SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક સ્થિતિ ૨૦ મુંબઈમાં રહી શ્રી કરસનદાસ મૂળજી(ઈ. સ. ૧૮૩૩-૧૮૭૧)એ ત્યાંની બુદ્ધિવર્ધક સભાના સભ્યપદે રહીને સામાજિક ક્ષેત્રે અને કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપી હતી. સત્યપ્રકાશ'ના તંત્રી તરીકે એમણે સમાજના કુરિવાજો અને પાખંડે સામે બળ પકાર્યો હતે. ઈ. સ૧૮૫૫ માં ભૂલેશ્વરમાં છપ્પન ભેગના પ્રસંગે વૈષ્ણવ અને શિવ સંપ્રદાય વિરુદ્ધ લખાણ છાપી સમાજમાં એક મોટો વળ ઊભો કર્યો, આથી જદુનાથ મહારાજે કરસનદાસ સામે બદનક્ષીનો દાવો માંડયો, જે ગુજરાતમાં “મહારાજ લાયબલ કેસ' તરીકે પ્રખ્યાત છે. આ કેસમાં કરસનદાસને વિજય થયું. એ પછી તેઓ ઈ. સ. ૧૮૬૩ માં યુરોપની સફરે જઈ આવ્યા. ઘણા જ્ઞાતિજનોએ એમની સામે પ્રચાર કર્યો, પણ એનું કાંઈ પરિણામ ન આવ્યું. તેઓ પુનર્લગ્નના હિમાયતી હતા. એમના અવસાન બાદ મુંબઈ યુનિવર્સિટી તરફથી “સંસાર-સુધારા'ના વિષયને લગતા નિબંધને અપાતું કરસનદાસ મૂળજી પારિતોષિક' આજે પણ એમની સુધારા-પ્રવૃત્તિના યાદ કરે છે.૧૯ આ ઉપરાંત ભોળાનાથ સારાભાઈ, કેખુશરો નવરોજજી, બહેરામજી મલબારી, મણિભાઈ નભુભાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી, સયાજીરાવ ગાયકવાડ, રમણભાઈ નીલકંઠ વીએિ પણ ગુજરાતમાં સમાજ-સુધારાના ક્ષેત્રે મહત્ત્વની કામગીરી બજાવી હતી. પરદેશગમન કરવાથી નાતબહાર મુકાયેલા મહીપતરામ સાથે ભોજન કરવાથી નાગરોએ ભોળાનાથભાઈને નાતબહાર મૂક્યા હતા. તેઓ અમદાવાદની વિધવાવિવાહ ઉત્તેજક મંડળી'ને સક્રિય કાર્યકર હતા. એમણે વિધવાવિવાહ અને બાળલગ્ન ઉપર કેટલાક નિબંધ રચી લોકમત કેળવવાનો પ્રયત્ન કર્યો હતે. તેઓ સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીકેળવણીના પ્રખર હિમાયતી હતા. એમણે લાજ કાઢવાને, રેવા ફૂટવાને તેમજ મરણોત્તર ક્રિયા વખતે થતા અન્ય લેકિક વગેરે રિવાજો બંધ કરાવવા ભગીરથ પ્રયત્ન આદર્યા હતા. એમને પોતાના સુધારાના કાર્યમાં જૂનાગઢના મણિશંકર કિકાણને સુંદર સહકાર મળ્યો હતે.૨૦ આ ઉપરાંત ભોળનાથભાઈએ સમાજમાંથી શરાબની બદીને દૂર કરવા પ્રયત્ન કર્યા. એને માટે મદ્યપાનનિષેધક સભા'ની સ્થાપના કરી. ઈ. સ. ૧૮૫૮ માં નિરાકાર ઈશ્વરની ઉપાસના માટે “ધર્મસભાની સ્થાપના કરી. ઈ. સ. ૧૮૭૧ માં એ સભાને રૂપાંતર આપી “પ્રાર્થના સમાજની સ્થાપના કરી.૨૧ પારસી જુવાન કેખુશરે નવરોજજી કાબરાએ કરસનદાસને લાયબલ કેસ વખતે વૈષ્ણવ સંપ્રદાય સામે લખાણે પ્રગટ કરી કેસ જીતવામાં સારી એવી મદદ કરી હતી. એમણે સ્ત્રીશિક્ષણ, બાળલગ્ન-નાબૂદી, વિધવાવિવાહ, મુસ્લિમ સ્ત્રીઓની પડદા-પદ્ધતિ અંગે “સ્ત્રીબોધ' માસિકમાં મોટી ઝુંબેશ ચલાવી હતી.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy