીતે સહન કરવું પડતું, વડીલવર્ગીના શાસનને અધીન રહેવુ પડતુ. સંસારની કઠિનતાએથી તે ટેવાઈ ગયેલાં હાઈ એમને જ્ઞાતિનાં બુધના સામે બળવે કરવાની તે કલ્પના પણ આવતી ન હતી. સ્ત્રીએ પડયું પાનું નિભાવી લેવાની વૃત્તિવાળી હતી. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી તે પેાતાનું જીવન વ્યતીત કરતી હતી. ૪૦ કન્યાવિક્રયને કારણે ધણી જ્ઞાતિએ ભૂંસાઈ જવાની અણી પર હતી. ગુજ રાતમાં અસંખ્ય જ્ઞાતિઓ-પેટાજ્ઞાતિઓને કારણે વરવિક્રય કુલીનશાહી અને કન્યા વિક્રયનાં દૂષણ સમાજમાં પેસી ગયાં હતાં. જ્ઞાતિસંસ્થાની પકડ ખૂબ દૃઢ હતી. પ્રેતભેજન' ‘મરણેાત્તર લૌકિક આચાર' વગેરેથી અનેક કુટુંબ બરખાદ થયાં હતાં, અનેક વિધવા સ્ત્રીએ બરબાદીના પથે પડી હતી, અનેક કુટુંબ જ્ઞાતિઅહિષ્કારના ભય સાંમે મૂંગાં મૂંગાં સામાજિક અત્યાચારી સહન કરી રહ્યાં હતાં. વિધવાવિવાહ માટે હજુ પૂરતા જનમત જાગ્રત થયા ન હતા. અલબત્ત, શિક્ષણના કારણે વિધવાવિવાહ તરફથી લેાકાની સૂગ ધીરે ધીરે ઓછી થવા લાગી હતી. જેમ જેમ સમાજમાં કેળવણીના પ્રચાર વધતા ગયા તેમ તેમ સુશિક્ષિત યુવકે ભગેલી અને સંસ્કારી કન્યાઓની પસંદગી કરતા થયા. આને લીધે ઉચ્ચ ક્રામામાં સ્ત્રી-કેળવણીને વિશેષ ઉત્તેજન મળ્યું. એની અસર અન્ય અભણ અને પછાત વર્ગીની જ્ઞાતિએ ઉપર ધીમે ધીમે થવા લાગી. આના પરિણામે સમાજમાં ખાળલગ્નાનું પ્રમાણ ઘટવા લાગ્યું. ઈ.સ. ૧૮૯૧ માં સંમતિ-વયનેા કાયદા પસાર કરવામાં આવ્યા, જેના પરિણામે કન્યાની લગ્નની વયમાં થોડાક સુધારા થયા. બાળલગ્નાના પરિણામે વિધવાઓનું પ્રમાણુ વધતાં વિધવા સ્ત્રીઓના અનેક પ્રશ્ન સમાજમાં ઉદ્ભવતા હતા. એમની સ્થિતિ દુઃખમય અને દયાપાત્ર બનતી. વિધવા પુનર્લગ્નના નિષેધ હાવાથી અનેક સ્ત્રીઓને નછૂટકે સમાજના અત્યાચારાના ભાગ બનવું પડતું. આ માટે અંગ્રેજ સરકારે ઈ.સ. ૧૮૫૬ માં પુનર્લગ્નને કાયદા પસાર કર્યા હતા. પણ એનેા લાભ લેવા કોઈ સ્ત્રી આગળ આવતી ન હતી, આ સયાગામાં વિધવાની સ્થિતિ સુધારવા અને એમને સુખી અને સ્વાશ્રયી બનાવવા કાઈ પ્રકારની વ્યવહારુ અને ઔદ્યોગિક કેળવણી અપાય એવી વ્યવસ્થા કરવા સુધારાના કેટલાક વં વિચારવા લાગ્યા હતા. એમને માટે ઉપયાગી વાચનસાહિત્ય સુલભ થાય એ માટે પ્રબંધ થવા લાગ્યા હતા. ઈ.સ. ૧૯૦૭માં આ પૂર્વે શ્રી અંબાલાલ સાકરલાલનાંૌહિત્રી ખાજીશેરીએ અમદાવાદમાં સ્ત્રીઓના હિતાર્થે એક સરસ્વતી મંદિરની સ્થાપના કરી હતી, જે બેએક વર્ષ બાદ ઉપયુ ક્ત બાગૌરી તથા શિવગૌરીના સૂચનથી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy