SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદને વિકાસ પરંતુ ૧૮૬૫ માં અમેરિકી યુદ્ધ બંધ થતાં મુંબઈના નાણુબજારમાં ભયંકર મંદીનું મોજુ ફરી વળ્યું. રૂના ભાવ ગગડયા, શેરસટ્ટામાં મંદી આવી, તેથી સરકારને એ જ વર્ષે નાદારીને કાયદો પસાર કરવો પડ્યો હતો. ગુજરાતની આર્થિક સ્થિતિમાં ફરીથી ગાબડું પડ્યું, જેને નર્મદે ઈસ્વરકેપ ગણાવ્યા હતા. “વદેશવત્સલ” (૧૮૭૪-૭૫) માસિકમાં સ્વદેશીના પ્રચારની જોરદાર હિમાથત થતી રહેતી હતી. અંગ્રેજ રાજ્યની સ્થાપના પછી ગુજરાતની પ્રજાએ શાંતિને દમ ઘૂટયો. પશ્ચિમી કેળવણીના સંપર્કથી શિક્ષિતામાં નવસંચારના ઉમેષ પ્રગટયા છતાં સમાજને મોટો વર્ગ તે જુનવાણું વિચારને વરેલો રૂઢિચુસ્ત હતા, આથી નવશિક્ષિત તરફથી પ્રસ્તુત થતા પ્રત્યેક સુધારા સામે આ રૂઢિચુસ્ત ઉગ્ર પ્રત્યાઘાતથી વિરોધ કરતા હતા, એટલે કોઈ પણ સુધારક માટે સુધારણાનું કાર્ય વિકટ અને કપરું હતું. ગુજરાતમાં સંસારસુધારાના આદ્ય પ્રવર્તક હતા દુર્ગારામ મંછારામ મહેતાજી (૧૮૦૯ થી ૧૮૭૬) અને એની આ સંસ્થા હતી માનવધર્મસભા (૧૮૪૪); જોકે આ ક્ષેત્રે પાંચ દદ્દાઓની કામગીરી પણ ધ્યાનપાત્ર છેઃ દુર્ગારામ, દાદોબા પાંડુરંગ, દિનમણિશંકર શાસ્ત્રી, દલપતરામ માસ્તર અને દામોદરદાસ. આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં મણિશંકર કિકાણું “સુપથ પ્રવર્તક મંડળ” ચલાવતા હતા. ગુજરાતમાં માનવધર્મસભા' અને બુદ્ધિવર્ધકસભાની સ્થાપનાથી તથા “સત્યપ્રકાશ' જેવાં સામયિકાના પ્રકાશનથી ગુજરાતી પ્રજાના મનમાં જૂનાનવા વિચારોને જબરો સંઘર્ષ ઉદ્ભવ્યું હતું. લોકોમાંથી અજ્ઞાન–અંધશ્રદ્ધા, વહેમ અને ભયનું આવરણ દૂર કરવાના ભગીરથ પ્રયત્ન દુર્ગારામ વગેરેથી શરૂ થયા. દલપતરામે ધીમે ધીમે સુધારે કરવાને ઉપદેશ આપે, તે નર્મદે યા હોમ કરીને પડો'ની બુલંદ ઘોષણને શંખ ફૂંક. ત્યારે પરદેશગમન એ ભયાનક સામાજિક ગુને ગણતું. પરદેશ ખેડનારને જ્ઞાતિબહાર મુકાઈ જવાને ભય હતે. સમુદ્રપ્રયાણ કેઈ વિચાર કરી શકે નહિ તેવા વાતાવરણમાં નડિયાદના પાટીદાર શામળદાસ દેસાઈએ ૧૮૩૨ માં સહુ પ્રથમ પરદેશપ્રયાણ કરેલું. એ પછી ૧૮૬૦માં મહીપતરામ નીલકંઠ પરદેશ ગયા હતા. દેશાટનની જેમ વિધવા પુનર્વિવાહને પ્રશ્ન પણ એ સમયે ગુજરાતી ઉચ સવર્ણ સમાજને-હિંદુસમાજને માટે વિકટ હતા, આથી કરસનદાસે એની ચર્ચા “સત્યપ્રકાશમાં ઉપાડી. ગુજરાત જ્ઞાનપ્રસારક મંડળી' પણ એમની પ્રેરણાથી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy