SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २४७ બ્રિટિશ કાહ ૧૮૫૩ માં સુરત છોડી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ જવું પડ્યું. ત્યાં બુદ્ધિવર્ધક સભાના આશ્રયે એમણે સમાજસુધારક બનવાની પ્રેરણા મેળવી. ત્યાં એમને કરસનદાસ અને મહીપતરામ જેવા નરવીરોને સાથ સાંપડ્યો. “સત્યપ્રકાશ' નામના સાપ્તાહિકે એમને જાહેરમાં આવવાની તક આપી. ઈ. સ. ૧૮૬૦ માં વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ જદુનાથ સાથે તેઓએ વિધવાવિવાહની શાસ્ત્રસંમતિ ઉપર વાદવિવાદ કર્યો. કવિએ એક વિધવાને આશ્રય આપે; અને ઈ. સ. ૧૮૬૯-૭૦ માં નર્મદાગૌરી નામની એક વિધવા સાથે લગ્ન પણ કર્યું. નર્મદને આના માટે જ્ઞાતિબહિષ્કારની સજા ભોગવવી પડી હતી.૧૨ ઈ. સ. ૧૮૬૬ માં એમણે પિતાના હિંદુઓની પડતી' નામના પુસ્તકમાં વહેમ અને કુરિવાજો સામે બંડ પોકાર્યું, એમણે જણાવ્યું કે “બ્રાહ્મણો જેગીઓ વગેરે કામ વગરના રળી ખાવાને મૂર્તિઓ. માંડી બેઠેલા ઢોંગી અને ધુતારા છે. અજ્ઞાની લેકે પથ્થર અને પાડાને દેવ તરીકે પૂજે છે. ખેટા વહેમથી લેકે પરદેશ જતા નથી.” એમણે સ્ત્રીઓની દુર્દશા જોઈ બાળલગ્ન વિરુદ્ધ ઝુંબેશ આદરી. એમણે લેકેને વિધવાવિવાહ માટે અભિગમ કેળવવા અનુરોધ કર્યો. ૧૭ પિતાના વિચારોને વાચા આપવા એમણે ડાંડિય' નામે પાક્ષિક શરૂ કર્યું. એના દ્વારા સમાજમાં પ્રચલિત દંભ ખુલ્લા પાડવા માંડયા.૧૮ નર્મદે જે સુધારાને દીપક પ્રગટાવ્યો તેને પ્રકાશ ભરૂચ વડોદરા નડિયાદ અમદાવાદ રાજકોટ જુનાગઢ લીંબડી ભાવનગર વગેરે સ્થળોએ. ફેલાયે. સર્વત્ર સુધારાની ચળવળે વેગ પકડયો. આ પૂર્વે જણાવ્યું છે તે પ્રમાણે મહીપતરામ નીલકંઠને પરદેશગમન માટે સહન કરવું પડયું હતું. એ સમયે સુરતમાં ચાલતી પરહેજગાર મંડળા'ના સભ્યપદે રહીને એમણે કેફી–પીણાં બાળલગ્ન ફટાણું અને વિધવાના કેશ ઉતારવાની વિરુદ્ધ ભાષણે કર્યા. એમણે મહારાષ્ટ્રમાં સ્થપાયેલા “વિધવાવિવાહ ઉત્તેજક મંડળ”ના “સત્યાર્થ પ્રકાશ'ના તંત્રી, પ્રાર્થના સમાજના કાર્યવાહક, અમદાવાદની મગનભાઈ કરમચંદ શાળાના મંત્રી, શ્રી ભોળાનાથ સારાભાઈ લિટરરી ઇન્સિટટયૂટ ફોર વિમેન'ના મંત્રી વગેરે સ્થાને રહી સુધારાની વિવિધ પ્રવૃત્તિઓ આદરી હતી. તદુપરાંત “અંજુમને ઇરલામ' નામની મુસ્લિમ સંસ્થા, જ્યુબિલી હોસ્પિટલ, પ્રાણદયા મંડળી, હિંદુસંસારસુધારા સમાજ, વિધવાવિવાહ સભા, એમ વિવિધ સંસ્થાઓના પ્રમુખપદેથી ગુજરાતમાં સમાજ-સુધારાની ચળવળને વેગ આપ્યો હતે. એમના અવસાન બાદ અમદાવાદમાં એમના સ્મરણાર્થે મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ” નામની સંસ્થા સ્થાપવામાં આવી. આ સંસ્થા આજે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર પોતાના મકાનમાં સામાજિક ક્ષેત્રે ઉત્તમ સેવાઓ આપી રહી છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy