________________
બ્રિટિશ કાલ એવા કોઈ પ્રયત્ન કરતા ન હતા. મરાઠાઓની કેટલીક આર્થિક નીતિઓ, જેવી કે કલમબંધી ઈજારાપદ્ધતિ અને મુલકગીરીએ ગુજરાતના અર્થતંત્રને ખાડે. બેસાડી દીધું હતું. પેશવા અને એમના માંડલિકે વરચેની હસાતેસીથીય અર્થ. વ્યવસ્થા ખેરવાઈ ગઈ હતી. અંગ્રેજોના આગમન પછી ગૃહોદ્યોગ લગભગ નાશ. પામ્યા હતા. આમ સર્વ રીતે રાજકીય અસ્થિરતા અને વિદેશી શાસન દરમ્યાન ગુજરાતનું આર્થિક જીવન છિન્નવિચિછન્ન થયું હતું. આટલું બસ ન હોય તેમ અગણેતરો દુકાળ પડયો, ૧૮૧૨-૧૩ માં. ૧૮૧૯ માં ગુજરાતમાં મેટા ધરતીકંપ થ. ૧૮૩૭ માં સુરતમાં ભયાનક આગ લાગી. ૧૮૯૬માં મુંબઈમાં મરકીને. ઉત્પાત મચ્યો, જેની અસર ગુજરાત સુધી પ્રસરી. ૧૯૦૦ માં છપ્પનિયો દુકાળ. પડયો. આમ રાજકીય અને કુદરતી ઉભય પ્રકોપને કારણે ગુજરાતે સારી એવી. આર્થિક પછડાટ ખાધી હતી.' | દુકાળ-કમિશનેએ દુકાળના સમયે ખેડૂતોને જમીન-મહેસૂલ ભરવા સરકારે ફરજ ન પાડવી એમ વારંવાર જણાવેલું, તેય મુંબઈ સરકારે ઊલટી નીતિ અપનાવી, આથી ગુજરાતમાં સમગ્ર પ્રજા અકળાઈ ઊઠી. એમ થવાનું એક મુખ્ય કારણ એ પણ હતું કે સરકારી અમલદારોએ સર્વગ્રાહી તપાસને સ્થાને વ્યક્તિગત તપાસ કરાવેલી, જેમાંથી પક્ષપાત અને લાગવગનું જોર વધ્યું, આથી ગુજરાતમાં જમીન મહેસૂલની વસૂલાત વેળાએ થયેલા અત્યાચારોની વિગતે એકત્રિત કરી પ્રજા સમક્ષ રજૂ કરવાનું કાર્ય કર્યું ગોકળદાસ કહાનદાસ પારેખે, તે ધારાસભામાં જમીન-મહેસૂલ કાનૂનમાં સુધારે રજૂ થવાને હતો તેને વિરોધ કર્યો હતેા સર ફીરોજશાહ મહેતાએ. પ્રજાકીય સભ્ય અને સર ફિરોજશાહની માગણી એટલી જ હતી કે પ્રસ્તુત ખરડાને જાહેર ચર્ચા માટે મૂકો અને અભિપ્રાય મેળવવા. સરકારે માગણે ન સ્વીકારી અને તેથી સભ્યએ સભા-ત્યાગ કર્યો. ધારાસભાના ઇતિહાસમાં આ બનાવ પહેલપ્રથમ હતું અને તેથી ગુજરાતની રાજકીય જાગૃતિને સબળ પીઠિકા પ્રાપ્ત થઈ.
૧૮૬માં રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી અને ગુજરાતના આર્થિક જીવનને સમૃદ્ધ કરવાને યજ્ઞ આરંભે હતું. અમેરિકી સિવિલ યુદ્ધ શરૂ થતાં ઇંગ્લેન્ડને ત્યાંથી મળતું રૂ આવવાનું બંધ થયું, આથી ૧૮૬૨ માં હિંદના રૂની પરદેશમાં ખાસ કરીને ઇંગ્લેન્ડમાં સારી માંગ. હતી. ખેતીપ્રધાન રૂના વાવેતરવાળે ગુજરાત વિસ્તાર આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ચમક્યો અને પ્રદેશ આર્થિક રીતે સમૃદ્ધ થયા. સટ્ટાને વેપાર વધેપ્રેમચંદ રાયચંદ શેઠ આના અગ્રેસર હતા.