SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ રાજકીય જાગૃતિ અને શખવાદને વિકાસ અમદાવાદમાં યોજાયું હતું,૮ સ્વદેશીની પ્રવૃત્તિના કાર્યને વેગીલું બનાવવા માટે આ મિલનને જીવણલાલ વ્રજરાય દેસાઈએ સંધ્યું હતું. દેકાવાડા અને માંડલ(બંને તા. વિરમગામ) ના જુવાનેએ અમદાવાદના જુવાનેનું અનુકરણ કર્યું હતું, અનુક્રમે ૨૨-૮-૧૯૦૬ અને ૨૩-૮-૧૯૦૬ ના રાજ સભાઓ યોજીને. દેકાવાડાના લેકેએ દેશી ખાંડ વાપરવાને ઠરાવ કર્યો, જ્યારે માંડલના મિલનમાં વણિકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ૨૦ આમ સ્વદેશીની પ્રવૃત્તિ ગુજરાતમાં બંગભંગ પૂર્વે પ્રચારમાં આવી ચૂકી હતી. અધિવેશનમાં કરાવે દેશમાં અસંતોષ વ્યાપક બનતે જતો હતો. ૧૯૦૦ થી ૧૯૦૬ દરમ્યાન લેમાં રાજકીય જાગૃતિ આવતી જતી હતી, તે પણ અસહાયતાની લાગણી વધતી જતી હતી. એ સમયે કેંગ્રેસે એની બનારસની બેઠકમાં ૧૯૦૫ માં એક ઠરાવ દ્વારા સામયિક તપાસની માગણી મૂકી. આ અંગેને ઠરાવ રજૂ કર્યો ગુજરાતના અંબાલાલ સાકરલાલ દેસાઈએ. બીજે જ વર્ષે કલકત્તા બેઠકમાં (૧૯૦૬) પણ દસ નંબરને ઠરાવ રજુ કર્યો અંબાલાલ દેસાઈએ, જેને વ્યાપક ટેકે પ્રાપ્ત થયે હતું. આ ઠરાવ દ્વારા સરકારની શિક્ષણનીતિને વિરોધ, ઉરચ શિક્ષણની મર્યાદિત નીતિને વિરાધ, મુક્ત શિક્ષણની માગણી, મોટાં અનુદાનની માગણ, ટેકનિકલ શિક્ષણની જોગવાઈની માગણી વગેરે મુદ્દાઓને સમાવેશ થતો હતો. દૂરગામી અસરવાળા આ બંને ઠરાવ રજૂ કરીને અંબાલાલભાઈએ રાષ્ટ્રીય લડતની પ્રક્રિયામાં બુનિયાદી ફાળો આપે. સુરત કોંગ્રેસ (૧૯૦૭)૩ રાષ્ટ્રીય મહાસભાનું ત્રેવીસમું અધિવેશન સુરતમાં ડે. રાસબિહારી ઘોષના અધ્યક્ષસ્થાને મળ્યું હતું. આ અધિવેશન ઐતિહાસિક બની રહ્યું, કેમકે મહાસભાના બે દાયકાના ઇતિહાસમાં પહેલી જ વાર ઉપસ્થિત પ્રતિનિધિઓ “જહાલ અને “માલ” એમ બે પક્ષોમાં વિભાજિત થયા. સંભવતઃ કોંગ્રેસના આ સહુ પ્રથમ ભાગલા અધિવેશન તેફાની સ્વરૂપનું બન્યું હતું. સુરત અધિવેશન આખરે મુલતવી રહ્યું હતું. માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાતે કેંગ્રેસના અધિવેશનને બીજી વખત નોતર્યું એમાં એની રાજકીય જાગૃતિને જરૂર પડશે પડે છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy